Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Redmi Note 9 Pro ખરીદવાની આજે સુવર્ણ તક, જાણો કિંમત અને ફિચર્સ

Redmi Note 9 Pro ખરીદવાની આજે સુવર્ણ તક, જાણો કિંમત અને ફિચર્સ

0
104
  • ફોનને ઑરોરો બ્લૂ, ગ્લેશિયર વાઇટ અને ઇન્ટરસ્ટેલર કલરમાં રજૂ કરવામાં આવ્યો છે

  • Redmi Note 9 Pro ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ

નવી દિલ્હી: Redmi Note 9 Pro ફોનને દર અઠવાડિયે ફ્લેશ સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આથી જો તમે અત્યાર સુધી તેને ખરીદી નથી શક્યા, તો આજે સુવર્ણ તક છે. રેડમીના આ હેન્ડસેટ આજે અમેઝોન ઇન્ડિયા અને Mi.com પર ફ્લેશ સેલમાં ઉપલબ્ધ હશે. ફોનમાં 6.67 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ પણ વાંચો: OnePlus Billie સીરીઝમાં હશે ચાર સ્માર્ટફોન, ‘નોર્ડ’થી ઓછી હશે કિંમત

Redmi Note 9 Proના 4 GB અને 64 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ 15,999 રૂપિયા અને 6 GB રેમ અને 128 GB વેરિઅન્ટ 16,999 રૂપિયામાં આવે છે. ફોનને ઑરોરો બ્લૂ, ગ્લેશિયર વાઇટ અને ઇન્ટરસ્ટેલર કલરમાં રજૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 7000mAh દમદાર બેટરી સાથે Samsung Galaxy M51 લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

Redmi Note 9 Pro: સ્પેસિફિકેશન્સ

રેડમીના આ ફોનમાં 6.67 ઈંચ ફુલ HD+ ડિસ્પ્લે છે. હેન્ડસેટમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 720G ઑક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 4 GB અને 6 GB રેમ છે. હેન્ડસેટમાં સ્ટોરેજ માટે 64 GB અને 128 GBનો વિકલ્પ મળે છે. માઇક્રો SD કાર્ડ દ્વારા સ્ટોરેજને 512 GB સુધી વધારી શકાય છે.

આ પણ વાંચો: Apple iPhone 12 લોન્ચ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે, ચાર નવા ફોન થઇ શકે છે લોન્ચ

Redmi Note 9 Pro એન્ડ્રોઇડ 10 બેસ્ડ MIUI 12 પર ચાલે છે. ફોન ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે. તેમાં 5020mAhની બેટરી છે જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ, બ્લૂટૂથ, GPS, એ-GPS જેવા ફિચર્સ છે.

આ પણ વાંચો: ભારત બનશે મોબાઇલના નિકાસનું હબઃ વર્ષે $100 અબજથી વધુની કરશે નિકાસ

રેડમીના આ સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી રિયર, 8 મેગાપિક્સલ વાઇડ-એન્ગલ, 5 મેગાપિક્સલ મૈક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર છે. ફોનમાં આગળની તરફ 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો છે.

આ પણ વાંચો: 10 હજાર કે તેથી ઓછી કિંમતમાં 5020mAh સુધીની બેટરી સાથે ટોપ બ્રાન્ડ સ્માર્ટફોન

ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ કંપની xiomiનો Redmi Note 9 Pro ફોન ભારતમાં 17 માર્ચ 2020માં લોન્ચ થયો હતો. જ્યારે પણ તેની ઓનલાઇન સેલ થાય છે તે ગણતરીના સમયમાં જ આઉટઓફ સ્ટોક જતો રહે છે.