Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Redmi 9i ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

Redmi 9i ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

0
272

નવી દિલ્હી: શાઓમીએ તેના રેડમી બ્રાન્ડ હેઠળ નવો બજેટ હેન્ડસેટ Redmi 9i ભારતમાં લોન્ચ કરી દીધો છે. રેડમી 9આઈ 5000mAh બેટરી, એન્ડ્રોઇડ 10 બેસ્ડ MIUI 12 અને 4 જીબી રેમ જેવી વિશેષતા ધરાવે છે. રેડમી 9 સીરીઝમાં અગાઉ કંપનીએ રેડમી 9 અને રેડમી 9એ હેન્ડસેટ લોન્ચ કર્યા હતા.

Redmi 9i: કિંમત

Redmi 9i ફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8299 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 9,299 રૂપિયામાં આવે છે. ફોનને મિડનાઇટ બ્લેક, સી બ્લૂ અને નેચર ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હેન્ડસેટને ફ્લિપકાર્ટ, Mi ડોટ કોમ અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર 18 સપ્ટેમ્બર, બપોરે 12 વાગ્યાથી વેચાણ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Tecno Spark Power 2 Air ફોન લોન્ચ, ચાર દિવસ સુધી ચાલશે બેટરી

Redmi 9i:સ્પેસિફિકેશન્સ

Redmi 9iમાં 6.53 ઇન્ચ (1600 x 720 પિક્સલ) એચડી+ડિસ્પ્લે છે જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોનમાં 2 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો જી 25 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે IMG PowerVR GE8320 જીપીયૂ છે. હેન્ડસેટમાં 4 જીબી રેમ સાથે 64 જીબી અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પ આપવામાં આવ્યો છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ મારફતે 512 જીબી સુધી વધારી શકાય છે.

Redmi 9i

જો કેમેરાની વાત કરવામાં આવે તો રેડમી 9આઈમાં અપર્ચર એફ/2.2 અને એલઈડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો છે. જ્યારે સેલ્ફીના શોખીનો માટે અપર્ચર એફ/2.2 સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોન ફેસ અનલોક સપોર્ટ કરે છે.

આ પણ વાંચો: Apple પણ લાવશે ફોલ્ડેબલ ફોન, સેમસંગ ડિસ્પ્લેનો થશે ઉપયોગ

રેડમીનો આ ફોન ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 10 સાથે MIUI 11 પર ચાલે છે જેને MIUI 12 પર અપગ્રેડ કરી શકાય છે. ફોનને પાવર આપવા માટે 10 વોટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ડ્યૂલ 4જી વીઓએલટીઈ, વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, બ્લૂટૂથ 5, જીપીએસ, 3.5 એમએમ ઑડિયો જેક, એફએમ રેડિયો અને માઇક્રો યૂએસબી જેવા ફિચર્સ છે. હેન્ડસેટનો ડાઇમેન્શન 164.9×77.07×9 મિલીમીટર અને વજન 194 ગ્રામ છે. ફોન P2i કોટિંગ સાથે આવે છે એટલે સ્પ્લેશ પ્રૂફ છે.