Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘મને કોઈએ થાળી નથી પીરસી…! જયાના જવાબ પર રવિ કિશનનો પલટવાર

‘મને કોઈએ થાળી નથી પીરસી…! જયાના જવાબ પર રવિ કિશનનો પલટવાર

0
117

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સાસંદ જયા બચ્ચને (Jaya Bachchan) ડ્રગ્સ મામલે ભાજપના સાંસદ રવિ કિશન દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર લગાવેલા આરોપને શરમજનક ગણાવ્યા હતા. હવે તેના પર રવિ કિશને પલટવાર કર્યો છે.

ભાજપ સાંસદે કહ્યું કે, તેઓ જયા બચ્ચનના નિવેદનથી દુ:ખી છે. હું બચ્ચન પરિવારનું ઘણું સમ્માન કરું છું અને મને આશા છે કે, ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં જયાજી મને સાથ આપશે.

રવિ કિશને કહ્યું કે, “મેં ક્યારેય નથી કહ્યું કે, બોલિવૂડ ગટર છે. જો કે કેટલાક લોકો એવા જરૂર છે, જે ઈન્ડસ્ટ્રીને ડ્રગ્સના માધ્યમથી ખોખલી કરી રહ્યું છે. મને કોઈએ થાળી નથી પીરસી, પરંતુ મેં જાતે જ કામ મેળવ્યું છે. મેં બંધ પડેલી ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જીવિત કરી છે. મને મારા ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે ઘણો જ પ્રેમ છે અને આ ઉદ્યોગ જગતે જ મને ઘણું કામ અને સમ્માન આપ્યું છે.”

નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત (Sushan Singh Rajput)ના કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલિવૂડ (Bollywood) બદનામ થઈ રહ્યું છે. સોમવારે સંસદના મૉનસૂસ સેશન (Monsoon Session)ના પ્રથમ દિવસે જ ભાજપના સાંસદ (BJP MP) રવિ કિશને (Ravi Kishan) લોકસભા (Loksabha)માં નશીલા પદાર્થોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ઉત્તર પ્રદેશ સ્થિત ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશને સોમવારે દાવો કર્યો હતો કે, પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન ભારતની યુવા પેઢીને બરબાદ કરવા માટે નશીલા પદાર્થોને હેરાફેરી કરાવી રહ્યાં છે. મોટા પ્રમાણમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industries) સાથે સંકળાયેલા લોકો પણ આ નશાનો કારોબાર કરવામાં સંકળાયા છે.

રવિ કિશનના આ દાવા પર સમાજવાદી પાર્ટીથી રાજ્યસભા સાંસદ જયા બચ્ચને (Jaya Bachchan) પોતાની પ્રતિક્રિયા આપી છે. જયા બચ્ચને નામ લીધા વિના કહ્યું કે, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ સોશિયલ મીડિયાના માધ્યમ થકી ભડકી રહ્યાં છે. ઈન્ડસ્ટ્રીમાં જ નામ કમાનારા લોકો જ તેને બદનામ કરી રહ્યાં છે. મને આશા છે કે, સરકાર આવા લોકોને આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરવા માટે કહેશે.

જયા બચ્ચને કહ્યું કે, થોડા ઘણા લોકો ખરાબ હોવાથી તમે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની છબીને ખરડી ના શકો. મને શરમ આવે છે કે, ફિલ્મ ઉદ્યોગ સાથે સબંધ ધરાવતા લોકસભામાં અમારા એક સભ્યએ તેના વિરુદ્ધ વાત કહી. ફિલ્મ ઉદ્યોગ લોકો માટે રોજગારનું એક માધ્યમ છે. જે હંમેશા સરકારની મદદ કરવા માટે આગળ આવ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખની પાર, કુલ 80 હજારથી વધુના મોત

ઉલ્લેખનીય છે કે, રવિ કિશને કહ્યું હતું કે, અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનો પેસારો થઈ ચૂક્યો છે અને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) તેની તપાસ કરી રહ્યું છે.

ગોરખપુરથી BJP સાંસદે કહ્યું હતું કે,
“મારી માંગ છે કે, આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને ચીન તથા પાકિસ્તાનના કાવતરા પર રોક લગાવવામાં આવે. આપણા યુવાધનને બર્બાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આ ષડયંત્રમાં આપણા પાડોશી દેશો પણ સામેલ છે.

દર વર્ષે પાકિસ્તાન અને ચીનથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો તસ્કરી કરીને ભારતમાં લાવવામાં આવે છે. અહીં સ્થાનિક અપરાધીઓની મદદથી તેને લોકો સુધી પહોંચવાડવામાં આવે છે.

કેન્દ્ર સરકારની સખ્તીના કારણે જ ડ્રગ્સ તસ્કરીના અનેક કેસો ખુલ્લા પડ્યાં છે. આ ખૂબ જ દુ:ખદ બાબત છે કે, મોટી સંખ્યામાં અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ તેમાં સામેલ છે. આપણી યુવા પેઢી ફિલ્મ સ્ટારો પાસેથી પ્રેરણા લઈને આગળ વધે છે, ત્યારે આવી બાબતો થકી તેઓ ગેરમાર્ગે દોરાય છે.”