Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > યુવતીનો વિડીયો બનાવી બ્લેકમેલ કરી 7 વર્ષ સુધી દુષ્કર્મ, 4 વાર ગર્ભપાત

યુવતીનો વિડીયો બનાવી બ્લેકમેલ કરી 7 વર્ષ સુધી દુષ્કર્મ, 4 વાર ગર્ભપાત

0
82
  • યુવતીનું સાત વર્ષ સુધી શોષણ કરનાર દંપતી સામે ફરિયાદ
  • યુવતી સાથે નિકાહ કર્યાનું ખોટું નિકાહનામું પણ બનાવાયું
  • રખિયાલ પોલીસ દ્વારા આરોપી દંપતીની ધરપકડ કરવામાં આવી

અમદાવાદઃ મહિલાઓ(Women)ની સલામતી માટેના આટલા કાયદા છતાં પણ તેનું શોષણ અટકવાનું નામ જ લેતું નથી. તેમા પણ જો મહિલાને આર્થિક લાચારી હોય તો પછી તેની હાલત વધારે કફોડી થાય છે.

લગ્નની લાલચ આપી દુષ્કર્મ

આવું જ રખિયાલ વિસ્તારમાં રહેતી અને સિલાઈ કારખાનામાં નોકરી કરતી 26 વર્ષીય યુવતી (Girl)ની સાથે થયુું છે. કારખાનાના માલિકે (Owner) તેને લગ્ન(Marriage)ની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતું. પછી તેણે યુવતીના વિડીયો (Vide0) બનાવી બ્લેકમેલ (Blackmail) કરી 7 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આના લીધે યુવતી ચાર-ચાર વખત ગર્ભવતી થઈ હતી અને તેનો ગર્ભ આરોપીએ તેની પત્નીની મદદથી પડાવ્યો હતો.

આ પણ વાંચોઃ થાઈલેન્ડની યુવતીનાં મોતની તપાસ કરશે SIT, 3 દિવસ બાદ પણ કોયડો ઉકેલાયો નથી

પીડિતને જીવતી બાળી મૂકવાની ધમકી

આ બાબતે કોઈને જાણ કરી તો જીવતી બાળી મૂકવાની ધમકી આપી હતી. આરોપીએ યુવતી સાથે નિકાહ થયાનું ખોટું નિકાહનામુ બનાવીને તેમા તે યુવતીની સહી પણ કરાવી હતી. આર્થિક તકલીફમાં નોકરી જવાના ડરથી યુવતી આરોપીનો ત્રાસ સહન કરતી હતી. રખિયાલ પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નોકરી જવાના ડરે શારીરિક સતામણી સહન કરી

રખિયાલ વિસ્તારમાં રહેતી 20 વર્ષની ઈશરત (નામ બદલ્યું છે) અને તેની બે નાની બહેનો પિતાના અવસાન બાદ ઘર ચલાવવા માટે પડોશમાં રહેતા અને ડ્રેસ સિલાઈનું કારખાનું ધરાવતા ઐયુબ મહંમદ અંસારી અને તેની પત્ની તબ્બસુમને ત્યાં નોકરી જતી હતી. નોકરીના 3 થી 4 મહિના બાદ 2013માં આરોપી ઐયુબ તેની પત્નીની હાજરીમાં ઈશરત સાથે શારીરિક છૂટછાટ લેતો તેમજ બિભસ્ત કોમેન્ટ કરતો હતો. જો આનો વિરોધ કરીશું તો આરોપી પોતાને નોકરીમાંથી કાઢી મુકશે તે ડરથી ઈશરત ઐયુબના તાબે થઈ હતી.

આ પણ વાંચોઃ પોલીસ કોન્સ્ટેબલએ એવું તો શું કર્યું કે મહિલાને ફિનાઇલ પીવું પડ્યું

આરોપી ઈશરતને લોભ લાલચ પ્રલોભન આપી તેની સાથે પત્નીની હાજરીમાં કારખાનાના દુષ્કર્મ કરતો હતો.ઇશરતની બન્ને બહેનો ઘરે જાય બાદમાં આરોપી આ કૃત્ય આચરતો હતો. ઈશરત પ્રથમવાર ગર્ભવતી થતા આરોપીની પત્ની તબ્બસુમ ઇશરતને કોઈ મહિલાને ત્યાં લઈ જઈ ગર્ભ પડાવ્યો હતો.પતિ પત્નીએ ઇશરતને ધમકી આપી કે આ વાત કોઈને કરી તો તને જીવતી બાળી નાંખીશું.

ખોટા નિકાહનામામાં પીડિતાની મંજૂરી વગર સહી

2014માં નારોલમાં ઐયુબે લોભ પ્રલોભન આપી ઇશરતની મરજી વિરૂધ્ધ મૌલાના પાસે ખોટું નિકાહનામુ બનાવડાવી ઇશરતની સંમતિ વગર સહીઓ કરાવી હતી. તે પછી આરોપીએ ઇશરતના બિભસ્ત વિડીયો બનાવી અવારનવાર બ્લેકમેલ કરી સાત વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું. જેમાં ઈશરત ચાર વાર ગર્ભવતી થતા આરોપીએ ડૉકટરો આગળ ખોટી વિગતો રજૂ કરી ચાર વાર ગર્ભપાત કરાવ્યો હતો. ઇશરતની ફરિયાદ આધારે રખિયાલ પોલીસે ઐયુબ અંસારી અને તેની પત્ની તબ્બસુમ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.