Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: ક્લાસ બંક કરીને ટીનેજ પ્રેમીઓના રિવરફ્રન્ટમાં રંગરેલિયા

અમદાવાદ: ક્લાસ બંક કરીને ટીનેજ પ્રેમીઓના રિવરફ્રન્ટમાં રંગરેલિયા

0
2704

શહેરના બંને સાઇડ પર આવેલા રિવરફ્રન્ટ અમદાવાદી યુગલો માટે એક પસંદગીનું સ્થળ છે, તેવામાં સરકારે પ્રેમીપંખીડાઓ અને યુગલોને વધુ એક સારા સમાચાર આપી દીધા છે. સરકારે રિવરફ્રન્ટ ઉપર આલિંગન અને કિસ કરવાની છૂટ આપી દીધી છે. હવે સવારે સ્કૂલ સમયે અનેક વિદ્યાર્થીઓ પોતાના પ્રેમીઓ સાથે પાલડી અને શાહીબાગ ખાતે હાથમાં હાથ નાંખીને જોવા મળે છે. તો શું આવા લોકો માટે પણ સરકારે છૂટ આપી છે ?

સરકારે રિવરફ્રન્ટને 360 ડીગ્રી સુધી કવર કરવા માટે સીસીટીવીની સજ્જ કરવાનો નિર્ણય કર્યો છે. આ કામ પાછલા 8 મહિનામાં કરવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે, જ્યારે આ ખર્ચ પાછળ 16 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અનુમાન લગાવવામાં આવ્યું છે. આથી 24 કલાક સીસીટીવીની વોચ રહેવાથી સમગ્ર રિવરફ્રન્ટ પર આઇપીસી 294 હેઠળ આલિંગન અને કીસ કરી શકાય તેવો નિર્ણય કર્યો છે કર્યો છે, પરતું રિવરફ્રન્ટએ યુગલો માટે મહત્વનો હબ બની ગયો છે અને યુગલો એટલી ખરાબ રીતે બેસતા હોય છે કે બહારથી આવતા પરિવાર અને અહિંના સ્થાનિક પરિવાર રજાના દિવસે સમય પસાર કરવા માટે અને રિલેકસ થવા માટે આવતા હોય છે.

જો આ પ્રેમી પંખીડાઓની અશ્લિલ હરકતો જોઈ તેઓ શરમજનક થઈ તે જગ્યા એ જવાનું બંધ કરી દીધું છે અને મહત્વની વાત એ છે કે, શાળાના વિદ્યાર્થીઓ જે હજી એ લોકોના ભણવાના દિવસો છે અને તે લોકો પોતાની પ્રેમિકા અને પ્રેમીને લઈને પાલડી અને શાહીબાગના રિવરફ્રન્ટ પર સ્કૂલમાં બંક મારી સમય પસાર કરતા હોય છે અને તેઓના માતા-પિતાને છેતરતા હોય છે. હવે જોવાનું એ છે કે, આ સ્કૂલના વિદ્યાર્થીઓને અટકાવવા માટે સરકાર શું પગલા લેં છે?

ગુજરાત પોલીસ TikTok પાછળ પાગલ, હવે વડોદરાના PSIનો વીડિયો વાયરલ