Gujarat Exclusive > The Exclusive > રાજ્યસભામાં રામગોપાલ યાદવને નાયડુએ સમજાવ્યું કે કેમ માસ્ક જરૂરી

રાજ્યસભામાં રામગોપાલ યાદવને નાયડુએ સમજાવ્યું કે કેમ માસ્ક જરૂરી

0
72

નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવ (ramgopal-yadav) માસ્ક ઉતારીને બોલવા લાગ્યા તો રાજ્યસભાના વડા એમ વેન્કૈયા નાયડુએ તેમને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ સમજાવી દીધી. કોરોના કાળમાં લોકસભા અને રાજ્યસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ ચૂક્યુ છે. રાજ્યસભામાં પણ સાંસદો જુદા-જુદા મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કરી રહયા છે.

માસ્ક કેમ જરૂરી

રામગોપાલ યાદવે (ramgopal-yadav)પોતાની વાત પૂરી કરી તો સભાપતિ વેન્કૈયા નાયડુએ તેમને તરત જ માસ્ક માટે ટોક્યા. વાસ્તવમાં જ્યારે તે પોતાની વાત કહી રહ્યા હતા ત્યારે તેમમે માસ્ક નીચે ખસકાવી દીધો હતો તેના પર વેંન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે તમે જ્યારે સાર્વજનિક સ્થળોએ બોલી રહ્યા હોય ત્યાં માસ્ક લગાવો, કેમકે તમે હોલમાં બેઠા છો. આ હોલમાં એસી પણ લાગેલુ છે અને તમને ખબર છે કે એસીની હવામાં વાઇરસ ઝડપથી ફેલાઈ શકે છે.

આ પણ વાંચોઃ સુદર્શન ટીવીના જે પ્રોગ્રામને સરકારે મંજૂરી આપી તેના પર સુપ્રીમનો પ્રતિબંધ

ગૃહની કાર્યવાહી ચાલી

સભાપતિએ જણાવ્યું હતું કે આઇસીએમઆરની ગાઇડલાઇન્સ છે કે જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો ત્યારે માસ્ક મોઢા પર લગાવો. આમ નહીં કરો તો કોરોના વાઇરસને કેવી રીતે રોકશે. નાયડુની આ વાતથી રામગોપાલ યાદવ (ramgopal-yadav)થોડા શરમાઈ ગયા અને પછી ગૃહની કાર્યવાહી આગળ ચાલી.

સરકારની નિષ્ફળતાઓ ગણાવતા રામગોપાલ યાદવ

વાસ્તવમાં રામગોપાલ યાદવ (ramgopal-yadav)સરકારની નિષ્ફળતાઓને ગણાવી રહ્યા હતા. તે કોરોના કાળ દરમિયાન કેન્દ્ર સરકારને અપીલ કરી રહ્યા હતા કે તે રાજ્યોની મદદ કરે. રામગોપાલ યાદવ (ramgopal-yadav)સભાપતિને જણાવી રહ્યા હતા કે દરરોજે કરોડો યોજનાઓની જાહેરાતો થઈ રહી છે, પરંતુ રાજ્યો પાસે નાણા તો છે નહી. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે મદદ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યોઃ રાજનાથસિંહ

તેઓએ કોરોનાને અંકુશમાં નિષ્ફળ જવા બદલ સરકારની આકરી ટીકા કરી હતી. તેમનો દાવો હતો કે સરકારે લાદેલુ લોકડાઉન નિષ્ફળ ગયું છે. સરકારે વાસ્તવમાં લોકડાઉન કસમયે લાદ્યુ હતુ. આના લીધે આજે અર્થતંત્ર બેસી ગયુ અને કરોડો લોકો બેરોજગાર થઈ ગયા. બિનસંગઠિત ક્ષેત્રોને તેના લીધે મોટો ફટકો પડ્યો છે. સરકાર દ્વારા હાલમાં જે રાહતો આપવામાં આવી રહી છે તે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે પૂરતી નથી. તેથી સરકારે ગરીબોથી લઈને મધ્યમ વર્ગ માટે વિશેષ પગલાં ભરવા જોઈએ. કોરોના હજી ખતમ થયો નથી અને આ સમય લાંબો ચાલવાનો છે.