Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજ્યસભા સાંસદ અભય ભારદ્રાજની હાલત નાજુક, એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ રાજકોટમાં

રાજ્યસભા સાંસદ અભય ભારદ્રાજની હાલત નાજુક, એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ રાજકોટમાં

0
102
  • રાજકોટમાં કોરોનાએ મચાવ્યો કાળો કહેર
  • રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજ કોરોના પોઝિટિવ
  • શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જતા હાલમાં તેમની તબિયત ખૂબ નાજુક

રાજકોટ : સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે રાજકોટમાં કોરોના વધારે ફુલ્યો ફાલ્યો છે. એવામાં રાજ્યસભાના ભાજપના સાંસદ અભય ભારદ્રાજ (Abhay Bhardwaj News) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને સારવાર અર્થે હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અભય ભારદ્વાજની હાલત ખૂબ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

વિશેષ ડૉક્ટરોની ટીમ મોડી રાત્રે રાજકોટ પહોંચી હતી. જેઓએ તેમની સારવાર ચાલુ કરી દીધી છે. જેમાં અમદાવાદથી ત્રણ અને સુરતથી એક એક્સપર્ટ ડૉક્ટર રાજકોટ પહોંચ્યાં હતાં કે જેઓ અભય ભારદ્રાજની ECMO ટ્રીટમેન્ટ શરૂ કરશે.

આ સાથે તમને જણાવી દઇએ કે, ધારાસભ્ય હર્ષ સંઘવી પણ ડૉ. ગામી સાથે સુરતથી રાજકોટ રવાના થયા હતાં અને મોડી રાત્રે તેઓ રાજકોટ પહોંચ્યા હતાં. છેલ્લાં કેટલાંક દિવસોથી અભય ભારદ્વાજ (Abhay Bhardwaj News) ની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેઓને તારીખ 13થી લથડતા વેન્ટીલેટર ઉપર રાખવામા આવ્યાં હતાં. સંક્રમણ ફેફસામાં મુશ્કેલી ઉભી કરતું હોવાંથી તેઓને શ્વાસની તકલીફ પડવા લાગી છે.

આ પણ વાંચોઃ રિવરફ્રન્ટમાં એક્ટિવા પર બેસી યુવકો ચલાવતા વિદેશીઓને ઠગવાનું કોલસેન્ટર!

ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી જતા આ પરિસ્થિતિ સર્જાઇ : ડૉ. અતુલ પટેલ (Abhay Bhardwaj News)

અભય ભારદ્વાજ (Abhay Bhardwaj News) ની તબિયતને લઇને ડૉક્ટર અતુલ પટેલે જણાવ્યું કે, “તેમના શરીરમાં ઓક્સિજનની તુલનાએ કાર્બન ડાયોક્સાઇડ વધારે રહે છે. ઓક્સિજન-કાર્બન ડાયોકસાઇડનું લેવલ જળવાતું નથી. ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી જતા આ પરિસ્થિતિ સર્જાઇ છે. છેલ્લાં 3 સપ્તાહથી તેમની સારવાર ચાલી રહી છે. સામાન્ય રીતે બે જ સપ્તાહમાં દર્દી રિકવર થઇ જતો હોય છે. જો કે તેમની સ્થિતી વધુ વિકટ થઇ રહી છે.”

તમને જણાવી દઇએ કે સાંસદ અભય ભારદ્રાજ (Abhay Bhardwaj News) ની તબિયત લથડતા CM રૂપાણીએ તેમની માટે અમદાવાદથી ડૉ. તુષાર પટેલ, ડૉ. આનંદ શુકલ, ડૉ. અમિત પટેલની ટીમ સાથે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ચાર્ટર્ડ ફ્લાઈટમાં રાજકોટ મોકલ્યા હતાં અને મોડી રાત્રે તેઓ રાજકોટ પહોંચ્યા હતાં.

ત્રણેય તબીબોએ કોવિડ હોસ્પિટલમાં જઈ અભય ભારદ્વાજની તપાસ શરૂ કરી જણાવ્યું હતું કે, “તેમના શરીરમાં ઓકિસજનનું પ્રમાણ ઘટી રહ્યું છે એટલે વેન્ટીલેટર ઉપર તેમને રાખવામાં આવ્યાં છે. આ સાથે તેમનાં શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે. ઉપરાંત ઓક્સિજન-કાર્બન ડાયોકસાઇડનું લેવલ પણ જળવાતું નથી.”

સુરતના નિષ્ણાંત ડૉ. સમીર ગામીની મદદ લેવાઈ રહી છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Abhay Bhardwaj News)

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ અંગે જણાવ્યું હતું કે, “અમદાવાદના 3 ડોક્ટર્સ સાથે હું આવ્યો છું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અનુસાર આવ્યો છું. અભય ભારદ્વાજ (Abhay Bhardwaj News) ની સારવાર માટે ડૉક્ટર્સ આવ્યાં છે. એઈમ્સના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ તેમની સારવાર ચાલી રહી છે. ત્યારે સુરતના નિષ્ણાંત ડૉ. સમીર ગામીની પણ મદદ લેવાઈ રહી છે. ડૉક્ટર ગામીને પણ રાજકોટ બોલાવાયા છે.”

આ પણ વાંચોઃ રાજપીપળા પાલિકા ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા વોર, “આયાતી” ઉમેદવાર સામે ખતરો?