Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા પાલિકા ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા વોર, “આયાતી” ઉમેદવાર સામે ખતરો?

રાજપીપળા પાલિકા ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા વોર, “આયાતી” ઉમેદવાર સામે ખતરો?

0
273
  • રાજપીપળા પાલિકા ચૂંટણીને લઇ રાજકીય વાતાવરણમાં ગરમાવો
  • તમામ 7 વોર્ડમાં રાજકીય પક્ષના લોકોએ મતદારોને રીઝવવાનું શરૂ કર્યું
  • ચૂંટણીનું હજુ જાહેરનામું નથી પડ્યું ત્યાં તો સોશિયલ મીડિયામાં વોર

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: રાજપીપળા પાલિકા ચૂંટણી (Rajpipla Palika Election) માટેનું સીમાંકન અને રોસ્ટર જાહેર થતાની સાથે જ શહેરમાં ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. રાજપીપળા શહેરના તમામે તમામ 7 વોર્ડમાં રાજકીય પક્ષના લોકોએ મતદારોને રીઝવવાનું શરૂ કર્યું છે. તો બીજી બાજુ આ વખતની ચૂંટણીમાં અપક્ષોની અલગ પેનલ પણ ઉતરવાની હોવાથી ભાજપ-કોંગ્રેસ પક્ષ જે તે વિસ્તારમાં જાતિગત સમીકરણને આધારે જ પોતાના ઉમેદવારો ઉતારશે એવું જાણવા મળ્યું છે.

રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણી (Rajpipla Palika Election) માં દૂધના દાઝેલા મતદારો છાસ પણ ફૂંકી ફૂંકીને પીશે. આ વખતે પક્ષ નહીં પરંતુ વ્યક્તિને જોઈને મત આપવાનું મક્કમ મન મતદારોએ બનાવી લીધું છે. જો ભૂતકાળની વાત કરીએ તો ભાજપ લહેરને પગલે રાજપીપળા પાલિકા ચૂંટણી (Rajpipla Palika Election) માં ભાજપ દ્વારા પોતાના માનીતા “આયાતી” ઉમેદવારોને ઉતારવામાં આવતા હતાં. પરંતુ આ વખતની ચૂંટણીમાં “આયાતી” ઉમેદવારની જગ્યાએ જે તે વોર્ડમાં સ્થાનિક ઉમેદવારને જ પ્રાધાન્ય આપવાનું મનોમન મતદારોએ નક્કી કરી લીધું છે. રાજપીપળા પાલિકા ચૂંટણી (Rajpipla Palika Election) માં જે પણ પક્ષે જીતવું હશે એ પક્ષે સ્થાનિક ઉમેદવારને જ ચૂંટણી મેદાનમાં ઉતારવો પડશે એ વાત ચોક્કસ થઈ પડી છે.

 આ પણ વાંચોઃ રિવરફ્રન્ટમાં એક્ટિવા પર બેસી યુવકો ચલાવતા વિદેશીઓને ઠગવાનું કોલસેન્ટર!

રાજપીપળા પાલિકા ચૂંટણી પહેલા સોશિયલ મીડિયામાં વોર (Rajpipla Palika Election)

રાજપીપળા પાલિકા ચૂંટણી (Rajpipla Palika Election) નું હજુ તો જાહેરનામું નથી પડ્યું ત્યાં તો સોશિયલ મીડિયામાં રીતસરનો વોર ચાલુ થઈ ગયો છે. તાજેતરમાં એક વિવાદિત પોસ્ટ પણ વાયરલ થઈ છે. આ વિવાદિત પોસ્ટમાં એમ જણાવાયું છે કે “ભ્રષ્ટાચારમાં સાથ આપે એવા, બોર્ડ મિટિંગમાં ફક્ત આંગળી ઊંચી કરે એવા, જેમને વોર્ડના લોકોના કામમાં નહીં પણ દર મહિને બંધ કવરમાં રૂપિયાની જરૂર હોય એવાં, જેમને પોતાનું આત્મ સન્માન ન હોય એવા વ્યક્તિની રાજપીપળા પાલિકા ચૂંટણી (Rajpipla Palika Election) માં ઉમેદવાર તરીકે જરૂર છે. બસ ટૂંક જ સમયમાં એક પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવશે તો એ પાર્ટીનો સંપર્ક સાધવો.”

આ વિવાદિત પોસ્ટ ઘણું બધું કહી જાય છે

રાજપીપળા પાલિકાના છેલ્લાં 5 વર્ષના શાસન દરમિયાન ભાજપના જ 4 પાલિકા સભ્યોએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતાં. બીજી બાજુ રાજપીપળા પાલિકા સભ્યોને જે તે વખતે “કવરો” મળતા હોવાની વાતોએ પણ વેગ પકડ્યો હતો. જો કે એ બાબત સાબિત થઈ ન હતી. પરંતુ આ વાયરલ વિવાદિત પોસ્ટ ભૂતકાળના એ જ આક્ષેપોનું વર્ણન કરતી હોવાનું લોકોનું માનવું છે. હાલ તો આ વિવાદિત પોસ્ટને લીધે પાલિકા ચૂંટણી પહેલાં જ રાજકારણ ગરમાયું છે.

 આ પણ વાંચોઃ Reliance Jioના 6 ટાવરમાંથી 12 રેક્ટીફાયરની ચોરી થતાં વસ્ત્રાપુરમાં નેટવર્ક બંધ