Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા પાલિકા ચૂંટણીનો ધમધમાટ, સીમાંકનથી પરિણામો બદલાઇ શકે

રાજપીપળા પાલિકા ચૂંટણીનો ધમધમાટ, સીમાંકનથી પરિણામો બદલાઇ શકે

0
159
  • પાલિકા ચૂંટણીમાં ચતુષ્કણીય જંગ જોવા મળશે
  • ભાજપના વોર્ડમાં બેઠકો અકબંધ રાખીઃ  કોંગ્રેસ
  •  ભાજપને સીધો ફાયદો કરાયોઃ કોંગ્રેસનો આક્ષેપ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાઓની બેઠકો માટે સીમાંકન જાહેર કરવામાં આવતા નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગરપાલિકા (Rajpipla Municipality)માં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. હાલ તો કોંગ્રેસ ભાજપમાં ટિકિટોને લઈને દોડધામ શરૂ થઇ ગઈ છે.ત્યારે 34,845 ની વસ્તી ધરાવતા રાજપીપળા શહેરની નગરપાલિકા ચૂંટણીમાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા સીટોમાં ફેરફાર કરતા કોંગ્રેસ ખફા થયું છે. જોકે આ વખતે રાજપીપળા પાલિકા ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ જોવા મળશે, કોંગ્રેસ ભાજપ (BJP) સાથે પહેલી વાર BTP પણ ચૂંટણી જંગમાં ઉતરશે.

તો બીજી બાજુ આ વખતે તમામ વોર્ડમાં અપક્ષો દ્વારા પણ અલગ પેનલ ઉતારવાની પૂરે પુરી સંભાવનાઓ રહેલી છે. ત્યારે હવે સત્તા કોની બને છે.કોણ અપક્ષ ઉમેદવાર કિંગ મેકર અને છે એ આવનારી ચૂંટણીના પરિણામો જ બતાવશે.

આ પણ વાંચોઃ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, હોટલના રિનોવેશન માટે 10 કરોડ સુધીની સહાય

બે ટર્મથી ભાજપની પાતળી બહુમતી

રાજપીપળા નગર પાલિકાની વાત કરીએ તો હાલમાં ભાજપ પાસે સત્તા છે,બન્ને ટર્મમાં પાતળી બહુમતીથી ભાજપ શાસન ચલાવી રહ્યું છે. રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારવા બાબતે નિર્ણય કરાતા ભાજપના જ અમુક સભ્યોએ એનો વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે વેરા વધારાના વિરોધમાં ભાજપ સિવાય કોંગ્રેસ અને અપક્ષના સભ્યોએ પણ પાલિકા સત્તાધીશો વિરુદ્ધ મોરચો માંડ્યો હતો.રાજપીપળા શહેરની જનતા વિરુદ્ધ લીધેલો વેરા વધારાનો નિર્ણય આ વખતની ચૂંટણીમાં ભાજપ માટે પ્રજા પાસે મત માંગવા જવું એ અઘરૂ સાબિત થઈ પડશે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.

અત્યાર સુધી અપક્ષનો દબદબો રહ્યો

રાજપીપળા પાલિકામાં સત્તાની વાત કરીએ તો અત્યાર સુધી પાલિકામાં અપક્ષોનો જ દબદબો રહ્યો હતો. આ વર્ષે સીમાંકન અને વોર્ડની પરિસ્થિતિ જોતા 7 વોર્ડમાં 28 બેઠકો, જેમાં 14 બેઠકો સ્ત્રી અનામત, અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક 1 માંથી 1 સ્ત્રી, અનુ.આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 6 માંથી 3 પુરુષો અને 3 સ્ત્રી બેઠક, પછાત વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા 3 પૈકી 2 સ્ત્રીની બેઠક છે.આમ કુલ અનામત બેઠકો 18 અને સામાન્ય બેઠકો 10 મળી 28 બેઠકો પર ચૂંટણી યોજાશે. આગામી દિવસોમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે, હાલમાં તો શહેરમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ રતલામનાં અફસાનાબાનું સિવિલમાં ગરદનના મણકાના TBથી પીડામુક્ત થયાં

BJP, કોંગ્રેસ, BTP અને અપક્ષ વચ્ચે રસાકસી

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પાલિકાનું સીમાંકન જાહેર થતા કોંગ્રેસે એવો આક્ષેપ લગાવ્યો છે કે અમે દરેક બોર્ડમાં પ્રજાના પક્ષમાં અવાજ ઉઠાવતા હતા એટલે ભાજપના વોર્ડમાં બેઠકો અકબંધ રાખી કોંગ્રેસના ગઢમાં ફેરફાર કરી ભાજપને સીધો જ ફાયદો કરાયો છે. હાલનું નગરપાલિકાના સીમાંકન મુજબ અમુક વર્તમાન કોર્પોરેટરોએ પોતાનો મત વિસ્તાર છોડી અન્ય વોર્ડમાંથી ચૂંટણી લડવી પડે એવી સ્થિતિ પેદા થઈ છે. હાલની નગરપાલિકા ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ બાદ અપક્ષો જ કિંગ મેકરની ભૂમિકા ભજવશે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.