Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 1 માસમાં 11 ના મોત, સુવિધાના અભાવે દર્દીની હાલત કફોડી

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 1 માસમાં 11 ના મોત, સુવિધાના અભાવે દર્દીની હાલત કફોડી

0
162
  • રાજપીપળા સિવિલ હોસ્પિટલ (Rajpipla Civil Hospital)ની સમસ્યા અંગે કાર્યવાહી નહિ થાય તો ના છૂટકે આંદોલન કરીશુ: સરપંચ પરિષદની ચીમકી

  • નર્મદાના ઊંડાણના ગામોના આદિવાસી તેમજ અન્ય સમાજના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર ન મળવાથી મૃત્યુના બનાવો બને છે

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: રાજપીપળા સિવીલ હોસ્પિટલ (Rajpipla Civil Hospital)માં સુવિધાના તથા સ્ટાફના અભાવે દર્દીઓની દયનિય સ્થિતિ બાબતે ગુજરાત સરપંચ પરિષદ નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવાએ સીએમ રૂપાણીને લેખિત રજુઆત કરી હતી. વહેલી તકે જરૂરી સ્ટાફની ભરતી નહિ થાય તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેના પ્રત્યુત્તરમાં સીએમ કક્ષાએથી આ મામલે નર્મદા જિલ્લા તંત્રને યોગ્ય કાર્યવાહી માટે આદેશ કરાયા હતા. જો કે રાજપીપળા સિવિલ હોસ્પિટલ (Rajpipla Civil Hospital)ની વર્તમાન સ્થિતિ ભૂતકાળમાં હતી એવી જ છે.

આ પણ વાંચો: દેશના વિકાસમાં ભાગીદાર બનવા સરકાર અમને મદદ કરે, ફરાસખાના એસોસીએશનની માંગ

ગુજરાત સરપંચ પરિષદ નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવાએ સીએમ રૂપાણીને ફરી રાજપીપળા સિવીલ હોસ્પિટલ (Rajpipla Civil Hospital)માં જરૂરી સ્ટાફની ભરતી કરવા રજુઆત કરી હતી તો સાથે સાથે આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. નિરંજન વસાવા રાજપીપળા સિવિલ હોસ્પિટલ (Rajpipla Civil Hospital)ના સિવિલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તાની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

Rajpipla Civil Hospital

સીએમ રૂપાણીને વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ (Rajpipla Civil Hospital)માં 11 દર્દીઓના મોત થયા હતા તથા 63 દર્દીઓને વડોદરા રિફર કરવાની ફરજ પડી હતી. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દિન પ્રતિદિન સુવિધા ન હોવાને કારણે દર્દીઓની હાલત કફોડી બનતી જાય છે. નર્મદાના ઊંડાણના ગામોમાંથી આવતા આદિવાસી તેમજ અન્ય સમાજના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર ન મળવાથી મૃત્યુના બનાવો પણ બને છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલના વર્ષોથી ખસતા હાલ છે. ક્યાં સુધી દર્દીઓને રિફર કર્યા કરીશુ અને મોતને હવાલે કરતા રહીશું.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસનો ધડાકો, ઓનલાઇન શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓ માત્ર 47 ટકા

રાજપીપળામાં નવી સિવિલ હોસ્પિટલ (Rajpipla Civil Hospital) જ્યાં સુધી ન બને ત્યાં સુધી જુની હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ તબીબોની નિમણૂક અને આધુનિક માળખાકીય સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવી જોઈએ. આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે, ત્યારે પ્રવાસીઓને સ્વાસ્થ્યને લગતો પ્રશ્ન સર્જાશે તો વિકટ સ્થિતિ પેદા થશે. રાજપીપળા સિવિલ હોસ્પિટલની સમસ્યા અંગે આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.તાત્કાલિક ધોરણે આ અંગે ઘટતી કાર્યવાહી કરવામાં નહીં આવે તો નર્મદા જિલ્લાના તમામ સરપંચોને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.