Gujarat Exclusive > દેશ-વિદેશ > સરહદ પર હાલ કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહ સંસદમાં આપશે જવાબ

સરહદ પર હાલ કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહ સંસદમાં આપશે જવાબ

0
55

નવી દિલ્હી: ભારત અને ચીન (India-China Standoff) વચ્ચે LAC પર આ વર્ષની શરૂઆતથી જ તનાવની સ્થિતિ જોવા મળી રહી છે. બન્ને દેશો વચ્ચે આ તનાવની સ્થિતિ અને સરહદ પર ચીનના આક્રામક પગલાને લઈને ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ (Rajnath Singh) આજે લોકસભામાં પોતાનો જવાબ રજૂ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે સરહદ પર તનાવ ચરમ પર છે. તાજેતરમાં જ બન્ને દેશોએ એકબીજા પર હવામાં ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. LAC પર 45 વર્ષો બાદ ગોળીબારની ઘટના ઘટી છે.

ભારતીય સેનાએ કહ્યું હતું કે, 7 સપ્ટેમ્બરની સાંજે ચીની સેના પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ભારતીય પોસ્ટની નજીક આવવાનો પ્રત્યત્ન કરો અને હવામાં ગોળીબાર પણ કર્યો હતો. અગાઉ ચીની આર્મી (PLA)એ આરોપ લગાવ્યો હતો કે, ભારતીય સૈનિકોએ LAC ક્રોસ કરી અને પેંગોંગ લેક વિસ્તારની નજીક વૉર્નિંગ ફાયર કર્યું.

ગત સપ્તાહે વિદેશ મંત્રી એસ જયશંકરે સરહદ પર સ્થિતિને ગંભીર ગણાવતા કહ્યું હતું કે, રાજનીતિક સ્તર પર ખૂબ જ ગહન વિચાર-વિમર્શની જરૂરત છે. વિપક્ષ તરફથી સતત આ મુદ્દે ચર્ચા કરાવવાની માંગને જોતા રાજનાથ સિંહનો જવાબ ઘણો અગત્યનો રહેશે.

આ પણ વાંચો: ચીનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ, વુહાનની સરકારી લેબમાં જ બન્યો કોરોના વાઈરસ!

જણાવી દઈએ કે, LAC પર બન્ને દેશોના સૈનિકો વચ્ચે લાંબા સમયથી તનાવ યથાવત છે. બન્ને દેશોના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં 5 જૂને હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થઈ ગયા હતા. જ્યારે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતું.

ઈન્ટરનેશનલ મીડિયાના રિપોર્ટ અનુસાર, ગલવાનમાં સર્જાયેલા ઘર્ષણમાં ચીનના પણ 35 થી 40 ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જો કે ચીને હજુ સુધી પોતાના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાનો સત્તાવાર આંકડો જાહેર નથી કર્યો.

સરહદ પર તનાવના માહોલ વચ્ચે બન્ને દેશોના ડિફેન્સ મિનિસ્ટર અને વિદેશ મંત્રીઓ વચ્ચે રશિયાના મૉસ્કોમાં વાતચીત થઈ ચૂકી છે. આ વાતચીતમાં મુખ્યત્વે LACની આસપાસ તનાવ ઓછો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.