Gujarat Exclusive > દેશ-વિદેશ > LAC પર તનાવ વચ્ચે ચીનના ડિફેન્સ મિનિસ્ટર અને રાજનાથ સિંહ વચ્ચે બેઠક

LAC પર તનાવ વચ્ચે ચીનના ડિફેન્સ મિનિસ્ટર અને રાજનાથ સિંહ વચ્ચે બેઠક

0
44

નવી દિલ્હી: LAC પર ચાલી રહેલા તનાવ (LAC Tension) વચ્ચે ભારત (India) અને ચીન (China)ની મહત્વની બેઠક થઈ. રશિયાની રાજધાની મૉસ્કોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) પોતાના ચીની સમકક્ષ વેઈ ફેંઘે (Wei Fenghe) સાથે મુલાકાત કરી હતી.

ચીનના ડિફેન્સ મિનિસ્ટર વેઈ ફેંઘેએ રાજનાથા સિંહને મળવા માટે સમય માંગ્યો હતો. બન્ને નેતાઓ હાલના સમયે શાંઘાઈ કોઓર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે રશિયા પહોંચ્યા છે. રાજનાથ સિંહ અને વેઈ ફેંધેના વચ્ચે આ બેઠક 2 કલાકથી વધુ ચાલી હતી.

મે મહિનાથી જ ચીન અને ભારતના સબંધો વચ્ચેમાં તનાવ વધ્યો છે. બસ ત્યારથી અત્યાર સુધી સૈન્ય અને કૂટનીતિક સ્તર પર અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. બન્ને દેશોના ડિફેન્સ મિનિસ્ટરો વચ્ચેની આ મુલાકાત અત્યાર સુધીની સૌથી હાઈલેવલ મુલાકાત રહી, જે તનાવ શરૂ થયા બાદ થઈ છે.

ભારતના ડિફેન્સ સેક્રેટરી અજય કુમાર અને રશિયામાં ભારતના ડિપ્લોમેટ ડીબી વેંકટેશ વર્મા મૉસ્કોની એક જાણીતી હોટલમાં થયેલી આ વાતચીતમાં ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા હતા.

આ પણ વાંચો: LAC પર સ્થિતિ ગંભીર, સેના દરેક પડકારનો સામનો કરવા સજ્જ: આર્મી ચીફ

ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં જ્યારે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તે બાદ પણ રાજનાથ સિંહ રશિયા પહોંચ્યા હતા. જો કે તે સમયે રશિયાની વિક્ટરી પરેડની ઉજવણી થઈ રહી હતી. તે સમયે પણ ચીનનું પ્રતિનિધિ મંડળ રશિયામાં જ હતું, પરંતુ રાજનાથ સિંહે ચીની અધિકારીઓ સાથે બેઠક નહતી કરી. ચીન તરફથી ત્યારે પણ બેઠક માટેની માંગ કરવામાં આવી હતી.

શું બન્ને દેશોના વિદેશ મંત્રીઓ પણ મળશે?
વિદેશ મંત્રી એસ જયશંકર પણ આગામી દિવસોમાં રશિયા જશે. તેઓ SCOના વિદેશ મંત્રીઓના સંમ્મેલનમાં સામેલ થશે, જ્યાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની મુલાકાત થઈ શકે છે. આ મામલે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, હજુ સુધી આ મુલાકાત નક્કી નથી.

તનાવ વચ્ચે મુલાકાત મહત્વની
બન્ને દેશોના રક્ષા મંત્રીઓની આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં અનેક ઠેકાણે તનાવ યથાવત છે. ચીને 5 દિવસ પહેલા જ પેંગોંગ ઝીલના દક્ષિણ કાંઠે ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. જો કે ભારતના જાંબાજ જવાનોએ ચીની ચાલને નિષ્ફળ કરી દીધી હતી. જે બાદ બન્ને દેશો વચ્ચે તનાવ વધી ગયો છે. હાલ બન્ને પક્ષ કૂટનીતિક અને સૈન્ય સ્તરની વાર્તા કરીને સરહદ વિવાદનો ઉકેલ લાવવા મથી રહ્યાં છે.

.