Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > VIDEO : રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે NCP નેતા રેશમા પટેલની અટકાયત

VIDEO : રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે NCP નેતા રેશમા પટેલની અટકાયત

0
140
  • NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલની પોલીસ દ્વારા અટકાયત
  • પોલીસની ગાડીમાં બેસતી વખતે રેશ્માએ ભાજપની તાનાશાહી હોવાનું જણાવ્યું
  • સિવિલ હોસ્પિ.માં દાખલ દર્દીઓના પરિવારજનોની મુલાકાત લેવાના હતાં

રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાને મળવા પહોંચેલા NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે પોલીસની ગાડીમાં બેસતી વખતે તેણીએ ભાજપની તાનાશાહી હોવાનું જણાવ્યું હતું.

આજે તારીખ 14/9/2020 નાં રોજ સમય સવારના 11 વાગે પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ મુલાકાત લેવા જવાની હતી. રાજકોટ જિલ્લા પ્રમુખ સંદીપભાઈ ડોબરીયાની અગેવાનીમાં રાજકોટ જિલ્લા NCP ટીમ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના પરિવારજનોની મુલાકાત લઈને ત્યાં તંત્ર દ્વારા ચાલતી ગેરરીતિઓ અને દર્દીઓ સાથે થતી છેતરપિંડીઓ અંગે જાણકારી મેળવવાના હતાં. ત્યાર બાદ પીડિતોના પક્ષમાં NCP પાર્ટી તંત્રને રજૂઆત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો.

આ પણ વાંચોઃ શાળાઓ ખોલવા મામલે ગુજરાત સરકારની સ્પષ્ટતા, વાલીઓની ચિંતા હળવી

જો કે પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચતા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. જ્યારે રાજકોટ પ્રમુખ સંદીપભાઈ ડોબરીયા સહિત NCP કાર્યકર્તાઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. તંત્રની પોલ ખુલે એ પહેલા જ પોલીસ તંત્ર દ્વારા રેશ્મા પટેલ સહિત કાર્યકર્તાઓની ધરપકડ કરી રાજકોટ પોલીસ હેડક્વાર્ટર લઇ જવામાં આવ્યાં હતાં.


આ પણ વાંચોઃ Corona Effect : રાજકોટ, સુરત, ખેડબ્રહ્મા, જુનાગઢમાં સ્વયંભૂ લોકડાઉન

NCPનાં પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યું છે કે,

“ભાજપની ઠોકશાહીની પોલ ના ખુલે એ માટે ભાજપ સરકાર પોલીસ તંત્રનો દૂરઉપયોગ કરી જનતાનો અવાજ દબાવી રહી છે.”

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સરકારી ચોપડે અત્યાર સુધી કોરોનાના કુલ 6,697 કેસો નોંધાયેલા છે જ્યારે 4,476 લોકો સ્વસ્થ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાથી 111 લોકોનાં મોત નિપજ્યાં છે. સરકારી ચોપડે આંકડા છુપાવવામાં આવતા હોવાના આક્ષેપ અવારનવાર થઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 31 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. જેમાં શહેરનાં 24 દર્દી, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં તૈનાત જવાનો સહિત કુલ 50 લોકો કોરોના પોઝિટિવ