Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટઃ વધુ બે સોનીના કોરોનાથી મૃત્યુઃ ગમગીન સોનીબજાર 7 દિવસ બંધ

રાજકોટઃ વધુ બે સોનીના કોરોનાથી મૃત્યુઃ ગમગીન સોનીબજાર 7 દિવસ બંધ

0
70
  • છેલ્લા 3 દિવસમાં 88 અને 24 કલાકમાં 33 મોત સાથે ચિંતા વધી
  • રાજકોટમાં જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 6100 થઇ

રાજકોટઃ કોરોનાએ દેશ-રાજ્યમાં વિસ્ફોટ સ્થિતિ સર્જી છે. તેમાંય છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રને ભરડામાં લીધો છે. ગુરુવારે રાજકોટમાં વધુ બે સોની વેપારીના કોરોનાના કારણે મૃત્યું થતાં સોનીબજારમાં ગમગીનીનો માહોલ છે. તેથી  બજાર 12થી 19 સપ્ટેમ્બર સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના મહામારીથી સ્થિતિ ચિંતા જનક બની છે. છેલ્લા 3 દિવસમાં 88 લોકોનાં મોત સાથે આંકડો 108 પર પહોંચ્યો છે.

રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6100  પહોંચી ગઇ છે. ગત શનિ અને રવિવારે અગ્રણી સોની વેપારી હરીશભાઇ સાહોલિયા અને તેમનાં પત્ની હંસા બેન સાહોલિયાના નિધન બાદ ગુરુવારે વધુ બે સોની વેપારીનો કોરોનાએ ભોગ લેતા વેપારી આલમમાં દુઃખની લાગણી ફરી વળી છે.

ગુરુવારે સોના બજારના સોની વેપારી હરેશભાઇ જયંતીલાલ આડેસરા અને ગિરિરાજ ચેમ્બરના ખજાનચીનું કોરોના મહામારીને લીધે મૃત્યું નીપજ્યું હતું. પરિણામે બજારના સત્તાધીશોએ સોની બજાર 12થી 19 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ રાજયના ડોક્ટરો જ કોરોનાથી અસુરક્ષિત,તો પ્રજા કોને ભરોસે?

રાજકોટમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. એક જ દિવસમાં 154 નવા કેસ નોંધાતા તંત્ર દોડતુ થઇ ગયું છે. રાજકોટ શહેરમાં કોરોનાના 4054 પોઝિટિવ કેસ થયા. જ્યારે ગ્રામ્યમાં પણ 2000થી વધુ દર્દી સાથે કુલ આકંડો 6100 થઇ ગયો છે. રાજકોટમાં કુલ 108 લોકોનાં કોરોનાથી મોત નીપજ્યાં જેમાં 88 લોકોનાં છેલ્લા ત્રણ દિવસમાં મૃત્યુ થયા હોવાથી ચિંતા વધી છે. તેમાં પણ 24 કલાકમાં 32 લોકો ભોગ બન્યા છે. રાજકોટ શહેરમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. ત્યાં એક દિવસમાં 24 દર્દીએ જીવ ગુમાવ્યો.

રાજકોટમાં કોરોના બન્યો ચિંતાનો વિષય, બે દિવસમાં કુલ 33 લોકોનાં મોત

રક્ષિત પંડ્યા, રાજકોટ: કોરોના વાયરસના કહેરથી સમગ્ર ગુજરાતના લોકો પરેશાન છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી મોતનો આંક વધતો જતો હોય તેવું દેખાઇ રહ્યું છે. રાજકોમાં કોરોનાથી આજના દિવસે કુલ 17 લોકોના મોત થયા છે. જ્યારે આ આંક વધી પણ શકે છે. રાજકોટ શહેર અને જિલ્લા સહિત જામનગર, સુરેન્દ્ર નગર અને મોરબી જિલ્લાના દર્દીના મોક થયા છે. જ્યારે બે દિવસમાં કુલ 31 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ કોરોના ગ્રહણ : 17 કર્મચારીઓ પોઝિટિવ આવતા ગુજરાત હાઇકોર્ટ 4 દિવસ બંધ

નાયબ મુખ્યમંત્રીએ કર્યું મોટું નિવેદન

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસની અંદર 88 જેટલા કોરોના ના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ત્યારે સમગ્ર મામલે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં મોટું નિવેદન કરતા જણાવ્યું હતું કે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં જેટલા પણ કોરોના દર્દીઓના મૃત્યુ નીપજે છે તેમના મૃત્યુનું કારણ માત્ર કોરોના નથી હોતું. મૃત્યુ પામેલા દર્દીઓ પૈકી 60થી 70 ટકા દર્દીઓ અન્ય રોગની બીમારીથી પીડાતા હોય છે જેના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજતાં હોય છે.

રાજકોટ સિવલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા કુલ 17 દર્દીઓના મોત થયા છે. રાજકોટ શહેર અને જિલ્લા સહિત અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના દર્દીના મોત થયા છે. રાજકોટ શહેરના 4 અને ગ્રામ્યના 2 દર્દીઓના મોત થયા છે. જ્યારે ગઇકાલે પણ કોરોનાથી 14 દર્દીઓના મોત થયા હતા. આ સાથે રાજકોટમાં કોરોનાને કારણે બે દિવસમાં કુલ 33 લોકોના મોત થયા છે. ત્યારે સતત વધતા જતા મૃત્યુ આંકને કારણે રાજકોટવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ ખેલૈયાઓ માટે ખુશખબર! સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે