Gujarat Exclusive > The Exclusive > રાજપીપળા પાલિકાએ કોરોના કેહેર વચ્ચે શરૂ કર્યું વર્ષોથી ટલ્લે ચઢેલું આ કાર્ય

રાજપીપળા પાલિકાએ કોરોના કેહેર વચ્ચે શરૂ કર્યું વર્ષોથી ટલ્લે ચઢેલું આ કાર્ય

0
142
  • કોરોના કાળ વચ્ચે નગરજનોને શુદ્ધ પાણી આપવા 9 ટાંકાઓની સફાઈ

  •  કચરો, ક્ષાર કાઢી શુદ્ધ પાણી ભરી કલોરીનેશન કરીને પાણી વિતરણ કરવામાં આવ્યું

રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોના (Rajapipla Latest News Update) સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે.અને કોરોનામાં પોતે સ્વચ્છ રહી સ્વચ્છ ગરમ પાણી પીને બચવાનું છે.ત્યારે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ જિગીશાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા અને ચીફ ઓફિસર જયેશ પટેલ સહીત સભ્યો ભેગા મળી શહેરના લોકોને સ્વચ્છ પાણી મળી રહે એ માટે આયોજન કરવાનું નક્કી કર્યું.

રાજપીપળા શહેરના (Rajapipla Latest News Update) વિવિધ વિસ્તારોમાં લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીઓનું સફાઈ કાર્ય વર્ષોથી ટલ્લે ચઢેલું હતું.રાજપીપળા પાલિકાના (Rajapipla Latest News Update) વોટર વર્કસના કર્મચારીઓ, પાલિકા કર્મચારીઓના (Rajapipla Latest News Update) પ્રથમ તો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા, એ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા એ કર્મચારીઓની (Rajapipla Latest News Update) અલગ અલગ ટિમો બનાવી શહેરની તમામ ટાંકીઓ સફાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવી.

આ પણ વાંચો: સતત કોરોના પોઝિટિવ કેસો વધતા સુરતમાં ત્રણ ડાયમંડ યુનિટ સિલ

રાજપીપળા પાલિકાના (Rajapipla Latest News Update) ઈજનેર હેમરાજસિંહ સહીત વોટર વર્કસના કર્મચારીઓ રાજપીપળામાં (Rajapipla Latest News Update) આવેલ મુખ્ય ટાંકાઓ પૈકી વોટર વર્કસની એક 9 લાખ લીટરની અને બીજી 4.5 લાખ લીટરની ટાંકી, ગાર્ડનમાં આવેલી એક 4 લાખ લીટરની અને બીજી 4.5 લાખ લીટરની ટાંકી, આરબ ટેકરામાં આવેલી 1 લાખ લીટરની ટાંકી, ટેકરા ફળિયામાં આવેલી 4 લાખ લીટરની ટાંકી, લાલ ટાવર પાસે આવેલી 4 લાખ લીટરની ટાંકી મળી 7 ટાંકીઓનું 3-4 દિવસની જહેમત બાદ સફાઈ હાથ ધરી હાલ શહેરની જનતાને શુદ્ધ પાણી પહોંચાડાઈ રહ્યું છે.

જો કે હવે દર બે ત્રણ મહિને તમામ ટાંકીઓની સફાઈ કરી શુદ્ધ પાણી આપવામાં આવે એ માટે વોટર વર્કસના કર્મચારીઓને સૂચના પણ આપવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પાલિકા (Rajapipla Latest News Update) દ્વારા હાથ ધરાયેલા આ સફાઈ કાર્યને સોશિયલ મીડિયામાં લોકોએ વિરોધાભાસી વલણ પણ અપનાવતા જે ચર્ચાનું કારણ બન્યું હતું.

નર્મદામાં આરોગ્ય સુવિધાના નામે મીંડું: વકીલે લખ્યો CM રૂપાણીને સનસનીખેજ પત્ર

ગુજરાતના ખૂણા ખૂણામાં આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી સહિત અન્ય તમામ પ્રાથમિક સુવિધાઓ પહોંચી હોવાના બણગા ગુજરાતની ભાજપ સરકાર ફૂંકી રહી છે. ત્યારે ડેડીયાપાડાના વકીલે CM વિજય રૂપાણીને લખેલો. નર્મદા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓની પોલ ખોલતો એક પત્ર નર્મદા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓના નામે મીંડું હોવાનું સાબિત કરે છે.

અગાઉ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પણ સુવિધાઓના અભાવે દર્દીઓનું મૃત્યુ થતું હોવાની રજૂઆત CM રૂપાણીને ગુજરાત સરપંચ પરિષદના નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવાએ કરી હતી. આ બન્નેવ કિસ્સાઓ એ સાબિત કરે છે કે હજુ પણ આદિવાસી વિસ્તારોના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

આ પણ વાંચો: દેત્રોજના ચકચાર મર્ડર કેસના આઠ આરોપીઓના શરતી જામીન મંજૂર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વકીલ હિતેશ દરજીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સનસનીખેજ પત્ર લખ્યો છે. એ મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની સગર્ભા મહિલાઓ કુપોષણનો ભોગ બની રહી છે, આ વિસ્તારમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબની નિમણૂંક થઈ નથી. અહીંના પુરુષો રોજગારી માટે અન્ય શહેરોમાં જાય છે તો જ્યારે અચાનક ડિલિવરીનો સમય આવે ત્યારે સગર્ભા મહિલાઓને અન્ય શહેરમાં લઈ જતી વખતે રોડ-રસ્તા ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ડેડીયાપાડાના સિવિલ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડૉ.વી.એમ.કંથારિયાની (MD, એનેસ્થેટિક) નિમણૂંક થઈ છે. કોઈ પણ સારવાર હોય એમની હાજરી અનિવાર્ય છે. તેમ છતાં તેઓ પોતાની અનુકૂળતાએ 24-24 કલાક નોકરી કરી હેડક્વાર્ટર પર રહેવાની જગ્યાએ દાહોદ કે વડોદરા જતા રહે છે. પોતે હોસ્પિટલના વડા હોવા છતાં રામ ભરોસે હોસ્પિટલ મૂકી જતા રહે છે તો બીજી બાજુ પોતાના સ્ટાફ પાસે કામગીરી લેવામાં પણ ચોકસાઈ દાખવતા નથી.

આ પણ વાંચો: પાટીદાર આગેવાન દુર્લભ પટેલ આત્મહત્યા કેસઃ રાજુ ભરવાડ -ભાવેશ સવાણીની ધરપકડ

ડેડીયાપાડા સરકારી દવાખાનામાં બ્લડ સ્ટોરેજ કરવા સરકારે ઉપલબ્ધ કરાવેલા લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાય છે તો યોગ્ય સ્ટાફનો પણ અભાવ છે. ડેડીયાપાડા સરકારી દવાખાનામાં એક જ સેમ્પલથી તમામ ટેસ્ટ પરિણામ મળી રહે એ માટે ઓટો સેલ્ફ ટેસ્ટ કીટની શરૂઆત કરવાની જરૂરિયાત છે. ડેડીયાપાડા સિવિલ સબ સેન્ટરમાં તાત્કાલિક સ્ત્રી રોગ નિષ્ણાંતની નિમણૂંક કરી ડેડીયાપાડા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ હેડ ક્વાર્ટર પર હાજર રહે એવી તાકીદ કરવા પણ રજૂઆત કરી હતી.