Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર બહુ લાંબા સમય સુધી નહી ચાલે: રાજ ઠાકરે

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર બહુ લાંબા સમય સુધી નહી ચાલે: રાજ ઠાકરે

0
46
  • મહાવિકાસ આઘાડી સરકાર પર મનસે પ્રમુખની ભવિષ્યવાણી

  • કોરોના મહામારી વચ્ચે રામ મંદિરના ભૂમિ પૂજનનું આયોજન અયોગ્ય

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)એ શુક્રવારે શિવસેના, નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસના ગઠબંધન વાળી મહાવિકાસ આઘાડી (MAV) ગઠબંધનની સરકારના ભવિષ્ય પર સવાલ ઉઠાવ્યા છે.

આ અંગે રાજ ઠાકરેએ એક મરાઠી ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું કે,
“મહા વિકાસ આઘાડી (MAV)ની સરકાર લાંબા સમય સુધી નહીં ચાલે. કેમલે સત્તામાં સામેલ સહયોગી પાર્ટીઓ વચ્ચે એકતાનો અભાવ છે. મને નથી લાગતું કે આ સરકાર લાંબા સમય સુધી ચાલે. આ મારી ઈચ્છા નથી કે, સરકાર ઉથલવી જોઈએ. જો કે સરકાર જેમાં સત્તામાં ભાગીદાર પાર્ટીઓ વચ્ચે એકતા નથી. તેઓ એકબીજા સાથે ચર્ચા-વિચારણા પણ નથી કરતા.”

આ પણ વાંચો: નવી શિક્ષા નીતિનું કોંગ્રેસની નેતાએ કર્યું સમર્થન, રાહુલ ગાંધીની માંગી માફી

કોરોના મહામારી વિશે બોલતા રાજ ઠાકરેએ જણાવ્યું કે, બીમારી વિશે લોકોના મનમાં રહેલો ભય દૂર કરવો જરૂરી હતી. મહામારી દરમિયાન માસ્ક પહેરવા વિશે પોતાનો અભિપ્રાય જણાવતા રાજ ઠાકરેએ જણાવ્યું કે, તેની કોઈ જરૂર નથી. જ્યારે COVID-19ની સ્થિતિ પર ચર્ચા માટે ગત મે મહિનામાં મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી સર્વદલીય બેઠકમાં સામેલ થવા દરમિયાન મેં માસ્ક નહતું પહેર્યું. એ પછી પણ ક્યારેય નથી પહેર્યું. જો કે ઠાકરેએ જણાવ્યું કે, તકેદારી દાખવતા આદેશોનું પાલન કરવુ જોઈએ. સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ.”

રામ મંદિર પર પ્રશ્નનો જવાબ આપતા મનસે પ્રમુખે જણાવ્યું કે, “વૈશ્વિક મહામારીના સંકટને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો પ્રસંગ હાલ પૂરતો મોકૂફ રાખવો જોઈતો હતો. રાજ ઠાકરેએ “ઈ-ભૂમિ પૂજન” અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સૂચનને પણ ફગાવ્યું હતું. ”