Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: ફોઈ કુંવારી રહી પોતાના મૃત ભાઈના સંતાનોનો કરી રહી છે ઉછેર

નર્મદા: ફોઈ કુંવારી રહી પોતાના મૃત ભાઈના સંતાનોનો કરી રહી છે ઉછેર

0
627

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ફક્ત માતા-પિતાના સહારે જીવતા બે સંતાનો માટે દુઃખની ઘડી ત્યારે આવે છે જ્યારે માતા-પિતાનું મૃત્યુ થાય અને અનાથ બની જાય. એ જ અનાથ સંતાનોને પોતાનું વિચાર્યા વિના કોઈ કુટુંબી પાલન પોષણ કરે એ આજના જમાનામા વિચારવું પણ ઘણું મુશ્કેલ છે. પરંતુ પોતે કુંવારા રહી પોતાના મૃત ભાઈ-ભાભીના બે સંતાનોનો ઉછેર કરતો એક કિસ્સો નર્મદા જિલ્લામાં જોવા મળ્યો છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગોપાલીયા ગામના રહીશ આશરે 45 વર્ષીય સુમિત્રાબેન આંટીયાભાઇ વસાવા કે જેઓ ગોપાલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા ફેસીલેટર તરીકેની સરકારી સેવાઓ આપીને તેમના કુટુંબનું ભરણ-પોષણ તો કરે જ છે. પરંતુ પોતાના ભાઇ અને ભાભીના આકસ્મિક નિધનને લીધે નિરાધાર બનેલ ભાઇના બે સંતાનો ઉર્વશી અને યુવરાજના પાલન-પોષણ પણ કરે છે. 11/6/2010 ના રોજ વિજ કરંટ લાગવાથી પોતાના ભાઇ પ્રતાપભાઇ આંટીયાભાઇનું આકસ્મિક નિધન થયું હતું. ત્યાર બાદ તેમના ભાભી નોરતીબેન પ્રતાપસિંહ વસાવા પણ માનસિક આઘાતના કારણે બિમાર થઇ જવાથી તેમનું પણ 11/7/2010 ના રોજ નિધન થયું હતું. આમ સુમિત્રાબેન પર સમગ્ર પરિવારની જવાબદારી આવી જતાં, આ આઘાતજનક પરિસ્થિતિમાં અનાથ-નિરાધાર બનેલા બન્ને સંતાનોનું સુમિત્રાબેન પોતે કુંવારા રહીને પોતાની 80 વર્ષની લકવાગ્રસ્ત વૃધ્ધ માતા સાથે રહીને એકલા હાથે પાલન પોષણ કરી રહયાં છે.

સુમિત્રાબેન વસાવા જણાવે છે કે,સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ મારા બંને ભત્રીજા-ભત્રીજીને મળી રહેલી સરકારી સહાયને લીધે આજે હું તેમનું સારી રીતે ભરણ પોષણ કરી રહી છું.અને તેઓ સારૂ શિક્ષણ મેળવી રહયા છે,જેથી મારા ભત્રીજા-ભત્રીજી માટે સરકારની આ યોજના સાચા અર્થમાં વરદાનરૂપ સાબિત થઇ છે.રાજય સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ રૂા.3000/- લેખે આ બંને સંતાનો માટે માસિક રૂા.6000/- જેવી સહાય અને નેશનલ સોશિયલ અસિસ્ટન્ટ પ્રોગ્રામના (N.S.A.P.)ના પોર્ટલ પરથી D.B.T ડાયરેકટ બેનીફીસીયલ ટ્રાન્સફરની મદદથી લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે.સરકારની આ યોજનાના લાભ થકી આજે ઉર્વશીબેન વસાવાએ આ યોજનાની સહાયથી આણંદ ખાતે નર્સીગ કોલેજમાં બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે,જયારે યુવરાજ વસાવા હાલમાં ધો-12 માં અભ્યાસ કરી રહયો છે.આ બંન્ને બાળકો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોવાથી તેમનાં શૈક્ષણિક કાર્યમાં પણ તેઓ શ્રેષ્ઠ દેખાવ કરી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજય સરકારના સમાજ સુરક્ષા વિભાગ હેઠળ બાળ સુરક્ષા એકમ દ્વારા અમલી પાલક માતા-પિતા યોજના હેઠળ 0 થી 18 વર્ષની ઉંમરના અનાથ (માતા-પિતા મૃત્યુ પામેલ હોય) નિરાધાર બાળક અથવા તો 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોના માતા-પિતા પૈકી પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન: લગ્ન કરીને બાળકોને ત્યજેલ હોય તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે.સરકાર તરફથી આ યોજના અંતર્ગત અનાથ બાળકોને દર માસે રૂા. 3000/- ની સહાય અભ્યાસ અને ભરણપોષણ માટે અપાઇ રહી છે.નર્મદા જિલ્લામાં હાલમાં કુલ ૪૬૩ લાભાર્થીઓને રૂા. 3000/- લેખે માસિક રૂા.13.89 લાખની સહાય ચૂકવાઇ રહી છે.

સુમિત્રાબેનના બંને ભત્રીજા-ભત્રીજીને ગત 7 મી જાન્યુઆરીથી પાલક માતા-પિતા યોજના હેઠળ અત્યાર સુધી રૂા.1.02 લાખની ચૂકવાયેલી સહાયની રકમનો ઉપયોગ પાલકમાતા સુમિત્રાબેન વસાવા દ્વારા આ બાળકોના અભ્યાસ અર્થે કરેલ છે.અને પોતાના સંતાનોની જેમ જ યોગ્ય દેખરેખ અને કાળજી રાખતા સુમિત્રાબેન આ બાળકોનું ભવિષ્ય ઉજજવળ બનવાની સાથે આર્થિક રીતે પગભર થાય તેવું સ્વપ્ન સેવી રહયાં છે,ત્યારે જિલ્લાના 463 જેટલાં આવા લાભાર્થીઓ માટે સરકારની આ યોજના નિરાધારના આધાર રૂપે સાચા અર્થમાં સાર્થક બની રહી છે.

સુમિત્રાબેનના બંને ભત્રીજા-ભત્રીજીને ગત 7 મી જાન્યુઆરીથી પાલક માતા-પિતા યોજના હેઠળ અત્યાર સુધી રૂા.1.02 લાખની ચૂકવાયેલી સહાયની રકમનો ઉપયોગ પાલકમાતા સુમિત્રાબેન વસાવા દ્વારા આ બાળકોના અભ્યાસ અર્થે કરેલ છે.અને પોતાના સંતાનોની જેમ જ યોગ્ય દેખરેખ અને કાળજી રાખતા સુમિત્રાબેન આ બાળકોનું ભવિષ્ય ઉજજવળ બનવાની સાથે આર્થિક રીતે પગભર થાય તેવું સ્વપ્ન સેવી રહયાં છે,ત્યારે જિલ્લાના 463 જેટલાં આવા લાભાર્થીઓ માટે સરકારની આ યોજના નિરાધારના આધાર રૂપે સાચા અર્થમાં સાર્થક બની રહી છે.

અમેરિકામાં બે ભારતીય યુવકોએ સ્વામીનારાયણ મંદિરમાં એક બીજા સાથે કર્યા લગ્ન