Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરામાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજોમાં રજા, ટ્રેનો થઈ રદ્દ

વડોદરામાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજોમાં રજા, ટ્રેનો થઈ રદ્દ

0
400

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.વડોદરામાં માત્ર 4 કલાકમાં જ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે કરજણમાં 5 ઇંચ, ડભોઇમાં 4 ઇંચ, વાઘોડિયામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો.વડોદરા શહેરમાં આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયો છે.આવતીકાલે ખાનગી અને શાળા-કોલેજો રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં વરસાદને કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરા જીલ્લામાં ગત મોડી રાત્રીથી અત્યાર સુધીમાં 5 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. લાંબા સમય બાદ મેઘરાજાની મહેરબાનીથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પરંતુ, કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાને કારણે સ્કૂલે જતા બાળકો, અને નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લારી, પાથરણા કરી ધંધો કરતા લોકોની હાલત પણ કફોડી બની છે, વરસાદના કારણે ધંધા રોજગાર પર પણ આજે અસર જોવા મળી રહી છે.

કેટલાક વિસ્તારોમાં વરસાદને પગલે વીજપુરવઠો ખોરવાઇ ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. વીજ કંપનીઓની ટીમ ચાલુ વરસાદે પણ વીજ પુરવઠો ફરી શરૂ થાય તે માટે કામે લાગી ગઈ છે. સૌથી વધુ કફોડી હાલત ઝુંપડામાં રહેતા લોકોની છે, વરસાદથી બચવા માટે તે લોકો અવનવા પ્રયોગ કરી રહ્યા છે. તે ઉપરાંત અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયો છે.

‘ગબ્બર ઇઝ બેક’, જાણો પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કઇ રીતે બન્યો પાસ કન્વિનર