Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અરવલ્લી-મહીસાગરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

અરવલ્લી-મહીસાગરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

0
393

છેલ્લા કેટલા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડુતોમાં ખુશીની લહેર વ્યાપી છે. મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી દીધી છે અને ભારે બફારા બાદ સવારથી અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો. જિલ્લાના માલપુર મેઘરજ મોડાસા બાયડ ધનસુરા અને ભિલોડા તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે. હાલ પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે.

અરવલ્લીની સાથો સાથ મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જિલ્લામાં 12 દિવસ બાદ ફરી એક વખત વરસાદનું આગમન થયું છે. લુણાવાડા, ખાનપુર, કડાણા અને બાલાસિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ આવતા જ સમગ્ર પંથકમાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા.

વાયુ વાવાઝોડું આવ્યું તે સમયે વરસાદની સિસ્ટમ સર્જાઇ હતી અને ત્યારે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. દરિયાકિનારાના વિસ્તારમાં ‘વાયુ’ વખતે સારો વરસાદ થયો હતો. પરંતુ ત્યારબાદ ફરી સમગ્ર ગુજરાત કોરું ધાકોર જેવું થઇ ગયું હતું. અસહ્ય ઉકળાટની વચ્ચે લોકો મેઘરાજાની વાટ જોઇ રહ્યા છે.જયારે સમગ્ર વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી છે. ધરતી પુત્રોને ચોમાસુ વાવેતર કર્યા બાદ ખેતીપાક મુર્જાવવાની તૈયારીમાં હતો અને હવે એવામાં મેઘરાજાએ એન્ટ્રી કરતા ધરતી પુત્રોમાં આંનદની લાગણી જોવી મળી રહી છે.

કચ્છના હાજીઓ ફલાઈટમાં ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર અટવાયા