Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઈ વરસાદ: મહાલક્ષ્મી એક્સપ્રેસમાં રેસક્યૂ ઓપરેશન પૂર્ણ, NDRFએ મુસાફરોના જીવ બચાવ્યા

મુંબઈ વરસાદ: મહાલક્ષ્મી એક્સપ્રેસમાં રેસક્યૂ ઓપરેશન પૂર્ણ, NDRFએ મુસાફરોના જીવ બચાવ્યા

0
744

મુંબઇમાં ભારે વરસાદને કારણે ટ્રેનોની અવર જવર પર અસર પડી છે. બદલાપુર અને વાંગની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેક પર પાણી ભરાઇ જવાને કારણે ફસાઇ ગઇ હતી. ટ્રેનમાં લગભગ 700 મુસાફર હતા, જેમણે એનડીઆરએફની ટીમે રેસક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ પહોચાડી દીધા છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સિટી પોલીસની ટીમોએ મુસાફરોને ભોજનની સામગ્રી આપી હતી. રેસક્યૂ કરવામાં આવેલા મુસાફરોમાં 9 ગર્ભવતી મહિલા પણ સામેલ હતી, જેમને કારણે મહિલા ડોક્ટર્સ સહિત 37 ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 13 રેલ્વેના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જ્યારે 2 ટ્રેનોને રદ કરવામાં આવી છે.

નિત્યાનંદ રોયે જણાવ્યુ- કઇ રીતે પૂર્ણ થયુ રેસક્યૂ ઓપરેશન

મહાલક્ષ્મી એક્સપ્રેસના રેસક્યૂ ઓપરેશન પર ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રોયે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં એનડીઆરએફે પોતાના સંશાધનોમાં એવુ આધુનિકીકરણ કર્યુ છે કે તે દેશના કોઇ પણ ભાગમાં સફળતાપૂર્વક કામ કર્યુ છે. 900 લોકોને વડાપ્રધાન અને ગૃહમંત્રીના મેનેજમેન્ટને કારણે બચાવવામાં આવ્યા છે, તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે એરફોર્સ, રેલ્વે અધિકારીઓ અને મહારાષ્ટ્ર સરકારના ઓફિસરો સાથે વાતચીત કરી હતી. અમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે સંપર્કમાં હતા, ગૃહ મંત્રી ખુદ આખા ઓપરેશન પર નજર રાખી રહ્યાં હતા.

ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પર પાણી ભરાવવાના કારણે બદલાપુર અને વાનગની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ફસાઈ ગઈ છે. ટ્રેનમાં લગભગ 2000 યાત્રીઓ છે. RPF અને સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા મુસાફરો માટે બિસ્કિટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે મધ્ય રેલવેના પ્રવક્તાએ ટ્રેનમાં અટવાયેલા મુસાફરોને આગ્રહ કરતા જણાવ્યું છે કે, તેઓ ટ્રેનમાંથી નીચે ના ઉતરે, ટ્રેન સુરક્ષિત સ્થાન પર છે. NDRF અને અન્ય બચાવ ટીમ દ્વારા અન્ય આદેશોની રાહ જુએ. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, અનેક ફ્લાઈટો રદ્દ