Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું કોંગ્રેસ માટે વરદાન સાબિત થશે રાહુલ ગાંધીનું રાજીનામું?

શું કોંગ્રેસ માટે વરદાન સાબિત થશે રાહુલ ગાંધીનું રાજીનામું?

0
256

નવી દિલ્હીઃ અમે નહી પરંતુ ઉત્તરપ્રદેશનો તમામ એક કાર્યકર્તા ઇચ્છે છે કે રાહુલ ગાંધી કોગ્રેસ અધ્યક્ષ રહે કારણ કે તે એક જ છે પાર્ટીને આ માહોલમાં સંભાળી શકે છે અને દેશને ભાજપની ચુંગાલમાંથી આઝાદ કરાવી શકે છે. ઉણપ તમામ લોકોમાં હોય છે પરંતુ જો તે પોતાનું મન બનાવી ચૂક્યા છે તો કોગ્રેસ કાર્યસમિતિ જે નિર્ણય લેશે તે અમને મંજૂર રહેશે. ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના કોગ્રેસ જિલ્લા અધ્યક્ષ વીરેન્દ્ર પ્રતાપ પાંડેયે રાહુલ ગાંધીના રાજીનામાને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ વાત કહી હતી. પાંડે છેલ્લા ત્રણ દાયકાથી રાજનીતિ અને કોગ્રેસ બંન્ને સાથે જોડાયેલા છે અને છેલ્લા છ વર્ષથી કોગ્રેસ જિલ્લા અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ કહે છે કે જે પણ નવો અધ્યક્ષ બને તે યુવા હોય અને સાથે તેમની પાસે પાર્ટી ચલાવવાનો અને સંગઠનમાં કામ કરવાનો અનુભવ હોવો પણ જરૂરી છે. સરકાર ચલાવવી અને સંગઠન ચલાવવામાં અંતર હોય છે. સરકાર ચલાવવા તમને આખી મશીનરી મળે છે પરંતુ સંગઠન ચલાવવા તમારે એક મશીનરી તૈયાર કરવી પડતી હોય છે.

દેશની 134 વર્ષ જૂની કોગ્રેસ પાર્ટીને સતત બીજી સામાન્ય ચૂંટણીમાં 10 ટકાથી ઓછી બેઠકો મળી છે. 2014માં પાર્ટી 44 બેઠકો પર સમેટાઇ ગઇ હતી. જ્યારે 2019માં 52 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ચૂંટણીના પરિણામો બાદ 25 મેના રોજ કોગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં બહારની જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધી હતુ જેને લઇને કોગ્રેસ કાર્ય સમિતિએ ફગાવી દીધું હતું. તે સમયે લાગતુ હતુ કે રાહુલ ગાંધી રાજીનામું પાછુ લેશે પરંતુતેઓપોતાના નિર્ણયમાં અડગ રહ્યા હતા. અને 3 જૂલાઇ રોજ રાહુલ ગાંધી એ જાહેરમાં રાજીનામું આપ્યાનું સ્વીકારી લીધુ હતું.

કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી કર્ણ સિંહે છેલ્લા સપ્તાહમાં કહ્યુ હતું કે, જલદી કોગ્રેસ કાર્ય સમિતિની બેઠક બોલાવીને નિર્ણય કરવામાં આવે. 25 મેના રોજ ગાંધીના રાજીનામા બાદ જે અટકળો વહેતી થઇ છે તેનાથી તે પરેશાન છે. પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા જનાર્દન દ્ધિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પદ છોડતા અગાઉ નવા અધ્યક્ષને લઇને કોઇ વ્યવસ્થા કરવી જોઇતી હતી. 80ના દાયકાથી પાર્ટી સાથે જોડાયેલા બદાયૂ જિલ્લા કોગ્રેસ અધ્યક્ષ સાજિદ અલીએ કહ્યું કે, અમે એટલું ઇચ્છીએ છીએ કે જે પણ નિર્ણય થાય જલદી થાય. નિર્ણય લેવામાં મોડુ થાય તે પાર્ટી માટે સારુ નથી.

વરિષ્ઠ પત્રકાર અને રાજનીતિક વિશ્લેષણ નીરજા ચૌધરી રાહુલ ગાંધીના રાજીનામાને સારી પરંપરા તરીકે જોવે છ. તે કોગ્રેસ પાર્ટીના વલણ પર નારાજગી વ્યક્ત કરતા કહે છે કે ત્યારબાદ કોગ્રેસને રાહુલનારાજીનામાથી જે ફાયદો થઇ શકતો હતો તે બરબાદ થઇ ગયો છે. રાહુલના રાજીનામા બાદ કોગ્રેસના અનેક મહાસચિવોએ રાજીનામું આપ્યુ જેમાં હરિશ રાવત. મિલિંદ દેવડા, જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ સામેલ છે. કોગ્રેસ મહાસચિવ દીપક બાવરિયા સહિત ઓલ ઇન્ડિયા કોગ્રેસ કમિટિ સાથે વિવિધ રાજ્યોના લગભગ 150 કોગ્રેસ નેતાઓએ પોતાના પદો પર રાજીનામું આપ્યું છે. જેમાં દિલ્હી કોગ્રેસ કાર્યકારી અધ્યક્ષ રાજેશ લિલોઠીયા, હરિયાણા પ્રદેશ મહિલા કોગ્રેસ અધ્યક્ષ સુમિત્રા ચૌહાણ, તેલંગણા કોગ્રેસ ઉપાધ્યક્ષ પૂનમ પ્રભાકર સામેલ છે. રાહુલના રાજીનામા બાદ કોગ્રેસમાં લાગેલી રાજીનામાની હાર પર ચૌધરીએ કહ્યું કે, સાત સપ્તાહ બાદ આટલી મોટી પાર્ટી રાહુલ ગાંધીના રાજીનામા પર કોઇ નિર્ણય લઇ શકી નથી. 400 લોકોના રાજીનામા લઇ લીધા પણ એક કાર્યકારી અધ્યક્ષ બનાવી શકી નથી. તેમને મતે રાહુલ ગાંધી પરિવારવાદના આરોપોને લઇને ગંભીર થયા છે.

ઓવૈસીનો પ્રજ્ઞા ઠાકુર પર હુમલો, પીએમ મોદીના અભિયાનને પડકાર આપી રહ્યાં છે ભાજપ સાંસદ

યંગ ઇન્ડિયાના લોકોને પરિવારવાદની રાજનીતિ પસંદ નથી આવતી અને તેને જોઇને રાહુલે રાજીનામું આપ્યું છે. રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યને લઇને રાશિદ કિદવઇ કહે છે કે વિફલતા એક મોટી દુખદ અધ્યાય છે. મારા મતે રાહુલ ગાંધીનું પાછુ આવવું મુશ્કેલ છે. કોગ્રેસમાં રાહુલ ગાંધીનો અધ્યાય ખત્મ થઇ ચૂક્યો છે. વર્ષ 2003માં કોગ્રેસ પાર્ટીની સાથે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરનારા રાહુલ ગાંધી પાર્ટીની અંદર વિવિધ જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા છે. લાંબા સમય બાદ વર્ષ 2017માં તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પરંતુ બે વર્ષથી ઓછા સમયમાં તેમણે પદ છોડવાની જાહેરાત કરી દીધી છે.ઉમાશંકર સિંહનું માનવું છે કે કોગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીની ભૂમિકા હવે સીમિત થઇ જશે. તે પાર્ટીના એક નેતા, સોનિયા ગાંધીના દીકરા અને પ્રિયંકા ગાંધીના ભાઇના રૂપમાં હાજર રહેશે. તેઓએ આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ અસફળ રહ્યા. નરસિંમ્હા રાવ રાજનીતિ છોડીને ઘર જઇ રહ્યા હતા પરંતુ અચાનક તે વડાપ્રધાન બની ગયા હતા.

1984માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1985માં રાજીવ ગાંધી કોગ્રેસ અધ્યક્ષ અને વડાપ્રધાન બન્યા હતા. જોકે, 1989ની ચૂટણીમાં કોગ્રેસ સત્તાથી બહાર થઇ ગયા હતા. 1991માં 10મી લોકસભા ચૂંટણી થઇ અને મતદાન દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઇ ગઇ. 1991-98 સુધી પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને સીતારામ કેસરી પાર્ટી અધ્યક્ષ રહ્યા અને સોનિયા ગાંધીએ 1998માં પાર્ટીની કમાન સંભાળી હતી. જ્યારે 2004માં કોગ્રેસ સાંસજદ બનનારા રાહુલ ગાંધીએ 2004-14ની કોગ્રેસ સરકારમા કોઇ ભૂમિકા નહોતી. ચૂંટણી ઇતિહાસ બતાવે છે કે વિકલ્પોની અછત અને દુવિધાનો સમય કોગ્રેસ સુધી સિમિત નથી રહ્યો.

2009મા લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અડવાણીને પુરો વિશ્વાસ હતો કે મનમોહન સિંહના બદલે પ્રજા તેમની પસંદગી કરશે પરંતુ તેવું થયું નહોતું. ત્યારે 205 બેઠકો મેળવનારી કોગ્રેસ ગઠબંધન સરકાર બનાવવામાં સફળ રહી હતી. તે સમયે સપા, બસપા અને રાષ્ટ્રીય જનતા દળ જેવી પાર્ટીઓએ કોગ્રેસને સમર્થન આપ્યું હતું. એ જ રીતે 2004માં ઇન્ડિયા શાઇનિંગ વિફળ રહ્યા બાદ 2009માં ભાજપનો હિંદુત્વ કાર્ડ ફેઇલ રહ્યુ હતું. બાદમાં સંઘે અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓને સાઇડલાઇન કરીને ગુજરાત મોડલથી જાણતી તત્કાલિન મુખ્યમંત્રી મોદીને આગળ રહ્યા અને તે સફળ રહ્યુ હતું. જે રીતે ભાજપે વરિષ્ઠ નેતાઓને સાઇડલાઇન કરીને બદલાવ કર્યો અને સફળતા મેળવી તે રીતે કોગ્રેસે પણ આ પ્રકારનો બદલાવ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ.

ઈરાને બ્રિટિશ જહાજ પર કબ્જો કરી ધ્વજ ફરકાવ્યો, 18 ભારતીય પણ હતા સવાર

કોગ્રેસ પાર્ટીના ભવિષ્યને લઇને ઉમાશંકર સિંગ ઉત્સાહિત નજર આવી રહ્યા નથી. તે પાર્ટીમાં મોદી અને અમિત શાહ જેવા નેતાની ખોટ અનુભવી રહી છે. તેઓ કહે છે કે મને કોગ્રેસનું કોઇ ભવિષ્ય જોવા મળી રહ્યું નથી. કોગ્રેસમાં એવા નેતૃત્વની ખોટ દેખાઇ રહી છે જે પ્રજા અને પત્રકારની સાથે સાથે પોતાની પાર્ટીના નેતાઓ સાથે સીધો સંવાદ કરવાની ક્ષમતા રાખતા હોયય સોનિયા ગાંધીની જેમ રાહુલ ગાંધી કેટલાક લોકોથી ઘેરાયેલા છે. મોદી અને શાહની તુલનામાં જોઇએ તો સલાહકાર મોદીના પણ હશે પરંતુ તેઓ ફક્ત સલાહ લે છે અને પરંતુ અહી તો સલાહકાર વધુ મહત્વપૂર્ણ થઇ જાય છે જેથી નેતૃત્વ કમજોર પડી જાય છે.

નીરજા ચૌધરીનું માનવું છે કે હાલના સંકટથી બહાર નીકળવા માટે કોગ્રેસ પાર્ટી ભવિષ્ય માટે તૈયાર થઇ શકે છે. 2014 લોકસભામાં હાર બાદ અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ થઇ પરંતુ કોગ્રેસે પ્રદર્શનમાં કોઇ ફેરફાર કર્યો નહીં. છેલ્લા વર્ષે કોગ્રેસે બતાવ્યું કે, જ્યાં રાહુલ ગાંધી સામે નરેન્દ્ર મોદી નથી હોતા ત્યાં કોગ્રેસ સારુ પ્રદર્શન કરે છે અનેક રાજ્યોમાં જીત હાંસલ કરી છે. મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, દિલ્હી, પશ્વિમ બંગાળ, બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે તો કોગ્રેસે અહી મજબૂતીથી લડવું જોઇએ. 2004માં પ્રિયંકાએ રાહુલ માટે અમેઠીમાં ચૂંટણી પ્રચાર કર્યો. કોગ્રેસઅને તેની બહારના લોકો પણ પ્રિયંકા ગાંધીમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની છબિ જુએ છે. ચૌધરી કહે છે કે મોદી અને શાહ આજે પાવરફૂલ થઇ ગયા છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં તેમને અનેક લોકોને મંત્રી બનાવવા પડ્યા જેમને તેઓ બનાવવા માંગતા નહોતા.