Gujarat Exclusive > રાજનીતિ > અર્થ વ્યવસ્થા કેવી રીતે સુધરશે? નોબલ વિજેતાએ રાહુલ ગાંધીને આપ્યો જવાબ

અર્થ વ્યવસ્થા કેવી રીતે સુધરશે? નોબલ વિજેતાએ રાહુલ ગાંધીને આપ્યો જવાબ

0
43
  • કોણ છે મુહમ્મદ યુનુસ? જેની સાથે રાહુલ ગાંધીએ વીડિયો ટૉક કરી

  • ગરીબો માટે કામ કરવા પર મળ્યો નોબલ પુરસ્કાર

  • મુહમ્મદ યુનુસનો વિવાદોમાં પણ સપડાયા

નવી દિલ્હી: મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશના એક જાણીતા અર્થશાસ્ત્રી અને બાંગ્લાદેશ ગ્રામીણ બેંકના સંસ્થાપક છે. તેણે આ બેંક દ્વારા બાંગ્લાદેશમાં માઈક્રો ક્રેડિટ એટલે કે ગરીબો માટે જામીન વિના નાની-નાની લોન આપવાની શરૂઆત કરી હતી. આથી તેમને બાંગ્લાદેશના “ગરીબોના મસીહા” તરીકે ઓળખવામાં આવે છે. આજ મુહમ્મદ યુનુસે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે હાલની સ્થિતિઓ પર ચર્ચા કરી હતી.

રાહુલ ગાંધી સાથે વીડિયો કૉલ પર ચર્ચા
શુક્રવારે રિલીઝ કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી યુનુસને કોરોનાની ગ્રામીણ અર્થ વ્યવસ્થા પર અસર સહિત અનેક પ્રશ્નો પૂછ્યા હતા. રાહૂલે પૂછ્યું કે, શું તમે ગરીબોને ઈકોનૉમી સમજો છો?

આ પ્રશ્નનો જવાબ આપતા યુનુસે જણાવ્યું કે, હું પહેલાથી જ કહી રહ્યું છું કે, કોરોના સંકટ સમાજની કૂરીતિયોને સપાટી પર લાવી દીધા છે. ગરીબ, પ્રવાસી મજૂરો આપણા સમાજનો હિસ્સો છે અને કોરોનાના સંકટે તેને આપણી સામે લાવી દીધા છે.

આજે ગ્રામીણ અર્થ વ્યવસ્થાને ઉભી કરવાની જરૂરત છે. લોકોને શહેર નહી, પરંતુ ગામમાં જ નોકરી આપવામાં આવે. આ ઉપરાંત જો મહિલાઓની વાત કરીએ તો, તેમને સમાજમાં નીચો દરજ્જો આપવામાં આવ્યો. અર્થ વ્યવસ્થામાં તેમને કોઈ પૂછતૂ પણ નથી.

આ પણ વાંચો: કેમ નવેમ્બરમાં યોજનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ટાળવા માંગે છે ટ્રમ્પ?

કોણ છે મુહમ્મદ યૂનુસ?
મુહમ્મદ યુનુસના ગ્રામીણ બેંક મૉડલને અણધારી સફળતા મળી છે અને હવે તેને સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે. આ માટે યુનુસને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

મુહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940માં પૂર્વ બંગાલ (હવે બાંગ્લાદેશ)ના ચટગાંવમાં થયો હતો. તેમણે ઢાકા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમણે ચટગાંવ યુનિવર્સિટીમાં 1961 થી 1965 સુધી ઈકોનૉમિક્સ ભણાવ્યું અને પછી અમેરિકાની ફૂલબ્રાઈટ સ્કૉલરશિપ મળી ગઈ.

તેમણે અમેરિકાની વંડરબિલ્ડ યુનિવર્સિટીમાં 1965 થી 1972 સુધી અભ્યાસ અને ટીચિંગ કર્યું અને 1969માં ઈકોનૉમિક્સમાં PhDની પદવી પ્રાપ્ત કરી. જે બાદ તેઓ ફરીથી ચટગાંવ યુનિવર્સિટી આવી ગયા. જ્યાં 1972માં તેમને ઈકોનૉમિક્સ ડિપાર્ટમેન્ટના હેડ બનાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: નવી શિક્ષા નીતિનું કોંગ્રેસની નેતાએ કર્યું સમર્થન, રાહુલ ગાંધીની માંગી માફી

દુકાળ અને ગરીબીએ કર્યા વિચલિત
1974માં બાંગ્લાદેશમાં આવેલા અકાળથી તેમનું હ્રદય હચમચી ઉઠ્યું. તેમણે પોતાના વિદ્યાર્થીઓને ખેતરોમાં જઈને ખેડૂતોની મદદ કરવાનું આહ્વાન કર્યું. આ દરમિયાન તેમને ખ્યાલ આવી ગયો કે, ગરીબોને પૈસાની જરૂરિયાત છે. જેથી તેઓ નાનો-મોટો વેપાર શરૂ કરી શકે. તેમણે જોયું કે, શાહુકારો લોન આપે છે, તો સામે મોટું વ્યાજ વસૂલે છે.

આથી 1976માં મુહમ્મદ યુનુસે “માઈક્રો”ની શરૂઆત કરી. આ લોન વિતરણની એવી વ્યવસ્થા હતી, જેનાથી બાંગ્લાદેશના ગરીબોની જરૂરિયાતો પૂરી થઈ શકતી હતી. જેમાં લોનધારક નાના-નાના ગ્રુપ બનાવીને કેટલાક હજાર ટાકાની લોન લઈ શકતા હતા. બાંગ્લાદેશ સરકારે ગ્રામીણ બેંક પ્રોજેકટ્ને 1983માં એક અલગ સ્વતંત્ર બેંક બનાવી દીધી. જેમાં સરકારનો પણ નાનો હિસ્સો થઈ ગયો. આ પ્રકારે મુહમ્મદ યુનુસના ગ્રામીણ બેંક અને માઈક્રો ક્રેડિટ મોડલને અનેક દેશોએ અપનાવ્યું છે.

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર કેસમાં જયા જેટલીને રાહત, 4 વર્ષની સજા પર દિલ્હી હાઈકોર્ટની રોક

મુહમ્મદ યુનુસનો રાજનીતિમાં નિષ્ફળ પ્રયાસ અને વિવાદ
તેમણે વર્ષ 2007માં રાજનીતિક પાર્ટી “નાગોરિક શક્તિ” બનાવીને રાજકારણમાં જંપલાવાની જાહેરાત કરી હતી. જો કે પાછળથી તેમણે આ વિચાર પડતો મૂક્યો હતો. તેમના પર નોર્વેથી ફંડ લેવાના આરોપ લગાવવામાં આવ્યા બાદ બાંગ્લાદેશ સરકાર તપાસ શરૂ કરી હતી. વર્ષ 2011માં બાંગ્લાદેશ સરકારે તેમને ગ્રામીણ બેંકના મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી હટાવી લીધા હતા.

નોબલ પુરસ્કાર ઉપરાંત તેમણે 1987માં બાંગ્લાદેશનો પ્રતિષ્ઠિત ઈન્ડિપેન્ડેન્સ એવોર્ડ, અમેરિકાનો વર્લ્ડ ફૂડ પ્રાઈઝ, અમેરિકાનો યૂસ પ્રેસિડેન્સિયલ મેડલ ફ્રિડમ એવોર્ડ અને જોર્ડનનો કિંગ હુસૈન હ્યૂમનિટેરિયન એવોર્ડ મળી ચૂક્યો છે.