Gujarat Exclusive > રાજનીતિ > શું LAC પર ચીનના કબ્જાને પણ ભારત સરકાર કહેશે ‘એક્ટ ઑફ ગોડ’: રાહુલ ગાંધી

શું LAC પર ચીનના કબ્જાને પણ ભારત સરકાર કહેશે ‘એક્ટ ઑફ ગોડ’: રાહુલ ગાંધી

0
36

નવી દિલ્હી: ભારત અને ચીન (India-China Faceoff) વચ્ચે ચાલી રહેલા તનાવને લઈને કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સતત કેન્દ્રની મોદી સરકારને ટાર્ગેટ કરી રહ્યાં છે. આ વખતે રાહુલ ગાંધીને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પર કટાક્ષ કર્યો છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે, ચીને જે આપણી જમીન પચાવી પાડી છે, તેને ફરીથી પ્રાપ્ત કરવા માટે મોદી સરકાર (Modi Govt) પાસે કોઈ યોજના છે કે કેમ?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વીટ કર્યું છે કે,
“શું ચીન દ્વારા કબ્જે કરવામાં આવેલી આપણી જમીન પણ એક્ટ ઑફ ગૉડ છે? ચીનીઓએ આપણી જમીન પચાવી પાડી છે. શું સરકાર પાસે તેને પાછી લેવા માટે કોઈ યોજના બનાવી રહી છે? કે આ પણ ‘એક એક્ટ ઑફ ગૉડ’ હશે?”

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાઈરસ (Corona Virus)ને પગલે અર્થતંત્રને થયેલી અસરને “એક્ટ ઑફ ગોડ” ગણાવી હતી. હવે રાહુલ ગાંધીએ નાણાંમંત્રીના આજ નિવેદનનો ઉલ્લેખ કરીને સરકાર પર કટાક્ષ કર્યો છે.

આ પણ વાંચો: કેન્દ્રનો આદેશ- ‘રેપિડ ટેસ્ટમાં નેગેટિવ મળેલા લોકોની ફરીથી કરાશે તપાસ’

41મી GST કાઉન્સિલની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા સમયે સીતારમણે કહ્યું હતું કે, આ વર્ષે આપણે અસાધારણ સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ. દેશની અર્થ વ્યવસ્થા કોરોના મહામારીના રૂપમાં અસાધારણ એક્ટ ઑફ ગોડનો સામનો કરી રહી છે. જેના કારણે આ વર્ષે આર્થિક વિકાસ દર સંકોચાઈ શકે છે.

જણાવી દઈએ કે, આ વર્ષે મે મહિનાની શરૂઆતથી જ ભારત અને ચીન વચ્ચે સરહદ પર તનાવ જોવા મળી રહ્યો છે. જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. જેમાં ભારતના 20 જાબાંઝ જવાનો શહીદ થઈ ગયા હતા.

જ્યારે સામે પક્ષે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતુ. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ચીનના પણ 40થી વધુ સૈનિકોને ભારતના જવાનોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે ચીને હજુ સુધી પોતાને થયેલા નુક્સાન અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.