Gujarat Exclusive > દેશ-વિદેશ > IAFમાં ‘રાફેલ’ની ગ્રાન્ડ એન્ટ્રી, જાણો કંઈ ખૂબી તેને બનાવે છે ઘાતક ફાઈટર જેટ

IAFમાં ‘રાફેલ’ની ગ્રાન્ડ એન્ટ્રી, જાણો કંઈ ખૂબી તેને બનાવે છે ઘાતક ફાઈટર જેટ

0
88

નવી દિલ્હી: આખરે ફાઈટર વિમાન રાફેલ જેટ (Rafale Fighter Jet) ભારતીય વાયુસેના (Indian Airforce)માં સામેલ થઈ ગયા છે. ગુરુવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન (Ambala Air Force Station) પર સત્તાવાર સમારંભમાં આ ફાઈટર જેટ્સને વાયુસેના (IAF)માં સામેલ કરી દેવામાં આવ્યા છે.

રાફેલને ભારતીય વાયુસેના માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે. 2016માં ફ્રાન્સ સાથે થયેલી 36 વિમાનોની ડીલ બાદ આ વર્ષે જુલાઈમાં જ પ્રથમ 5 ફાઈટર વિમાન ભારત આવી ગયા હતા. જે બાદ આજે એટલે કે ગુરુવારે તેનું ઈન્ડક્શન થયું છે.

રાફેલને વાયુસેનામાં સામેલ કર્યા પહેલા તેની પારંપારિક સર્વધર્મ પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન રાફેલને વૉટર કેનનથી સલામી પઆ આપવામાં આવી હતી. જે બાદ રાફેલ અને તેજસ વિમાનોએ હવામાં ઉડાન ભરી હતી.

અગાઉ ફ્લોરેન્સ પાર્લીને દિલ્હીમાં ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. ખુદ રક્ષામંત્રી રાજનાથ સિંહે પાલમ એરફોર્સ સ્ટેશન પર તેમની સાથે મુલાકાત લીધી હતી. જે બાદ તેઓ અંબાલા એરફોર્સ સ્ટેશન આવવા માટે નીકળ્યા હતા.

ફ્રાન્સમાં બનેલા રાફેલને ભારતીય વાયુસેનાની તાકાતને અનેક ગણી વધારનાર માનવામાં આવે છે. રાફેલમાં એવી અનેક ખૂબીઓ છે, જે તેને અન્ય ફાઈટર જેટ કરતા શ્રેષ્ઠ બનાવે છે. આવું 18 વર્ષો બાદ થઈ રહ્યું છે. જ્યારે ભારતીય વાયુસેનામાં કોઈ વિદેશી ફાઈટર જેટ સામેલ થઈ રહ્યું હોય.

રાફેલ બે એન્જિન ધરાવતુ ફાઈટર જેટ છે, જેનું નિર્માણ ‘દસૉલ્ટ’ નામની એક ફ્રાન્સીસી કંપનીએ કર્યું છે. તેમા મિટિઓર અને સ્કાલ્પ મિસાઈલો ગોઠવવામાં આવી છે. જેના કારણે તે ભારતીય વાયુ સેનાને હવાથી હવામાં વાર કરવા માટે અદ્દભૂત ક્ષમતા આપશે. એમ કહી શકાય કે, આ બન્ને મિસાઈલો રાફેલની USP છે.

આ પણ વાંચો: ‘રામ મંદિર ટ્રસ્ટ’ના ખાતામાંથી ક્લોન ચેક મારફતે લાખો રૂપિયાની ઉચાપત

IAFની 17મીં સ્ક્વૉડ્રનમાં સામેલ થઈ રહેલા રાફેલની અનેક ખૂબીઓમાંથી એક ખૂબી એ પણ છે કે, તે બોર્ડર પાર કર્યા વિના બાલાકોટ જેવી એરસ્ટ્રાઈક કરી શકે છે. આ રાફેલ ફાઈટર જેટની સૌથી મોટી ખૂબી એ છે કે, તે એક મલ્ટીરોલ એરક્રાફ્ટ છે. તો ચાલો જાણીએ રાફેલ જેટની ખૂબીઓ અને તેનાથી ભારતની હવામાં લડવાની ક્ષમતા કેવી રીતે વધશે?

  • રાફેલ એક એવું ફાઈટર જેટ છે, જેને દરેક પ્રકારના મિશન પર મોકલી શકાય છે. ભારતીય વાયુસેના ઘણા લાંબા સમયથી તેની રાહ જોતી હતી.
  • રાફેલ એક મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. તેની ફ્યૂઅલ કેપિસિટી 17 હજાર કિલોગ્રામ છે.
  • રાફેલ જેટ દરેક પ્રકારના વાતાવરણમાં એક સાથે અનેક કામ કરવા માટે સક્ષમ છે. આથી તેને મલ્ટિરોલ ફાઈટર એરક્રાફ્ટના નામે પણ ઓળખવામાં આવે છે.
  • રાફેલમાં સ્કાલ્પ મિસાઈલ છે. જે હવામાંથી જમીન પર વાર કરવામાં સક્ષમ છે.
  • રાફેલની મારક ક્ષમતા 37,000 કિલોમીટર સુધીની છે. જ્યારે સ્કાલ્પની રેન્જ 300 કિલોમીટર સુધીની છે.
  • રાફેલ એન્ટી શિપ એટેકથી લઈને પરમાણું એટેક, ક્લોજ એર સપોર્ટ અને લેજર ડાયરેક્ટ લોન્ગ રેન્જ મિસાઈલ એટેકમાં પણ અવ્વલ છે.
  • રાફેલ 24,55 કિલો સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે અને 60 કલાકથી વધારે ઉડાન ભરી શકે છે.
  • રાફેલની સ્પીડ 2223 કિલોમીટર પ્રતિ કલાક છે.