Gujarat Exclusive > દેશ-વિદેશ > સરકાર પ્રશ્ન કલાક રદ કરી સંસદને રબરસ્ટેમ્બ બનાવવા માંગે છેઃ થરૂર

સરકાર પ્રશ્ન કલાક રદ કરી સંસદને રબરસ્ટેમ્બ બનાવવા માંગે છેઃ થરૂર

0
43
  • સરકાર વિપક્ષનો સામનો કરવા ડરતી હોવાથી પ્રશ્ન કલાક રદ કરાયો
  • પ્રશ્ન કલાક રદ કરીને વિપક્ષનો સવાલ પૂછવાનો અધીકાર છીનવાયો
  • સરકાર પ્રશ્ન રદ કરીને લોકશાહીને ખતમ કરવા માંગે છેઃ ઓ બ્રાયન

નવી દિલ્હીઃ સરકારે સંસદ(Parliament)ના 14 સપ્ટેમ્બરથી શરૂ થતા ચોમાસુ સત્ર (Monsoon) માં પ્રશ્ન કલાક રદ કરવાનો નિર્ણય લીધો છે. વિપક્ષે આના જવાબમાં કહ્યુ છે કે સરકાર સવાલોનો સામનો કરવા ડરતી હોવાથી તેણે પ્રશ્ન કલાક (Question hour) રદ કર્યો છે. કેટલાક વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે વાસ્તવમાં આ પ્રકારે સરકારે નોટિસ જારી કરી તે દર્શાવે છે કે સરકાર પોતે સવાલોથી કેટલી ડરે છે. તે વિવિધ મોરચે તેણે મેળવેલી નિષ્ફળતાનો સામના અંગે વિપક્ષના સવાલોથી ડરે છે. લોકસભા અને રાજ્યસભા સચિવાલય દ્વારા આ અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ PM મોદીના 7 વર્ષ જૂના ટ્વિટને રિટ્વિટ કરી ચિદમ્બરમના પ્રહાર, ‘હું એ જ કહેવા માંગુ છું’

આ ઉપરાંત ચોમાસુ સત્ર દરમિયાન કોઈપણ પ્રકારના પ્રાઇવેટ મેમ્બર્સ બિલ લાવી શકાશે નહીં, જ્યારે શૂન્ય કલાક પણ મર્યાદિત કરી દેવાશે. આ સત્ર પહેલી ઓક્ટોબરના રોજ પૂરુ થશે.લોકસભા સેક્રેટરિયેટે તેના જાહેરનામામાં જણાવ્યું હતું કે સત્ર દરમિયાન પ્રશ્ન કલાક નહી હોય. સરકાર પોતે કોરોનાના લીધે અસાધારણ સ્થિતિમાં છે ત્યારે તેની વિનંતીને માન આપીને સ્પીકરે સૂચના આપી છે કે વર્તમાન સત્રમાં પ્રાઇવેટ મેમ્બર્સ બિઝનેસ માટે કોઈપણ દિવસ રાખી નહી કરી શકાય.

પ્રશ્ન કલાક લોકશાહી માટે ઓક્સિજન સમાન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૃરે આ અંગે ટવીટર પર સરકારની ટીકા કરી હતી .તેમનો આરોપ હતો કે કેન્દ્ર સંસદને ખાલી નોટિસ બોર્ડ બનાવવા જઈ રહ્યુ છે. વાસ્તવમાં કોઈપણ સરકારને સવાલ કરવો તે સંસદીય લોકશાહીમાં ઓક્સિજન જેવી વાત છે. સરકાર સંસદને ફક્ત નોટિસબોર્ડ પૂરતી સીમિત બનાવી દેવા માંગે છે અને આ રીતે તે પોતાની બહુમતીનો ઉપયોગ સંસદને રબર સ્ટેમ્પ બનાવી કરવા માંગે છે જ્યાં તે ઇચ્છે તે વસ્તુ પાસ કરી શકે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનો મોટો પ્રહારઃ નોટબંધીની સાથે જ અર્થતંત્ર બર્બાદ થવા માંડ્યું હતું

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે મેં ચાર મહિના પહેલા જ જણાવ્યું હતું કે મજબૂત નેતાઓ રોગચાળાના બ્હાનાના ઉપયોગ લોકશાહીનું અને અસંતોષનું ગળું ઘોંટવા માટે કરે છે. સંસદના વિલંબિત સત્રનું જાહેરનામુ સ્પષ્ટ દર્શાવે છે કે પ્રશ્ન કલાક નહી હોય. આપણને સલામત રાખવાના બ્હાને આ પ્રકારની વાત કેવી રીતે ચલાવી લેવાય?

કેન્દ્ર દ્વારા લોકશાહીનું હનન
તૃણમૂલ કોંગ્રેસના સ્પીકર ડેરેક ઓ બ્રાયને જણાવ્યું હતું કે સરકાર કોરોના વાઇરસના રોગચાળાનો ઉપયોગ લોકશાહીને ખતમ કરવા કરી રહી છે. સાંસદોએ પ્રશ્ન કલાક માટેના સવાલો 15 દિવસ પહેલા આપવા જરૂરી હોય છે. હવે સત્રનો પ્રારંભ 14 સપ્ટેમ્બરથી કરવામાં આવી રહ્યો છે. આમ પ્રશ્નકલાક રદ થશે? આના પગલે વિપક્ષના સાંસદો સરકારને સવાલ કરવાનો અધિકાર જ ગુમાવી દેશે. 1950 પછી આવું પહેલી વખત જોવાયું છે. સંસદના કામકાજના કલાકો પાછા યથાવત રાખવામાં આવ્યા છે તો પછી પ્રશ્ન કલાક શા માટે રદ કરવામાં આવ્યો? સરકાર માટે આ રોગચાળો લોકશાહીને ખતમ કરવાનું બ્હાનું બની ગયો છે. એવી ટવીટ તેમણે કરી હતી.

ચોમાસુ સત્ર દરમિયાન કોઈ બ્રેક નહીં
ચોમાસુ સત્ર દરમિયાન કોઈ બ્રેક નહી હોય અને બંને ગૃહો શનિ અને રવિવારે પણ ચાલુ રહેશે. કોરોનાના રોગચાળાના લીધે આ સત્ર બે શિફ્ટ સવારના 9થી 1 અને સાંજના ત્રણથી સાત વાગ્યા સુધી યોજાશે. કોરોનાના લીધે 18 દિવસના સંસદીય સત્ર માટે ઇતિહાસમાં ન થઈ હોય તેવી કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે.