Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > COVID-19ની ગાઇડલાઇન્સના ભંગ બદલ કતાર એરલાઇન્સને 1 લાખનો દંડ

COVID-19ની ગાઇડલાઇન્સના ભંગ બદલ કતાર એરલાઇન્સને 1 લાખનો દંડ

0
47
  • મોટાભાગના કર્મચારીઓ માસ્ક વગર કોર્પોરેશનના હાથે ઝડ્પાયા હતા

  • કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્રારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

અમદાવાદ: સરખેજ ગાંધીનગર હાઇવે પર જોધપુર વોર્ડ ખાતે આવેલી કતાર એર લાઇન્સ(Qatar Airlines)ની ઓફીસને દક્ષિણ પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્રારા કોવિડ 19(COVID-19)ની ગાઇડલાઇન્સના ભંગ બદલ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન(Corporation)ના સોલીડ વેસ્ટ વિભાગ દ્રારા કોવિડ 19(COVID-19)ની ગાઇડલાઇન્સના પાલન ન કરતાં હોય તેની સરપ્રાઇઝ ચેકીંગ કરે છે.

તેના ભાગરૂપે જ આજે તપાસ કરતાં કતાર એર લાઇન્સ(Qatar Airlines) મોટાભાગના કર્મચારીઓ માસ્ક વગર ઓફીસમાં બેઠા હતા.

તથા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

આ બાબતે કતાર એરલાઇન્સને(Qatar Airlines) 1 લાખનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: પારેખ્સ હોસ્પિટલની કોરોનાના 7 દર્દીને સોલા-સિવિલ ભેગા કરવા તાકીદ

આ અગાઉ કોર્પોરેશન(Corporation)ના સોલીડ વેસ્ટ વિભાગે વસ્ત્રાપુર આલ્ફા મોલને કોવિડ 19ના ભંગ બદલ સીલ કર્યો હતો.

ત્યારબાદ સેન્ટ્રલ મોલ તેમ જ લો ગાર્ડન સ્થિત નેશનલ હેન્ડલુમને પણ સીલ માર્યું હતું.

આ ઉપરાંત રેસ્ટોરન્ટ વગેરેને દંડ ફટકાર્યો છે.

એક દિવસે લો ગાર્ડન રોડ પર બંધ કરી દીધો હતો.

તે જ રીતે પૂર્વ તથા દક્ષિણ ઝોન વિસ્તારમાં કેટલાય યુનિટો બંધ કર્યા હતા.

જેમાં બેંકનો પણ સમાવેશ થાય છે.

આમ કોર્પોરેશન(Corporation)ના સોલીડ વેસ્ટ વિભાગ તરફથી સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

જો કે, છેલ્લાં કેટલાંક દિવસોથી આ કામગીરી બંધ હોવાથી લોકો નિશ્ચિત બની ગયા હતા.

પરંતુ આજે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સરપ્રાઇઝ ચેકીંગ કરતાં ઉપરોક્ત એરલાઇન્સમાં કર્મચારીઓ માસ્ક વગર મળી આવ્યા હતા જેથી કોર્પોરેશ(Corporation)ને દંડ ફટકાર્યો છે.

આ જ રીતે આગામી દિવસોમાં પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન(Corporation)ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: ચાંદલોડિયામાં કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં 262 કેસો મળ્યાં

આ અગાઉ કોર્પોરેશન(Corporation)ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પાનના ગલ્લાંઓવાળા સામે પણ આ જ રીતે ઝુંબેશ હાથ ધરીને અનેક કેસો કરીને લાખ્ખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.

પરિણામે ગલ્લાંઓ બંધ થવા લાગ્યા હતા.

જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો.

આખરે ભારે વિરોધ બાદ ઝુંબેશ હળવી પાડવામાં આવી હતી.

 

(પ્રતિકાત્મક તસવીર)