Gujarat Exclusive > The Exclusive > પંજાબી ગાયક ગુરૂ રંધાવા પર કેનેડામાં જીવલેણ હુમલો

પંજાબી ગાયક ગુરૂ રંધાવા પર કેનેડામાં જીવલેણ હુમલો

0
232

પંજાબના પ્રખ્યાત ગાયક ગુરૂ રંધાવા પર એક કોન્સર્ટ બાદ કોઈ અજ્ઞાત શખ્સે હુમલો કર્યો છે. આ હુમલામાં રંધાવા ઘાયલ થયો છે, જેમાં તેના માથા પર અને ચેહરા પર ઈજા પહોંચી છે. ગુરૂ રંધાવા પર હુમલો થયો, ત્યારે તે એક શૉ સમાપ્ત કરીને પરત ફરી રહ્યો હતો. ગુરૂ રંધાવાના મિત્રોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ઘટનાની માહિતી આપી છે. એક રિપોર્ટ અનુસાર, ગુરૂ પર કેનેડાના વાનકુંવરમાં હુમલો થયો છે.

માહિતી અનુસાર, ગુરૂ રંધાવા કેનેડાના વાનકુંવરમાં એક શો પૂર્ણ કરીને પોતાની કારમાં બેસવા જઈ રહ્યો હતો. આ દરમિયાન કોઈએ તેના માથા પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં રંધાવાના માથા પર અને ચેહરા પર ઈજા પહોંચી હતી. તેના મિત્ર પ્રીત હરપાલે સોશિયલ મીડિયા પર રંધાવાની એક તસવીર શેર કરી છે, જેમાં તેણે પોતાના ચહેરા પર રૂમાલ વીંટ્યો છે. હરપાલે ફોટા સાથે લખ્યું છે કે, ‘હું ગુરૂ રંધાવાને પહેલેથી જ ઓળખુ છું. તે ખૂબ સારો વ્યક્તિ છે તે હંમેશા બીજાની રિસપેક્ટ કરે છે.’

જણાવી દઈએ કે, ગુરૂના ખૂબ ફેન ફોલોઈંગ છે. તેના ગીતોને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ એટેન્શન મળે છે. ગુરૂ રંધાવા અનેક પંજાબી સહિત હિન્દી ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે. ગુરૂએ ‘લાહૌર’ ‘પટોલ’, ‘દારૂ વરગી’ અને હાઈ રેટિડ ગબરૂ જેવા ગીતો ગાઈને પ્રસિદ્ધિ મેળવી છે. રંધાવાના ફેન ફોલોઈંગ ખાલી ભારતમાં જ નહી, પરંતુ દુનિયાભરમાં છે. તેથી તેના ગીતો ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

એક સાથે હોસ્પિટલની 36 નર્સ થઈ પ્રેગ્નેન્ટ, ડિસેમ્બર સુધી બધા જ બાળકોનો થશે જન્મ