Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > PUBGના ફેન્સ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં ફરીથી પરત ફરી શકે છે ગેમ

PUBGના ફેન્સ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં ફરીથી પરત ફરી શકે છે ગેમ

0
91
  • ચાઇનાની ઓપરેટીવ કંપની Tencent Gamesને સસ્પેન્ડ કરાઇ

  • સા. કોરિયાના પેરેન્ટ કંપનીનો ભારતમાં સુકાન જાતે સંભળવાનો નિર્ણય

નવી દિલ્હી: ભારત સરકારે તાજેતરમાં જ દેશમાં PUBG Mobile ગેમ પર પ્રતિબંધ લાદ્યો છે. PUBG Mobile સિવાય સરકારે 117 અન્ય ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. PUBG Mobile ભારતમાં ખૂબ જ પોપ્યુલર ગેમ છે. હવે PUBG Mobile ગેમના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. PUBG Mobile ટૂંક સમયમાં જ ભારતમાં પરત ફરી શકે છે. હકીકતમાં પબજી કોર્પોરેશને ચીનના ટેનસેન્ટ ગેમ્સથી સંબંધો તોડવાનો નિર્ણય કર્યો છે.

શું છે સંપૂર્ણ મામલો?

પબજી મૂળ રીતે દક્ષિણ કોરિયામાં ડેવલોપ થઇ છે. આ ગેમને મોબાઇલ વર્ઝનની ફ્રેન્ચાઇઝી ચીન Tencent Games પાસે છે.

હવે ભારતમાં ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ પછી પબજીની પેરેન્ટ કંપનીએ ભારતમાં પબજીના ઓપરેશન્સ પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે અને ભારતમાં ટેનસેન્ટ ગેમ્સની ફ્રેન્ચાઇઝી કંપનીને સસ્પેન્ડ કરી દીધી.

આ પણ વાંચો: Redmi Smart Bandની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

સાઉથ કોરિયન કંપની સંભાળશે PUBGની કમાન

ટેનસેન્ટ ગેમ્સ સાથે સંબંધ તોડ્યા પછી હવે પબજીની સીડ કંપની ભારતમાં પબજી સાથે જોડાયેલા ઓપરેશન્સને અંજામ આપશે.

તેનો મતલબ એ પણ છે કે ભારતમાં પબજી મોબાઇલ પર લાગેલું પ્રતિબંધ દૂર થઇ શકે છે.

સરકારે 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો

ઇલેક્ટ્રોનિક્સ અને ઇનફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ મોબાઇલ ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થાને લઇ ખતરો હતો.

મંત્રાલયે જણાવ્યું હતુ કે એવી ઘણી ફરિયાદો મળી હતી કે એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર આવા અનેક મોબાઇલ એપ છે જે યુઝર્સની માહિતીની ચોરી કરે છે.

આ પણ વાંચો: Breaking: PUBG સહિત 118 ચાઇનીઝ એપ પર ભારતમાં પ્રતિબંધ

આ વખતે જે ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં પબજી સિવાય લિવિક, વીચેટ વર્ક અને વીચેટ રીડિંગ, એપલોક કેરમ ફ્રેન્ડ જેવા મોબાઇલ એપ સામેલ છે.

ટિકટોક પર પણ લાગી ચુક્યો છે પ્રતિબંધ

આ પ્રથમ વખત નથી જ્યારે સરકારે ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હોય.

અગાઉ લોકપ્રિય ટિકટોક સહિત ચીનની ઘણી એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.

જૂનના અંતમાં ભારતે ટિકટોક, હેલો સહિત ચીનના 59 મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

બાદમાં જુલાઇના અંતમાં બીજી 47 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.