Gujarat Exclusive > યુથ > મનોરંજન > PUBG સહિત 118 એપ્સ પર બેનથી ચીનના પેટમાં રેલાયું તેલ

PUBG સહિત 118 એપ્સ પર બેનથી ચીનના પેટમાં રેલાયું તેલ

0
125
  • ચીની વાણિજ્ય મંત્રાલયે કહ્યુ- ભારત પોતાની ભૂલ સુધારે
  • ચાઇનીઝ રોકાણકારો- સર્વિસ આપનારાના હિતોનું ઉલ્લંઘનઃચીન

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદે તણાવ વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારતે PUBG સહિત 118 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ (India Ban Chinese Mobile Apps) મૂકતા ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનના વાણીજ્ય મંત્રાલયે ગુરુવારે આનો કડક વિરોધ દર્શાવી ભારતને પોતાની ભૂલ સુધારવા જણાવ્યું છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ચીનના વાણીજ્ય મંત્રાલય (Commerce Ministry)એ ગુરુવારે કહ્યું કે ચાઇનીઝ મોબાઇલ એપ્સ બંધ કરવાના ભારતના પગલાંનો અમે કડક વિરોધ કરીએ છીએ. ભારતના આ પગલાંથી ચીની રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડર્સના કાનૂની હિતોનું ઉલ્લંઘન થયું છે. ચીની વાણીજ્ય વિભાગના પ્રવક્તા ગાઓ ફેંગ (Gao Feng)એ કહ્યું કે ચીન ભારતને તેની ભૂલ સુધારવાનું કહે છે.

આ પણ વાંચોઃ Breaking: PUBG સહિત 118 ચાઇનીઝ એપ પર ભારતમાં પ્રતિબંધ

PUBGમાં ચાઇનીઝ કંપનીની ભાગીદારી

નોંધનીય છે કે ભારતે ડેટા સુરક્ષાના જોખમનો હવાલો આપી બુધવારે સૌથી લોકપ્રિય ગેમ પબજી સહિત 118 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. PUBGમાં ચાઇનીઝ કંપની ટેનસેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની ભાગીદારી છે. જે એપ્સને બેન કરાઇ છે. તેમાં પબજી ઉપરાંત Baidu, કેકાર્ડ બિઝનેસ, વીચેટ રીડિંગ, વૂવ મીટિંગ-ટેનસેન્ટ વીડિયો કોન્ફ્રન્સિંગ, સ્માર્ટ એપ લોક, એપલોક સામેલ છે.

29 જૂને TikTok સહિત 59 એપ બંધ કરી હતી

કેન્દ્ર સરકારે અગાઉ 29 જૂને પણ મોટી કાર્યવાહી કરતા TikTok સહિત 59 ચાઇનીઝ એપ બંધ કરી દીધી હતી. તેના એક મહિના બાદ 29 જુલાઇએ મોદી સરકારે વધુ 47 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકી ચીનને વધુ અકે ફટકો આપ્એ હતો.

29 જૂને ભારત સરકારે ઐતિહાસિક પગલું ભરતા ટિકટોક, યુસી બ્રાઉસર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતે  ચીન ની જે એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં Tik tok, Cam scaner, Share It, Helo, Vigo Video, UC Browser, Club Factory, Mi Video Call-Xiaomi, Viva Video, WeChat અને UC News જેવી જાણીતી એપ્સ સામેલ હતી.

આ પણ વાંચોઃ Fake viral: PUBG પર પ્રતિબંધ બાદ રિલાયન્સ JioG લૉન્ચનો ફેક મેસેજ

ચીન સાથેના સરહદ વિવાદ બાદ ભારતે આ પગલું ભર્યું હતુ. સરકારે ચીનની મોબાઈલ એપ્સને દેશની બહારની અને આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ગણાવીને આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો.

મહિના બાદ 47 એપ્સ પર પ્રતિબંધ મૂકયો

ટિકટોક સહિતની 59 ચાઈનીઝ એપ્સ બેન કર્યા બાદ 29 જુલાઇએ કેન્દ્ર સરકારે બીજી 47 ચાઈનીઝ એપ્સ બેન કરી દીધી હતી. આ તમામ એપ દેશની સુરક્ષા માટે જોખમકારક હોવાથી અને ચીન સરકારને ડેટા શેર કરતી હોવાથી તેને બેન કરવામાં આવી હવોનું મીડિયામાં જણાવાયું હતું.

બેન કરાયેલી તમામ ચાઈનીઝ એપ્સ અગાઉ બેન થયેલી ચાઈનીઝ એપ્સની ક્લોન એપ્સ હતી. એટલે પ્રતિબંધિત ચાઇનીજ એપ્સના તમામ ફીચર્સ આ એપ્સમાં હતા અને તે મૂળ ચીનથી ઓપરેટ થતી હતી.

આ પણ વાંચોઃ શું PUBG એક ચાઈનીઝ એપ છે? બૈન બાદ માલિકનું નામ જાણવા આતુર ભારતીયો