Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરા:35 હજારની લાંચ લેનાર PSI રંગે હાથે ઝડપાયો

વડોદરા:35 હજારની લાંચ લેનાર PSI રંગે હાથે ઝડપાયો

0
323

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PSI એ. આર. છોવાળાએ રૂ. 35 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. PSIએ આરોપીને રિમાન્ડ દરમ્યાન માર નહીં મારવાના અને ગુનાના કામે મુખ્ય આરોપી નહી બનાવવા માટે લાંચ માંગી હતી. જો કે આરોપીએ લાંચ આપવાના બદલે લાંચિયા પીએસઆઇને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને ACBને જાણ કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને રિમાન્ડ દરમ્યાન માર નહીં મારવા અને મુખ્ય આરોપી નહી બનાવવા 35 હજાર રુપિયા PSIને આપવાનું નક્કી થયું હતું. આ બાબતની જાણ તેણે ACBને કરતા તેઓએ છટકું ગોઠવી લાંચિયા PSIને રંગેહાથ ઝડપી પાડયો હતો.

ગત 26 જૂનના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વાહન ભાડે લઇને બારોબાર ગીરવે મુકી દઇ છેતરપીંડી કરવાનો ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પીએસઆઇ એ.આર.છોવાળાને સોંપાઇ હતી. આ દરમિયાન પોલીસે છેતરપીંડીની તપાસમાં દર્શાવાયેલા આરોપી પૈકી એક આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ ચાલતી હતી ત્યારે પીએસઆઇ એ.આર.છોવાળાએ આરોપી પાસેથી રિમાન્ડમાં નહી મારવાના અને છેતરપીંડીના ગુનામાં મુખ્ય આરોપી નહી બનાવા આરોપીની બહેન પાસેથી 35 હજાર રુપિયાની માંગણી કરી હતી. જો કે આરોપીની બહેન લાંચ આપવા માંગતી ના હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી જેથી એસીબીએ બુધવારે બપોરે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જ લાંચનું છટકું ગોઠવી પીએસઆઇ એ.આર.છોવાળાને ઝડપી પાડયો હતો.

વધુમાં ,પીએસઆઇ એ.આર.છોવાળા અમદાવાદનો છે અને અગાઉ તે પોલીસ કોન્સ્ટેબલ હતો. તાજેતરમાં તેણે પીએસઆઇની પરીક્ષા આપીને પીએસઆઇ બન્યો હતો.

ગાંધીના ગુજરાતમાં 38 ટકા યુવાનો ‘કબીર સિંહ’ના રસ્તે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો