Gujarat Exclusive > દેશ-વિદેશ > ઓસ્ટ્રેલિયા: અદાણી ખનન પરિયોજના વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનને કવર કરવા ગયેલા પત્રકારોની ધરપકડ

ઓસ્ટ્રેલિયા: અદાણી ખનન પરિયોજના વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનને કવર કરવા ગયેલા પત્રકારોની ધરપકડ

0
296

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયામાં અદાણી ગ્રુપની વિવાદિત કોલસાની ખાણના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનનું કવરેજ કરી રહેલા એક ફ્રાંસીસી ટેલીવીઝન ચેનલના પત્રકારોને પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર મંજૂરી વગર પ્રવેશનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઉત્તરી ક્વીન્સલેન્ડના કારમાઈલ કોલસા ખાણમાં ખનન માટે અદાણીને જૂનમાં પરવાનગી મળી હતી. અહી ખનનને લઈને વિવાદ થયેલો છે કારણ કે આ ખાણ નજીક જ ગ્રેટ બૈરિયર રીફ છે. જ્યાં દુનિયાની સૌથી મોટી મૂંગેનું ખડક છે.

પર્યાવરણ વિશેષજ્ઞોએ આ જગ્યાને લઈને ચેતવણી આપી છે કે અહી ખોદકામ થવાથી વેશ્વિક જળવાયુ ઉપર વિપરિત અસર થશે, તે સિવાય ખનનથી સંવેદનશીલ પ્રજાતિઓને જોખમ છે.

ફ્રાંસના નેશનલ ટીવી બ્રોડકાસ્ટર ‘ફ્રાંસ 2’ને લઈને કામ કરનારા રિપોર્ટર હ્યુગો ક્લેમેંટ અને તેમના ત્રણ સાથીને અબોટ પોઈંટ ટર્મિનલની પાસેથી ધરપકડ કરી છે. તેઓ વિરોધ પ્રદર્શનના વીડિયો બનાવી રહ્યા હતા.

પત્રકારો સાથે જ ત્યા પ્રદર્શન કરી રહેલા ત્રણ લોકોની ધરપકડ કરી છે. જોકે પત્રકારોને જામીન આપી દેવામાં આવ્યા છે.

જામીનની સાથે જ પત્રકારો ઉપર કારમાઈલ કોલસાની ખાણથી 20 કિ.મી.ના ક્ષેત્રમાં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પત્રકાર કલેમેંટનુ કહેવુ છે કે, તેઓ ધરપકડથી આશ્ચર્યચકિત થયા છે.

તેમણે કહ્યુ કે, ‘મારુ માનવુ છે કે અદાણી અહી એક મોટા સમાચાર છે. આ ધરપકડ આશ્ચર્યચકિત કરનાર છે. એવુ લાગી રહ્યુ છે કે તેમની પાસે છુપાવવા માટે કઈ છે. જો તમે એક પત્રકારની ધરપકડ કરો છો અને ત્યાર પછી પત્રકારને કહો છો કે અદાણી પરિયોજનાથી દૂર રહો, અહીયા શું થઈ રહ્યુ છે?’

કારમાઈલ કોલસાની ખાણ દુનિયાની સૌથી મોટી ખાણ થવા જઈ રહી છે. અહીયા વર્ષના 6 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કરવામાં આવશે.

જણાવી દઈએ કે, 2017માં પૂર્વ ક્રિકેટર ઈયાન અને ગ્રેગ સહિત ઓસ્ટ્રેલિયાની કેટલીક સેલિબ્રિટીઓએ પર્યાવરણનો હવાલો આપીને અદાણી ગ્રુપને અપીલ કરી છે કે તેઓ ક્વીંસલેંડમાં તેઓ અદાણી કોલસા ખનન પરિયોજનાને બંદ કરે.

જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેંબર મહિનામાં અદાણી ગ્રુપ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન, બ્રિસબેન અને કેયર્સ જેવા શહેરોમાં 15 હજારથી વધારે વિદ્યાર્થીઓ અને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. વિદ્યાર્થી હાથમાં ‘સ્ટોપ અદાણી’ના પોસ્ટર લઈને પ્રદર્શનમાં શામેલ થયા હતા.

ટ્રમ્પના જૂઠ પર સંસદમાં સરકારનું નિવેદન,મોદીએ કાશ્મીર મધ્યસ્થતા માટે નથી કહ્યું