Gujarat Exclusive > દેશ-વિદેશ > સોનભદ્ર ના જઇ શક્યા પ્રિયંકા ગાંધી, રસ્તા વચ્ચે રોકી ગેસ્ટ હાઉસ લઇ ગઇ પોલીસ

સોનભદ્ર ના જઇ શક્યા પ્રિયંકા ગાંધી, રસ્તા વચ્ચે રોકી ગેસ્ટ હાઉસ લઇ ગઇ પોલીસ

0
212

સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જઇ રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો કાફલો રોકી દેવામાં આવ્યો હતો. પ્રિયંકાના આ કાફલાને નારાયણપુર પોલીસ સ્ટેશન પાસે રોકવામાં આવ્યો હતો. જમીન વિવાદમાં સોનભદ્રમાં 10 લોકોની હત્યા બાદ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને મળવા માટે ત્યા જઇ રહ્યાં હતા.

સોનભદ્રમાં પીડિત પરિવારોને મળવાથી રોકવામાં આવતા નારાયણપુરમાં ધરણા પર બેઠેલી પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘અમે માત્ર પીડિત પરિવારને મળવા માંગતા હતા.મે તો અહી સુધી કહ્યું કે મારી સાથે માત્ર 4 લોકો હશે, છતા પણ તંત્રએ અમને ત્યા જવા દીધા નહતા, તેમણે અમને જણાવવુ જોઇએ કે અમને કેમ રોકવામાં આવી રહ્યાં છે, અમે અહી શાંતિથી બેઠા રહીશું.’

ગેસ્ટ હાઉસ મોકલવામાં આવ્યા

બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લીધી હતી. અટકાયત કર્યા બાદ પ્રિયંકા ગાંધીને ચુનાર ગેસ્ટ હાઉસ લઇ જવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવે કહ્યું, ‘મને નથી ખબર કે ક્યા લઇ જવામાં આવી રહ્યાં છે પરંતુ તે જ્યાં લઇ જશે અમે જવા માટે તૈયાર છીએ, પરંતુ ઝુકીશું નહી.’

SDMની ગાડીમાં પ્રિયંકા ગાંધીને ચુનાર ગેસ્ટ હાઉસ લઇ જવામાં આવ્યા હતા. સોનભદ્ર જવા પર પ્રિયંકા ગાંધીએ પોલીસ પાસે રોકવાનો ઓર્ડર ના હોવાની દલીલ કરી હતી. પ્રિયંકા ગાંધીને મિર્જાપુરની નજીક નારાયણપુરમાં રોકવામાં આવ્યા તો તે રસ્તા પર જ ધરણા પર બેઠી ગયા હતા. પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે મને ક્યા આદેશ હેઠળ રોકવામાં આવ્યા.