Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખાનગી યુનિવર્સિટી બિલનો વિદ્યાર્થી સેના દ્વારા ઉગ્ર વિરોધ, નામંજૂર કરવા અપીલ

ખાનગી યુનિવર્સિટી બિલનો વિદ્યાર્થી સેના દ્વારા ઉગ્ર વિરોધ, નામંજૂર કરવા અપીલ

0
402

ગુજરાત સરકાર દ્વારા ચાલુ વિધાનસભા સત્રમાં ખાનગી યુનિવર્સિટી (સુધારા) બિલ રજુ કરવામાં આવનાર છે. જેની વિદ્યાર્થી સેના દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે કારણ કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી એકપણ સરકારી કોલેજ શરૂ કરવામાં આવી નથી. જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટીની મંજુરી આપીને પ્રજા પ્રત્યેની પોતાની જવાબદારી માંથી છટકી રહી છે. શિક્ષણ આપવું એ રાજ્ય સરકારની નૈતીક જવાબદારી છે પરંતુ રાજ્ય સરકાર તે વ્યવસ્થિત રીતે નિભાવી રહી નથી.

વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે કે, સરકાર ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપીને વિદ્યાર્થીઓ તેમજ પ્રજાને લુંટવાની મંજુરી આપી રહી છે. કેમ કે સરકાર પાસે ખાનગી યુનિવર્સિટીઓને અંકુશમાં રાખવા માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કે આયોજન નથી. વિદ્યાર્થી સેનાએ જણાવ્યું હતુ કે, ખાનગી યુનિવર્સિટીના સંચાલક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાસેથી બેફામ ફી ઉંઘરાવીને પ્રજાને લુંટી રહ્યાં છે.

વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે, ખાનગી યુનિવર્સિટીઓ સરકારી ધારાધોરણ પ્રમાણે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી નથી. તે છતાં રાજ્ય સરકાર દ્વારા પ્રયોશ યુનિવર્સિટી, HIS કામ યુનિવર્સિટી, જે.જી. યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટીના સંચાલકો સાથે મળીને ખોટી રીતે મંજુરી આપવામાં આવી રહી છે. જેના કારણે લાંબાગાળે ઉંચ્ચ શિક્ષણ ખુબજ મોંધ થશે. તેમજ ગરીબ લોકો ઉંચ્ચ શિક્ષણ મેળવવા ખુબજ મુશ્કેલી પડશે.

વિદ્યાર્થી સેના સરકારને અપીલ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટી સુધાર બિલને નામંજૂર કરવામાં આવે અને ખાનગી યુનિઓ પર અંકુશ રાખવા માટે નિયંત્રક સમિતીની રચના કરવામાં આવે.

 

TATની માર્કશીટમાં બોર્ડે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો છબરડો, નામ અને તસવીરોમાં ભૂલ