Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > પૃથ્વી શો ઉપર લાગ્યો આઠ મહિનાનો પ્રતિબંધ, ડોપ ટેસ્ટમાં થયો ફેઇલ

પૃથ્વી શો ઉપર લાગ્યો આઠ મહિનાનો પ્રતિબંધ, ડોપ ટેસ્ટમાં થયો ફેઇલ

0
382

ભારતીય ક્રિકેટ ટીમનો ભવિષ્યનો સ્ટાર પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફેઇલ થયો છે. પૃથ્વી શો ઉપર 15 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શો પહેલા જ ઈજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. આ કારણે તેની વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે પસંદગી થઈ નથી. ઇન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન 22 ફેબ્રુઆરી 2019ના રોજ પૃથ્વી શો નો યૂરિન સેમ્પલ લેવામાં આવ્યો હતો. જેમાં પ્રતિબંધિત પદાર્થ મળ્યો હતો.

ડોપ ટેસ્ટ બીસીસીઆઈના એન્ટી ડોપિંગ પ્રોગામ હેઠળ કરવામાં આવ્યો હતો. પૃથ્વી શો ના યૂરિન સેમ્પલમાં જે પદાર્થ મળ્યો છે તેનું નામ ટબ્યૂટેલાઇન છે, જેનો ઉપયોગ કફ સિરપમાં કરવામાં આવે છે. આ પદાર્થ વાડાની પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે.

બીસીસીઆઈ ADRની કલમ 10.10.3 પ્રમાણે પૃથ્વી શોએ પોતાની ઉપર લાગેલા આરોપોનો સ્વિકાર કરી લીધો છે. જેથી તેની ઉપર કલમ 10.10.2 પ્રમાણે ડેટ પ્રતિબંધ લગાવ્યો છે. હિપ ઇંજરીમાંથી પાછા ફરી રહેલા પૃથ્વી શો ને 8 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રતિબંધનો ગાળો 16 માર્ચ 2019થી 15 નવેમ્બર 2019 મિડ નાઇટ સુધી રહેશે.

પૃથ્વી શો સિવાય રાજસ્થાન તરફથી ઘરેલું ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમનાર દિવ્યા ગજરાજ અને વિદર્ભ તરફથી રમનાર અક્ષર ડુલ્લરવાર ઉપર પણ 8 મહીનાનો પ્રતિબંધ લગાવ્યો છે.

‘જજ મેન્ટ હૈ ક્યા’ પર વિવાદ, પોજ કોપી કરવાનો આરોપ