Gujarat Exclusive > દેશ-વિદેશ > મન કી બાતમાં મોદી- ચંદ્રયાન 2ની લૉન્ચિંગ દેશની સફળતા, જાણો કોનો માન્યો આભાર

મન કી બાતમાં મોદી- ચંદ્રયાન 2ની લૉન્ચિંગ દેશની સફળતા, જાણો કોનો માન્યો આભાર

0
396

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જલનીતિ, અમરનાથ યાત્રા, ચંદ્રયાન 2ની લૉન્ચિંગ, વિજ્ઞાન પ્રત્યે બાળકોનો રસ વધારવા માટે ક્વિજ કોમ્પીટિશન સહિત કેટલાક વિષયોનો ઉલ્લેખ કર્યો હતો.

જલનીતિ માટે કામ કરી રહી છે સરકાર

જલનીતિ પર ભાર આપતા કહ્યું કે જલ સંરક્ષણ લોકોના રસનો વિષય છે. પાણીના વિષયે ભારતીય દિલોને દહેલાવી નાખી છે.પીએમ મોદીએ કહ્યું કે સરકાર અને એનજીઓ જલ સંરક્ષણ માટે યુદ્ધ સ્તરે કઇને કઇ કરી રહ્યું છે. જેનું શાનદાર ઉદાહરણ ઝારખંડનું આરા કેરમ ગામ છે. મેઘાલય દેશના પ્રથમ એવુ રાજ્ય બની ગયુ છે, જેને પોતાની જલ-નીતિ તૈયાર કરી છે. જેની માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે હરિયાણામાં તે પાકના ખેતી પર ભાર આપવામાં આવી રહ્યો છે, જેમાં ઓછા પાણીની જરૂર પડે છે અને ખેડૂતનું પણ કોઇ નુકસાન થતુ નથી.

રેકોર્ડ શ્રદ્ધાળુઓએ કરી અમરનાથ યાત્રા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાની સફળતા માટે જમ્મુ-કાશ્મીરના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે કાશ્મીરના લોકો અમરનાથ યાત્રીઓની સેવા અને મદદ કરે છે. આ વખતે અમરનાથ યાત્રામાં ગત ચાર વર્ષમાં સૌથી વધુ શ્રદ્ધાળુ સામેલ થયા છે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો અમરનાથ યાત્રા કરીને પરત આવે છે, તે જમ્મુ-કાશ્મીરના લોકોના સ્વાગતથી મોહી પડે છે. બીજી તરફ ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા માટે રેકોર્ડ શ્રદ્ધાળુ પહોચ્યા છે.

વિદ્યાર્થીઓ માટે શ્રીહરિકોટા જવાની તક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ માટે રસપ્રદ સ્પર્ધા વિશે જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ક્વિજ કોમ્પીટિશન દ્વારા સૌથી વધુ નંબર મેળવનારા બાળકોને 7 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા લઇ જવામાં આવશે અને ચંદ્રયાન 2ની લેન્ડિંગ જોવાની તક મળશે. પીએમ મોદીએ કહ્યું ક્વિજ કોમ્પીટિશન દ્વારા શ્રીહરિકોટા જવાની તક મળવાની છે, તેને કોઇ પણ સ્થિતિમાં જવા ના દેતા. પીએમ મોદીએ કહ્યું કે માઇગાવ એપ પર 1 ઓગસ્ટે ક્વિજની જાણકારી આપવામાં આવશે.

કાશ્મીરના લોકોમાં વિકાસ માટે ઉત્સાહ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કાશ્મીરના લોકો વિકાસની મુખ્યધારા સાથે જોડવા માટે ઉત્સુક છે. પીએમે કહ્યું કે બેક ટૂ વિલેજ કાર્યક્રમમાં સામેલ થવા માટે દૂર દૂરના ગામથી લોકો સામેલ થયા છે. શોપિયા, પુલવામા, કુલગામ, અનંતનાગના ગામમાં અધિકારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો નફરત ફેલાવવા માંગે છે, તે ક્યારેય સફળ નહી થઇ શકે.

ચંદ્રયાન 2ની લૉન્ચિંગ દેશની સફળતા

વડાપ્રધાને ચંદ્રયાન મિશન 2નો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારે પોતાની પ્રતિભા પર વિશ્વાસ કરવો જોઇએ. વૈજ્ઞાનિકોએ દિવસ-રાત એક કરીને ચંદ્રયાનની ટેકનિકલ ખામીને આટલી જલ્દી સુધારી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, જીવનમાં મુશ્કેલીઓને પાર કરવાની હિમ્મત હોવી જોઇએ. આસમાન પાર અને અવકાશમાં ભારતની સફળતા ગર્વનું પ્રતીક છે.

ચેમ્પિયન્સે વધાર્યુ દેશનું સમ્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ચેમ્પિયનોને શુભેચ્છા આપતા કહ્યું, અમારા દેશના દસ ચેમ્પિયન્સે ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા, જેમાંથી કેટલાક ખેલાડીઓએ એકથી વધુ રમતમાં મેડલ જીત્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તે દેશ માટે ગર્વની વાત છે અને અમારા દેશનું સમ્માન વધ્યુ છે.

Mob Lynching: PM મોદીને પત્ર લખનાર 49 હસ્તિઓ વિરૂદ્ધ ફરિયાદ