Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હવે વિધાનસભામાં પણ હોર્સ ટેડિંગ! પ્રદિપ સિંહની કોંગ્રેસ મહિલા ધારાસભ્યને ઓફર

હવે વિધાનસભામાં પણ હોર્સ ટેડિંગ! પ્રદિપ સિંહની કોંગ્રેસ મહિલા ધારાસભ્યને ઓફર

0
1779

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને ધારાસભ્યોને ખરીદવાની નીતિમાં કોઈ હરાવી શકે તેમ નથી. તેઓ ગમે તેમ કરીને પોતાની વિરોધી પાર્ટીઓના સારા-સારા નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી દેતા હોય છે. તે માટે ભલેને તેમને દામ-દંડ અને ભેદની નીતિ જ ના અપનાવવી પડતી. જોકે, હવે તો બીજેપીના નેતાઓએ હદ્દ પાર કરી નાંખી છે. પોતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ ચાલું વિધાનસભા સત્રામાં કોંગ્રેસના ધારાસભ્યને બીજેપીમાં જોડાવવાની ઓફર કરી નાંખી હતી.

હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિધાનસભામાં જ ભાજપના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસના નેત્રીને ભાજપમાં જોડાવાની ઓફર કરી નાંખી હતી. કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં પ્રદિપસિંહે જવાબ આપ્યો હતો કે તમારે આવવું હોય તો આવી શકો છો.

અસલમાં વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રીકા બારિયાએ સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે મંત્રી મંડળમાં 33 ટકા મહિલાઓને મંત્રી બનાવવા માંગો છો કે કેમ? આ સવાલના જવાબમાં પ્રદિપસિંહે જણાવ્યું હતું કે ભાજેપ લોકસભામાં સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી છે, તમારે પણ આવવું હોય તો આવી શકો છો.

ઉલ્લેખનયી છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની પત્ર પલટાની મોસમમાં થોડા સમય પહેલાં જ કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ ગયા હતા.

લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ, ઔવેસીએ કહ્યું- ઈસ્લામમાં લગ્ન એકમાત્ર કરાર