Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોપ્યુલર ગ્રૂપના નબીરાઓનું કારસ્તાન: જવેલર્સને મારમારી બાનાખત રદ, 60 લાખની ઠગાઈનો આક્ષેપ

પોપ્યુલર ગ્રૂપના નબીરાઓનું કારસ્તાન: જવેલર્સને મારમારી બાનાખત રદ, 60 લાખની ઠગાઈનો આક્ષેપ

0
285

પોપ્યુલર ગ્રૂપ (Popular Group)ના પ્રથમેશ, વિક્રમ અને ક્રિનેશ વિરૂધ્ધ રૂ.60 લાખની ઠગાઈ અને જાનથી મારવાની ધમકીની ફરિયાદ કરતી અરજી

અમદાવાદ: ફિઝુ અપહરણ કેસ બાદ પોપ્યુલર ગ્રૂપ (Popular Group)ના 3 નબીરાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. પોપ્યુલર ગ્રૂપ (Popular Group)ના પ્રથમેશ, વિક્રમ અને ક્રિનેશ પટેલે સેટેલાઇટના માણેકબાગ વિસ્તારમાં રહેતા જ્વેલર્સ અને લેન્ડ ઇન્વેસ્ટર્સને મારમારી ધાકધમકી આપી બાનાખત રદ કરાવ્યાની અને રૂ.60 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ કરતી લેખિત અરજી પોલીસ ચોપડે નોંધાઈ છે.

માણેકબાગની શ્રીનાથ પાર્ક સોસાયટીમાં રહેતા રાહુલ ઘનશ્યામ સોનીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર ગ્રૂપ (Popular Group)ના પ્રથમેશ છગન પટેલ, વિક્રમ છગન પટેલ અને ક્રિનેશ પટેલ વિરુદ્ધ લેખિત અરજી કરી છે. જે અરજીમાં જણાવ્યા મુજબ પ્રથમેશ, વિક્રમ અને ક્રિનેશ પોપ્યુલર બિલ્ડર ગ્રૂપ (Popular Group)ના નામે ધંધો કરે છે. ત્રણેયને પોતે સારી રીતે ઓળખતા હોવાથી સાણંદ તાલુકાના ગોધાવી ગામની 3545 ચો.મી.ની બિનખેતીની જમીન પ્રથમેશ વેચવા આવ્યો હતો. જે જમીનના બાનાપેટે રાહુલ સોનીએ રૂ.5 લાખનો ચેક બાનાપેટ ચેક નંબર 63 ગત તા 5 જાન્યુ. 2018ના રોજ આપ્યો હતો.

આ પણ વાંચો: પાટીદાર આગેવાન દુર્લભ પટેલ આત્મહત્યા કેસઃ રાજુ ભરવાડ -ભાવેશ સવાણીની ધરપકડ

આ રીતે જમીનનું નોટરાઈઝ બાનાખત કરવામાં આવ્યું હતું. ગત એપ્રિલ, 2018ના રોજ પ્રથમેશ, વિક્રમ અને ક્રિનેશ સહિત 6 લોકો રાહુલભાઈ સોનીના ઘરમાં ઘૂસી ગયા હતા. જેમાંથી બે લોકોના હાથમાં ચપ્પુ હતું. આ લોકો બાનાખત રદનો સ્ટેમ્પ અને નોટરીનો ચોપડો પોતાની પાસે લઈને આવ્યા હતા.

તમામ લોકોએ રાહુલભાઈને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નોટરીના ચોપડા અને બાનાખત રદના તૈયાર સ્ટેમ્પ પર સહીઓ કરાવી લીધી હતી. જતા જતા છ જણાએ ધમકી આપી કે આ બાબતે કોઈને ફરિયાદ કરી તો તારા પરિવારને જાનથી મારી નાંખીશું. સામેવાળા હત્યા અને અપહરણ ગુનામાં સંડોવાયેલા હોઈ અને વગદાર હોઈ પોતે ડરી ગયા હતા. જેના પગલે જે તે સમયે કોઈને ફરિયાદ કરી ન હોવાનું રાહુલભાઈએ અરજીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો: SG હાઈવે MD ડ્રગ્સનું પોકેટ :ગુજરાત હાઈકોર્ટ, અપના અડ્ડા અને ખેતલા આપા નજીક વેચાણ!

આ ઘટનાના એકાદ વર્ષ બાદ પ્રથમેશ રાહુલભાઈ પાસે આવ્યો હતો. પ્રથમેશે અગાઉ જે બન્યું તે ભૂલી જાવ તેમ કહી રાહુલભાઈને તમે મને જે રૂપિયા આપ્યા હતા. તે પેટે આ ચેક રૂ.60 લાખનો ભરી દેજો તમને પૈસા મળી જશે. વૈશ્ય બેન્કનો ચેક રાહુલભાઈએ ગત તા. 1-1-2020ના રોજ ભર્યો પણ રિટર્ન આવ્યો હતો. જે રકમની માંગણી કરતા પ્રથમેશે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાહુલભાઈના ઘરે જઈને તેમની ગેરહાજરીમાં પણ પ્રથમેશ ધમકી આપતો હતો.

પ્રથમેશ સહીતના લોકોથી તણાવ અને ભયમાં પોતે જિંદગી જીવતા હોવાથી તમામ સામે કાર્યવાહી કરવા માંગણી કરતી લેખિત અરજી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રાહુલ સોનીએ કરી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી.અગ્રાવલે જણાવ્યું હતું કે, લેખિત અરજી અમને મળી છે. જે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. આ મામલે કાયદેસરની તપાસ કરી ગુનાઈત કૃત્ય હોવાનું બહાર આવશે તો ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. (Popular Group)