Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફિઝુ કેસઃ પોપ્યુલર ગ્રૂપના રમણ,મૌનાંગ, દશરથ,વિરેન્દ્ર 2 દિવસના રિમાન્ડ પર

ફિઝુ કેસઃ પોપ્યુલર ગ્રૂપના રમણ,મૌનાંગ, દશરથ,વિરેન્દ્ર 2 દિવસના રિમાન્ડ પર

0
151
  • પોલીસે મેટ્રો કોર્ટમાં 6 દિવસના રિમાન્ડ માંગ્યા,બે દિવસના મંજુર થયા
  • અગાઉ આરોપીના વધુ રિમાન્ડની અરજી  મેટ્રો કોર્ટે ફગાવી હતી
  • સેશન્સ કોર્ટેએ મેટ્રો કોર્ટને બન્ને પક્ષને સાંભળવા રજુઆત કરી હતી

અમદાવાદઃ પુત્રવધુ પર અત્યાચાર અને અપહરણ સહિતના કેસમાં સંડોવાયેલા પોપ્યુલર ગ્રૂપના રમણ- દશરથ પટેલ, મૌનાંગ અને વિરેન્દ્રની મુશ્કેલીઓ વધી છે. ચારે આરોપીને મેટ્રો કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. વસ્ત્રાપુર પોલીસે કોર્ટમાં અરજી કરી આરોપીના 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે કોર્ટે બે દિવસના તા.7 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અગાઉ મેટ્રો કોર્ટે આરોપીના વધુ રિમાન્ડની અરજી ફગાવી જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. જેની સામે વસ્ત્રાપુર પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સેશન્સ કોર્ટે મેટ્રો કોર્ટને બન્ને પક્ષને સાંભળવા કહ્યુ હતુ. બાદમાં પોલીસે મેટ્રો કોર્ટેમાં 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ-દશરથ, મૌનાંગ અને વિરેન્દ્રની પોલીસે ગત 29 ઓગષ્ટે શનિવારે બપોરે 2.15 વાગ્યે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી હતી. ચારે આરોપીઓને પોલીસે અગાઉ શુક્રવારે સાંજે ડિટેઇન કરી નજરકેદમાં રાખ્યા હતા.

આ પણ વાંચોઃ રમણ, દશરથ, મૌનાંગ અને વિરેન્દ્રને બીજા છ દિવસના રિમાન્ડ નહીંઃ કોર્ટ

પોલીસ તપાસમાં આરોપીઓએ ફરિયાદી ફિઝુનું અપહરણ કરી બળજબરીપૂર્વક ડિવોર્સ પેપર, મિલકતમાંથી બેદખલ અને આરોપીઓની તરફેણમાં નિવેદન આપતી એફિડેવિટ પર સહીઓ કરાવી હતી. આ કાગળોની ઓરિજીનલ નકલ આરોપીઓ પાસે છે. આ ઉપરાંત આરોપીઓ સાથે અન્ય લોકો પણ બળજબરીપૂર્વક સહીઓ કરાવવાના ગુનામાં સંડોવાયેલા હતા. ફિઝુ પર દબાણ લાવી ધાક્ધમકી આપી સહીઓ કરાવવાના ઘટનાક્રમની આરોપીઓએ વીડિયોગ્રાફી કરી હતી. રમણ અને તેનો પુત્ર મૌનાંગ પટેલ છેલ્લા 12 દિવસથી ફરાર હતાં. આ દરમિયાન તેઓ રાજસ્થાન ગયાનું પોલીસને જાણવા મળ્યું છે.

પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.જોકે કોર્ટે આરોપીઓના બીજા દિવસ રવિવાર સવારે 11.30 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

સાસુ મયુરિકા અને પિતા મુકેશ પટેલના જામીન મંજુર

ફિઝુ પટેલએ ગત તા 15મી ઓગષ્ટના રોજ સસરા રમણ પટેલ,સાસુ મયુરિકા પટેલ, પતિ મૌનાંગ પટેલ, પિતા મુકેશ પટેલ સહિતના ચાર આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. આ મામલે આરોપીઓની તરફેણમાં એફિડેવિટ કરાવવા ફિઝુનું અપહરણ કરી ધાકધમકી આપી સહીઓ કરાવવા મુદ્દે દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલ પણ આરોપીમાં આવ્યા હતા. મયુરિકા અને મુકેશ પટેલના કોર્ટે જામીન મંજુર કર્યા હતા.

આ પણ વાંચોઃ પોપ્યુલર ગ્રૂપના રમણ, દશરથ, મૌનાંગ અને વિરેન્દ્રની ધરપકડ: રવિવાર સુધી રિમાન્ડ

ફિઝુનું અપહરણ અને 2.50 કરોડ જપ્ત

મૌનાંગ પટેલ અને રમણ પટેલના આગોતરા જામીન મંજુર થાય તે પહેલાં આરોપીઓએ ફિઝુનું અપહરણ કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. સાથે 2.50 કરોડ રૂપિયા પકડાયા હતા. કોર્ટમાં આરોપીઓને પોલીસે એક દિવસના રિમાન્ડ પુરા થતા રજુ કરી 6 દિવસના વધુ રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી. આરોપીઓ જેલમાં ગયા બાદ પોલીસે વધુ રિમાન્ડ માટે રિવિઝન અરજી કરી જેમાં સફળતા મળી છે.