Gujarat Exclusive > યુથ > મનોરંજન > પૂનમ પાંડેએ ગુપચુપ બોયફ્રેન્ડ સૈમ સંગ લગ્ન કર્યા, PHOTOS જોઇ દંગ થઇ જશો

પૂનમ પાંડેએ ગુપચુપ બોયફ્રેન્ડ સૈમ સંગ લગ્ન કર્યા, PHOTOS જોઇ દંગ થઇ જશો

0
107
  • બોલ્ડનેસ ઇમેજ ધરાવનાર પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
  • સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટા. પર PHOTOS શેર કર્યા
  • ફોટોમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ બોલ્ડ દેખાઇ રહી છે

નવી દિલ્હી : પોતાની બોલ્ડનેસને કારણે જે લોકો ચર્ચામાં રહેનારી મૉડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ. પૂનમે પોતાના બોયફ્રેન્ડ સેમ સામે લગ્ન કરી લીધાં છે. અભિનેત્રીએ ખૂબ જ ખાનગી રીતે સૈમ સાથે લગ્ન કરી લીધાં છે. આ વાતનો ખુલાસો તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના કેટલાંક ફોટો શેર કર્યા છે જેમાં તે દુલ્હનના વેશમાં જોવા મળી રહી છે. પૂનમના લગ્નના ફોટો હાલમાં સોશિયલ મીડિયા (Poonam Pandey wedding photos) પર છવાઇ ગયા છે.

View this post on Instagram

 

❤️

A post shared by Poonam Pandey (@ipoonampandey) on


આ પણ વાંચોઃ દેશી વેક્સીન Covaxin એ કરી કમાલ, વાંદરાઓના શરીરમાંથી કોરોના ભગાડ્યો 

લગ્નના આ ખાસ મોકા પર પૂનમ અને સૈમે એક જ રંગના કપડાં પહેર્યા છે. જ્યાં પૂનમે નેવી બ્લુ કલરનો લેંઘો પહેર્યો છે કે જેના પર પિંક અને વ્હાઇટ કલરની એમ્બ્રોઇડરી થઇ રહી છે. બીજી બાજુ સૈમે પણ બ્લુ કલરની શેરવાની પહેરી છે. જેની ઉપર પણ એમ્બ્રોઇડરી થઇ રહી છે. ફોટો શેર કરવા સાથે એક્ટ્રેસે લખ્યું કે, “આગામી સાત જન્મ હું તારી સાથે વિતાવવા ઇચ્છું છું.” જેની પર સૈમે કમેન્ટ પણ કરી છે. પૂનમ અને પોતાના લગ્નના ફોટા પર કમેન્ટ કરતા સૈમે લખ્યું કે, “બિલકુલ શ્રીમતી બૉમ્બે.”

 

View this post on Instagram

 

Here’s looking forward to seven lifetimes with you.

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

સૈમે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો (Poonam Pandey wedding photos) શેર કર્યા છે કે જેમાં એક ફોટોમાં પૂનમ પોતાની મહેંદી દેખાડતી જોવા મળી રહી છે. બીજી બાજુ બીજા ફોટોમાં તે બ્રાઇડલ લુકમાં જોવા મળી રહી છે.

View this post on Instagram

 

Mr & Mrs Bombay

A post shared by Sam Bombay (@sambombay) on


આપને જણાવી દઇએ કે સૈમ અને પૂનમનો સંબંધ પહેલેથી જ જાહેર હતો. બંને ઘણી બધી વાર એક સાથે જોવા મળી રહ્યાં છે. પૂનમ મોટે ભાગે સૈમ સાથે પોતાના ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ફોટોમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ બોલ્ડ દેખાઇ રહી છે. પૂનમના કેરિયરની જો વાત કરીએ તો તેને ‘નશા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મોમાં તો પૂનમ વધારે ખાસ કમાલ નથી દેખાડી શકી પરંતુ પોતાની બોલ્ડનેસને કારણે તે ખૂબ જ ચર્ચામાં રહી છે.

View this post on Instagram

 

You bring the sunshine, I’ll bring the wine. You are my best friend. Happy friendship day ❤️

A post shared by Poonam Pandey (@ipoonampandey) on


આ પણ વાંચોઃ દેશમાં કોરોનાનો આતંક, કુલ આંક 46 લાખને વટાવતા નવા કેસ 97 હજારને પાર