Gujarat Exclusive > દેશ-વિદેશ > પીળી સાડીવાળી ઓફિસરે Tik Tok પર મચાવી ધમાલ, લોકોએ કહ્યું- સપના ચૌધરીનો જમાનો ગયો

પીળી સાડીવાળી ઓફિસરે Tik Tok પર મચાવી ધમાલ, લોકોએ કહ્યું- સપના ચૌધરીનો જમાનો ગયો

0
3036

લોકસભા ચૂંટણીના સમયે એક ચૂ્ંટણી અધિકારી અચાનક જ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી. પીળી સાડીવાળી મહિલા અધિકારી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી. ચૂંટણી ડ્યુટીમાં કામ કરનારી મહિલા પીડબલ્યૂડીની અધિકારી રીના દ્વિવેદી છે. ચૂંટણી બાદ પણ રીના દ્વિવેદીને લઇને લોકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, કારણ કે ટિક ટૉક (Tik Tok) પર તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

https://www.facebook.com/reena.dwivedi.official/videos/1320677404767746/

રીના દ્વિવેદીનો Tik Tok વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને હરિયાણવી ડાન્સર સપના ચૌધરીની કોપી ગણાવી રહ્યાં છે. Tik Tokના આ વાયરલ વીડિયોમાં રીના લીલા રંગની સાડીમાં સપના ચૌધરીની જેમ જ ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે. સપના ચૌધરીના ફેમસ ગાયન ‘તેરી આખ્યા કા કાજલ’ પર રીના દ્વિવેદી ડાન્સ કરી રહી છે અને તેમનો વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે.

રીના બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે. આ વીડિયો કોઇ લગ્ન સમારંભનો છે. આ રીતનો એક ડાન્સ વીડિયો પહેલા ડબ્બૂ અંકલના નામથી જાણીતા થયેલા સંજીવ શ્રીવાસ્તવનો બનાવવામાં આવ્યો હતો જેમને ગોવિંદાના ગાયન પર ડાન્સ કરી ચર્ચા જગાવી હતી.

રીના સોશિયલ પર એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેને પોતાનો પ્રથમ ટિક ટૉક વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો, તે સમયે તે પીળા રંગની ડ્રેસમાં હતી.

મહત્વપૂર્ણ છે કે રીનાને ભોજપુરી ફિલ્મની પણ ઓફર મળી ચુકી છે પરંતુ દીકરાને કારણે તેને ઇનકાર કરી દીધો છે. રીનાને જીવનમાં 6 વર્ષ પહેલા થયેલી એક દૂર્ઘટનાએ બદલી નાખી હતી. વર્ષ 2013માં તેના પતિનું મોત થયુ હતુ, જે બાદ તેને પોતાના પતિની જગ્યાએ પીડબલ્યૂડીમાં નોકરી મળી ગઇ હતી. રીનાના વર્ષ 2004માં સંજય સાથે લગ્ન થયા હતા અને 13 વર્ષનો એક દીકરો છે.

હવે રીના દ્વિવેદી સોશિયલ મીડિયા પર મળેલી ફેન્સની શુભેચ્છા અને પ્રેમથી ઘણી ઉત્સાહિત છે.

આ મૉડલ રિયાલિટી શૉમાં લાઈવ સેક્સથી વિવાદોમાં ફસાઈ, જુઓ બોલ્ડ અંદાજ