Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાહુલ ગાંધીએ ચીની સેના ઘુષણખોરી મુદ્દે પીએમ મોદીને લીધા આડેહાથ

રાહુલ ગાંધીએ ચીની સેના ઘુષણખોરી મુદ્દે પીએમ મોદીને લીધા આડેહાથ

0
157

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ચીન પર આકરા પ્રહાર કર્યા હતાં અને સ્પષ્ટ ચેતવણી આપી હતી. આ મામલે રાહુલ ગાંધીએ (Politics latest News ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતાં. તેમણે પીએમ મોદી પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Politics latest News ) ચીનના અતિક્રમણને લઈને દેશને ગેરમાર્ગે દોર્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે (Politics latest News ) ચીન સાથેના સરહદી વિવાદને લઈને આપેલા નિવેદનથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.

આજે સંસદમાં રક્ષામંત્રી રાજનાથ સિંહેએ (Politics latest News ) કહ્યું હતું કે, ચીને LAC અને આંતરિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિક ટુકડિઓ દારૂ-ગોળા ભેગો કર્યો છે, પરંતુ ભારતીય સેના પણ તૈયાર છે અને કોઈપણ દુઃસાહસનો વળતો જવાબ આપવા સક્ષમ છે. સંસદમાં ચીનને લઈને રક્ષામંત્રી દ્વારા જણાવવામાં આવેલી વર્તમાન સ્થિતિ બાદ કોંગ્રેસ હુમલો કરી રહી છે.

આ પણ વાંચો: ચીન સાથે પાંચ સૂત્રીય સંમતિ પછી પણ સરહદી વિવાદનો ઉકેલ નહી, તનાવ યથાવત્

અ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Politics latest News ) ચીની સેના ઘુષણખોરીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (Politics latest News ) આડેહાથ લીધા હતાં. પીએમ મોદીએ ગલવાનની ઘટના બાદ સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે, ન કોઈ આપણા ક્ષેત્રમાં ઘૂસ્યુ છે અને ના કોઈ પોસ્ટ પર કબજો કર્યો છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે પરંતુ તે પોતાની સંપ્રભુતા સાથે કોઈ સમજુતી કરશે નહીં.

આજે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, રક્ષામંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રીએ દેશને ચીની અતિક્રમણ પર ગેરમાર્ગે દોર્યો છે. આપણો દેશ હંમેશા ભારતીય સેનાની સાથે જ છે અને રહેશે, પરંતુ મોદીજી તમે ક્યારે ચીનની વિરુદ્ધ ઊભા થશો? ચીન પાસે આપણા દેશની જમીન ક્યારે પરત લેશો? ચીનનું નામ લેવાથી ડરો નહીં.

આ અગાઉ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, દેશ સેનાની સાથે છે, પરંતુ રક્ષામંત્રી તે જણાવે કે ચીને આપણી જમીન પર કબજો કરવાનું દુઃસાહસ કેમ કર્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન દ્વારા આપણા વિસ્તારમાં ઘુષણખોરી ન કરવા વિશે ગેરમાર્ગે કેમ દોર્યા?

આ પણ વાંચો: સરહદ પર હાલ કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહ સંસદમાં આપશે જવાબ

જણાવી દઈએ કે, LAC પર બન્ને દેશોના સૈનિકો વચ્ચે લાંબા સમયથી તનાવ યથાવત છે. બન્ને દેશોના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં 5 જૂને હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થઈ ગયા હતા. જ્યારે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતું.

 ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે તણાવની સ્થિતિ છે. બંને દેશોની સેના સામસામે છે. આ તણાવ ઘટાડવા સૈન્ય સ્તરે લગભગ 10 જેટલી બેઠકો કરવામાં આવી જ્યારે રાજદ્વારી મોર્ચે પણ અનેક બેઠકો યોજાઈ પરંતુ હજી સુધી તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો.

અત્રે ઉલ્લેખનીય છ કે, ઈન્ટરનેશનલ મીડિયાના રિપોર્ટ અનુસાર, ગલવાનમાં સર્જાયેલા ઘર્ષણમાં ચીનના પણ 35 થી 40 ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જો કે ચીને હજુ સુધી પોતાના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાનો સત્તાવાર આંકડો જાહેર નથી કર્યો.

સરહદ પર તનાવના માહોલ વચ્ચે બન્ને દેશોના ડિફેન્સ મિનિસ્ટર અને વિદેશ મંત્રીઓ વચ્ચે રશિયાના મૉસ્કોમાં વાતચીત થઈ ચૂકી છે. આ વાતચીતમાં મુખ્યત્વે LACની આસપાસ તનાવ ઓછો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

લોકસભાના 17, રાજ્યસભાના 8 સાથે કુલ 25 સાંસદ કોરોના પોઝિટિવ

સંસદના ચોમાસુ સત્રના પ્રારંભ થતાં સાંસદોનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો તેમા કુલ 25 સાંસદો કોરોના પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ સાંસદોમાં લોકસભાના 17 અને રાજ્યસભાના આઠ સાંસદ છે. સૌથી વધારે ભાજપના 12 સાંસદો ચેપગ્રસ્ત છે. તેના પછી વાયએસઆર કોંગ્રેસના બે, શિવસેના, ડીએમકે અને આરએલપીના એક-એક સાંસદ પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચો: દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 50 લાખ પાર, 82 હજારથી વધુ મોત

સંસદમાં 12 સપ્ટેમ્બરે કરવામાં આવેલા ટેસ્ટમાં કુલ સાંસદો અને અધિકારીઓ તથા બીજા હોદ્દેદારો સાથે કુલ 56 જણા પોઝિટિવ આવ્યા છે. ભાજપની સાંસદ મીનાક્ષી લેખીએ પણ પોતે કોરોના પોઝિટિવ હોવાનું ટવીટ કર્યુ છે. લોકસભા અને રાજ્યસભા શરૂ થતા પહેલા જ નિયમ બનાવાયો હતો કે કુલ 785 સાંસદો અને કર્મચારીઓ થઈને 2,000 લોકોએ પરીક્ષણ કરાવવુ પડશે અને તેના પછી જ તેને ગૃહમાં પ્રવેશ મળશે.

લોકસભાના સભ્યોનું સંસદના ગૃહમાં 13 અને 14મી સપ્ટેમ્બરના રોજ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમા ચેપગ્રસ્ત સાંસદોમાં એક ભાજપના સુકાંતા મજુમદારે ગઇકાલે જ તેમના પોઝિટિવ સ્ટેટસ અંગે ટવીટ કર્યુ હતુ. બાકીનાના પરિણામ પછી આવ્યા છે. કુલ 785 સાંસદોમાથી 200થી વધારે સાંસદ 65થી વધુ વયના છે, આ વયના લોકો માટે કોરોના એકદમ જોખમી માનવામાં આવે છે.