Gujarat Exclusive > રાજનીતિ > બિહાર ચૂંટણી: શું NDA તૂટશે? LJP 143 ઉમેદવારો ઉતારી શકે છે મેદાનમાં

બિહાર ચૂંટણી: શું NDA તૂટશે? LJP 143 ઉમેદવારો ઉતારી શકે છે મેદાનમાં

0
71

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election)પહેલા સત્તાધારી ગઠબંધન NDA તૂટવાનું જોખમ વધી ગયું છે. ગઠબંધનમાં સહયોગી પાર્ટી લોકજન શક્તિ પાર્ટી (LJP)એ આગામી ચૂંટણીમાં 143 વિધાનસભા વિસ્તારો માટે ઉમેદવારોની યાદી બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે જ પાર્ટી રાજ્યના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રમુખ નીતિશ કુમાર (Nitish Kumar)ના નેતૃત્વમાં ચૂંટણી લડશે કે તેમના વિરુદ્ધમાં? તેના પર અંતિમ નિર્ણય પાર્ટીએ ચિરાગ પાસવાન પર છોડ્યો છે. સોમવારે ચિરાગ પાસવાને (Chirag Paswan) દિલ્હીમાં પાર્ટીના બિહારથી સંસદીય બોર્ડની બેઠક બોલાવી હતી. જેમાં ઉપરોક્ત નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં LJPના કેટલાક નેતાઓએ દાવો કર્યો કે, નીતિશ કુમાર હવે લોકપ્રિય નેતા નથી રહ્યાં. રાજ્ય સરકાર હવે બ્યૂરોકેટ્સ પર વધારે પડતી નિર્ભર છે.

આ પણ વાંચો: ગુજરાતના કોરોના વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં ફરશે ‘કોવિડ વિજય રથ’

LJPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પાર્ટી મિટિંગ પહેલા ભાજપના રાષ્ટ્રીય નેતાનો ફોન આવ્યો હતો. જેમાં બન્ને પાર્ટીઓ વચ્ચે અઠવાડિયાના અંતે મિટિંગને લઈને વાત થઈ છે.

બીજી તરફ બિહારમાં ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અમે ઈચ્છીશું કે, LJP ગઠબંધનમાં ચૂંટણી લડે. LJP ઉમેદવારોના JDU ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડવાથી ગઠબંધનને જ નુક્સાન થશે.

જણાવી દઈએ કે, JDU પર સતત હુમલા વચ્ચે LJP ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી રહી છે અને રાષ્ટ્રીય પાર્ટીની સાથે પોતાનું ગઠબંધન જાળવી રાખવા માંગે છે.

ચિરાગ પાસવાનના પિતા નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ છે. જ્યારે દિલ્હીમાં બેઠક બાદ બિહારના ધારાસભ્ય અને પાર્ટીના રાજ્ય સંસદીય બોર્ડના અધ્યક્ષ રાજૂ તિવારીએ એક નોટ જાહેર કરી છે.

જેમાં બે મુખ્ય વાતો કહેવામાં આવી છે. જેમાં પાર્ટી દ્વારા 143 ઉમેદવારો નક્કી કરીને તે યાદી સંસદીય બોર્ડને મોકલવાની છે. આ સિવાય ગઠબંધન સંદર્ભે નિર્ણય લેવાની સત્તા ચિરાગ પાસવાનને આપવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. હવે તેઓ જ નક્કી કરે કે, ગઠબંધનમાં રહેવું છે કે કેમ?