Gujarat Exclusive > દેશ-વિદેશ > POKમાં પણ ચીનનો અડ્ડો અને જંગી રોકાણ, પાક સૈન્ય સાથે પણ સાંઠગાંઠ

POKમાં પણ ચીનનો અડ્ડો અને જંગી રોકાણ, પાક સૈન્ય સાથે પણ સાંઠગાંઠ

0
57

ઇસ્લામાબાદઃ તિબેટ (Tibet) અને તાઇવાન (Taiwan)થી દૂર રહેવાનું કહેતું ચીન (China) પોતે ભારતના મૂળભૂત હિતોની અવગણના કરીને તનાવ વધારવામાં લાગેલું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ ચીન પાકિસ્તાનમાં 87 કરોડ ડોલરનું રોકાણ કરી રહ્યુ છે અને તેની સાથે-સાથે તે ચૂપકિદીથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ વિસ્તારમાં પાકિસ્તાનના લશ્કરની મદદથી લશ્કરી થાણુ બનાવવામાં લાગેલું છે. ચીન અને પાકિસ્તાનની આ ચાલના લીધે લડાખમાં ભારતની સાથે ચીનનો તનાવ વધી રહ્યો છે.

ચીનનું સીપીઇસીમાં 87 અબજ ડોલરનું રોકાણ POK China investment

ચીને સીપીઇસી હેઠળ પાકિસ્તાનમાં 87 અબજ ડોલરની મદદથી બંદરો, માર્ગો, રેલવે અને પાવર પ્લાન્ટ બનાવી રહ્યુ છે. ચીનનો હેતુ મલક્કા સામુદ્રધુની પર તેની નિર્ભરતા ઘટાડીને ગ્વાદર બંદરના માર્ગે સમગ્ર વિશ્વને સામાનોની નિકાસ કરવાનો છે. ચીનને હંમેશા તે ડર રહે છે કે મલક્કા સામુદ્રધુનીમાં ભારત અને અમેરિકા તેના માટે સંકટ બની શકે છે, તેથી તેણે પૂરી તાકાત પાકિસ્તાનમાં લગાવી દીધી છે.

આ પણ વાંચોઃ ચીન સાથે પાંચ સૂત્રીય સંમતિ પછી પણ સરહદી વિવાદનો ઉકેલ નહી, તનાવ યથાવત્

ગ્વાદર, ગિલગિટ, બાલ્ટિસ્તાનના લશ્કરી થાણાનું ચીનને એક્સેસ POK China investment

ચીને હાલમાં જ સીપીઇસી હેઠળ 11 અબજ ડોલરના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમા ઘણા ચાઇનીઝ પ્રોજેક્ટ પીઓકેમાં ચાલનારા છે. સ્થાનિક અહેવાલ મુજબ પાકિસ્તાની વહીવટીતંત્ર ભલે તે વાતનું ખંડન કરે હોય, પરંતુ તેણે ચૂપકિદીથી ચીનના લશ્કરને ગ્વાદર અને ગિલગિટ બાલ્ટિસ્તનના લશ્કરી થાણાનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન વિવાદાસ્પદ પીઓકેમાં આવે છે, જેના પર ભારત પોતાનો દાવો કરે છે.

ગ્વાદરમાં ચીનનું જંગી રોકાણ

ચીને ગ્વાદર અને ગિલગિટ બંને જગ્યાએ અબજો ડોલરનું રોકાણ કર્યુ છે. ચીનના આ કામમાં તેને સીધી મદદ પાકિસ્તાનનું લશ્કર કરી રહ્યુ છે. આ અબજો ડોલરના પ્રોજેક્ટમાં પાકિસ્તાની લશ્કર પણ રૂપિયા બનાવી રહ્યુ છે. પાકિસ્તાની લશ્કરના સંગઠન ફ્રન્ટિયર વર્ક્સ ઓર્ગેનાઇઝેશનને સીપીઇસી સાથે જોડાયેલા કેટલાય કોન્ટ્રાક્ટ મળ્યા છે.

આ પણ વાંચોઃ ભારતની અર્થ વ્યવસ્થા પર ચીનની નજર, હવે સ્ટાર્ટઅપ્સ અને પેમેન્ટ-ડિલીવરી એપ્સની જાસૂસી

કારાકોરમ હાઇવે અપગ્રેડ કરશે

તેમા સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ કારાકોરમ હાઇવેને અપગ્રેડ કરવાનો છે. આ હાઇવે ચીનના શિનજિંયાંગ પ્રાંતના કાશગરને પાકિસ્તાનના પંજાબ પ્રાંત સાથે જોડે છે. તેના પર જ બે અબજ ડોલર ખર્ચ કરવામાં આવનાર છે. આ રોડ ચીન માટે અત્યંત મહત્ત્વનો છે. આ રસ્તે ચીનને વેપારનો વૈકલ્પિક માર્ગ મળશે.

હાઇવેના બધા કોન્ટ્રાક્ટ પાક લશ્કર પાસે

આ બાજુ ટીકાકારોનું કહેવું છે કે કોઇપણ પ્રકારના કોન્ટ્રાક્ટ વગર પાક લશ્કરને આ કોન્ટ્રાક્ટ આપી દેવાયો. સીપીઇસીના ચેરમેન સેનામાંથી નિવૃત્ત થયેલા જનરલ અસીમ બાજવા છે. ઇમરાન ખાને વચન આપ્યું હતું કે તે સીપીઇસી પ્રોજેક્ટની સમીક્ષા કરશે, પરંતુ તેવું થયું નથી અને હવે લશ્કરના દબાવમાં ઇમરાને મૌન સાધ્યું છે.