Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજ્યસભામાં પોક્સો સંશોધન બિલ પસાર, બાળ જાતીય અપરાધમાં મૃત્યુદંડની જોગવાઈ

રાજ્યસભામાં પોક્સો સંશોધન બિલ પસાર, બાળ જાતીય અપરાધમાં મૃત્યુદંડની જોગવાઈ

0
285

રાજ્યસભામાં બુધવારે પોક્સો સંશોધન બિલ પસાર કરી દેવામાં આવ્યુ છે. આ બિલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને વ્યાખ્યાયિત કરતા બાળકો વિરુદ્ધના અપરાધમાં મૃત્યુ દંડની જોગવાઈ છે. રાજ્યસભામાં જાતિય અપરાધોથી બાળકોના સંરક્ષણ સંશોધન બિલ ઉપર ચર્ચાના જવાબ આપતા મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે બાળકો વિરુદ્ધ જાતીય અપરાધ અને બળાત્કારના મામલાઓમાં જલ્દીથી સુનવણી થાય તે માટે કેન્દ્ર સરકારે 1023 વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત સ્થાપવાનીની મંજૂરી આપી છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે, અત્યાર સુધી 18 રાજ્યોએ આ પ્રકારની અદાલતોની સ્થાપના માટે સહમતિ વ્યક્ત કરી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રીના જવાબ પછી ઉચ્ચ સદનમાં બિલને બધાની સહમતિ બાદ પસાર કરવામાં આવ્યો. આ પહેલા ઈરાનીએ કહ્યું કે, 1023 વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતોની સ્થાપના માટે કુલ 767 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. તેમણે કહ્યું કે 474 કરોડની સહાયતા કેન્દ્ર સરકાર કરશે.

ઈરાનીએ કહ્યું કે, સરકાર પોતાની વિભિન્ન એજન્સીઓના માધ્યમથી આ વાતને પ્રોત્સાહિત કરી રહી છે કે બાળકો પોતાના વિરુદ્ધ થનારા જાતીય અપરાધો વિશે નિડર થઈને શિકાયત કરી શકે અને તેમના નજીકના લોકોને બતાવી શકે. તેમણે કહ્યુ કે હંમેશા એવું થાય છે કે બાળકીઓ વિરુદ્ધ થનાર જાતિય સંબંધની શિકાયત તો કરવામાં આવે છે પરંતુ છોકરાઓ વિરુદ્ધ થનાર જાતીય અપરાધોની શિકાયત કરવામાં આવતી નથી.

બિલ ઉપર ચર્ચા દરમિયાન સ્મૃતિ ઈરાનીએ તૃણમૂળ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયન વિરુદ્ધ થયેલ જાતીય અપરાધની એક ઘટનાનો હવાલો આપતા કહ્યું કે આ વાતને તેમણે 58 વર્ષની ઉંમરમાં સાર્વજનિક રીતે કહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે, સમાજમાં હવે પુરુષોએ પણ આવા પ્રકારની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં શરમ ન અનુભવી જોઈએ. તેમણે કહ્યુ કે, આ બિલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને પણ વ્યાખ્યાયિત કરી છે જેથી આવા અપરાધોને રોકવામાં મદદ મળી શકે.

મહિલા અને બાળ વિકાસ મંત્રીએ કહ્યુ કે, હાલના બિલમાં બાળકો વિરુદ્ધ જાતીય અપરાધની ઘટનામાં 20 વર્ષથી લઈને ઉમરકેદની સજા અને ‘અમાનવિય અપરાધોમાં’ મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, તેમણે બાળકો વિરુદ્ધ થયેલ અપરાધના જૂના પડેલા મામલાઓમાં સુપ્રિમ કોર્ટના રજિસ્ટ્રારની સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યુ કે, આ બિલમાં બધા જ રાજ્યોના સિનિયર નોડલ પોલીસ અધિકારી નિયુક્ત કરવાનો ઉલ્લેખ હતો. બધા જ રાજ્યોએ અધિકારીઓને નિયુક્તિકરી દીધી છે.

તેમણે કહ્યું કે, મૂળ કાયદો અનુસાર બાળ જાતીય અપરાધોની શિકાયત થવાના બે મહિનાની અંદર તપાસ કરવાની અને એક વર્ષની અંદર મુકદમો પૂરો કરવાની જોગવાઈ છે. ઈરાનીએ આગળ કહ્યું કે, સરકારે જાતીય અપરાધોનો એક નેશનલ ડેટા બેસ તેયાર કર્યો છે. આવા પ્રકારના 6,20,000 અપરાધી છે.

UAPA બિલ સંસદમાં પસાર, હવે સરકાર શકના આધારે કરી દેશે આતંકી જાહેર