Gujarat Exclusive > The Exclusive > PMOમાં ત્રણ નવા આઇએએસ અધિકારી નીમવામાં આવ્યા

PMOમાં ત્રણ નવા આઇએએસ અધિકારી નીમવામાં આવ્યા

0
108

નવી દિલ્હીઃ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ (PMO)માં ત્રણ જુનિયર આઇએએસ (IAS) અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મધ્યપ્રદેશ કેડરના 2004ના આઇએએસ ઓફિસર રઘુરાજ રાજન્દ્રનની પીએમઓમાં ડિરેક્ટર (Direct0r) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આમ હવે તેઓએ બાકીના સમયગાળામાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ખાનગી સચિવ તરીકે કામ નહી કરવુ પડે.

બીજી નિમણૂક 2010ના આઇએએસ ઓફિસર અમરપાલી કાટાની પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી (Deputy secretary) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ આંધ્રપ્રદેશ કેડરના ઓફિસર છે અને તેઓને કેબિનેટ સેક્રેટરિએટમાંથી પીએમઓમાં ખસેડવામાં આવ્યા છે.

ત્રીજી નિમણૂક મંગેશ ઘિડિયાલની થયેલી નિમણૂક છે. તેઓ ઉત્તરાખંડ કેડરના 2012ની બેચના આઇએએસ ઓફિસર છે. વડાપ્રધાનના અધ્યક્ષ પદ હેઠળની એપોઇન્ટ્મેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટે આ અંગે મંજૂરી આપ્યા પછી ડિપાર્ટમેન્ટ ઓફ ધ પર્સોનલ એન્ડ ટ્રેનિંગે આ અંગેનું જાહેરનામુ બહાર પાડયુ હતુ.

આ પણ વાંચોઃ કોરોના અંગે PM મોદીએ આપ્યો આ મંત્રઃ ‘ જબ તક દવાઇ નહીં, તબ તક…

આ પહેલા પીએમઓમાં થયેલા છેલ્લા ફેરફારમાં જોઈએ તો ગુજરાત કેડરના આઇએએસ અધિકારી હાર્દિક શાહને છેલ્લે પીએમઓમાં સમાવાયા હતા.

તેના પહેલા એપ્રિલમાં પીએમઓએ બે ટોચના આઇએએસ ઓફિસર એકે શર્મા અને તરુણ બજાજને બહારનો દરવાજો દેખાડી દીધો હતો. એકે શર્મા 1988ની ગુજરાત કેડરની આઇએએસ બેચના અધિકારી છે. તેમની માઇક્રો, સ્મોલ અને મીડિયન એન્ટરપ્રાઇઝિસના સચિવ તરીકે નિમણૂક થઈ હતી. જ્યારે તરૂણ બજાજ 1988ની બેચના હરિયાણા કેડરના ઓફિસર છે. તેઓની નિમણૂક મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં આર્થિક બાબતોના સચિવ તરીકે થઈ હતી. તેઓ પીએમઓમાં એડિશનલ સેક્રેટરી તરીકે કામ કરતા હતા.

બજાજનું સ્થાન અતનુ ચક્રવર્તીએ સંભાળ્યુ છે તો શર્માનું સ્થાન અરુણ કુમાર પંડાએ સંભાળ્યું છે. પીએમઓમાં આ પગલાએ તે સમયે ઘણા ટોચના વહીવટકર્તાઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. એકે શર્માને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણવામાં આવતા હતા. તેઓ મોદી સાથે તો પીએમઓમાં કામ કરતા જ હતા, આ સિવાય તેમણે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે પૂરેપૂરા સમયગાળા દરમિયાન તેમના હાથ નીચે કામ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ જવા રવાના, મોન્સુન સત્રના પ્રથમ ચરણમાં ભાગ નહીં લે

મોદી 2001માં સત્તા પર આવ્યા ત્યારે શર્મા સૌથી યુવા સચિવ હતા. તઓ ગુજરાત કેડરના બેથી ત્રણ એવા ઓફિસરોમાં એક છે જેમને મોદી 2014માં પીએમ બન્યા પછી દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યા હોય. વડાપ્રધાનના અધ્યક્ષ પદ હેઠળની એપોઇન્ટમેનટ્સ કમિટી ઓફ કેબિનેટ (એસીસી)એ બંને ટોચના વહીવટકર્તાઓને દૂર કરવાનો નિર્ણય લીધો તો.

આ આદેશ મુજબ સુધાંશુ પાંડે નવા કેન્દ્રીય ફૂડ સેક્રેટરી બન્યા છે. પ્રદીપ કુમાર ત્રિપાઠી નવા સ્ટીલ સચિવ છે, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએના વાઇસ ચેરમેન તરૃણ કપૂર નવા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સચિવ છે. સીબીએસઇ ચેરપર્સન અનિતા કરવાલ શિક્ષણ અને સાક્ષરતાના નવા સચિવ છે. જ્યારે રાજેશ ભૂષણ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી છે.