Gujarat Exclusive > દેશ-વિદેશ > કેબિનેટ મીટિંગમાં PM નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો સહિત સામાન્ય લોકોને અનેક ફાયદા

કેબિનેટ મીટિંગમાં PM નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો સહિત સામાન્ય લોકોને અનેક ફાયદા

0
6536

બુધવારે કેન્દ્રીય કેબિનેટની મીટિંગ થઈ જેમાં ખેડૂતો, જમ્મુ-કાશ્મીર, સુપ્રીમ કોર્ટ, ઈસરો અને ચિટફંડ સાથે જોડાયેલ કેટલીક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. આ મીટિંગમાં તે નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે, આર્થિક આધાર પર 10% અનામત, નોકરીઓ અને શિક્ષણમાં લાગૂં કરવાના નિર્ણયને જમ્મુ-કાશ્મીરમાં પણ લાગૂં કરવામાં આવશે. રાજ્યમાં હાલમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી તેથી સંસદ દ્વારા કાનૂન બનશે. સંસદમાં આના માટે ટૂંક સમયમાં જ બિલ લાવવાની વાત પણ કહેવામાં આવી છે.

ખેડૂતો માટે પણ કેબિનેટની મીટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અનુસાર ન્યૂટ્રિશન બેસ્ડ સબસિડી વધારવા પર સરકાર જોર આપશે. આમાં ફર્ટિલાઈઝર પર સબસિડી વધારવાનો નિર્ણય પણ થયો છે. કેબિનેટની મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, ખેડૂતોની 22,875 કરોડ રૂપિયાની સબસિડીનો ખર્ચ સરકાર ઉઠાવશે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે.

સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને થઈ જશે 33

બુધવારે કેબિનેટની મીટિંગમાં તે નિર્ણય પણ લેવામાં આવ્યો કે, સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી 30 જજોની સંખ્યામાં 10 ટકાની વધારો કરવામાં આવશે. એટલે હવે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 30થી 33 થઈ જશે. આ વાતની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી. લોકોને ઝડપી ન્યાય અપાવવા અને કોર્ટમાં લાંબા સમયથી હોલ્ડ પર રહેલા કેસ ખત્મ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એલર્ટ! કાર અને બાઇક ખરીદનારાઓ માટે જરૂરી સમાચાર, સરકારે બદલી નાખ્યા નિયમ

મોસ્કોમાં કેમ ખોલવામાં આવશે ઈસરોનું કાર્યાલય?

બુધવારે કેબિનેટની મીટિંગમાં તે નિર્ણય લેવામાં આવ્યો કે, રશિયા અને તેના આસપાસના દેશોથી અંતરિક્ષની ટેકનિકલ બાબતમાં સહયોગ અને સંપર્ક માટે મોસ્કોમાં ઈસરોની એક ટેકનિકલ સંપર્ક એકમ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડૂતોને કેવી રીતે મળશે ફાયદો?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લઈને હવે 70,000 કરોડ રૂપિયાથી વધારેની ખાતર સબસિડીને સીધા ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફરને લઈને મોટા પગલા ભર્યા છે. સરકારે આના માટે ત્રણ નવી ટેકનોલોજી પર કામ શરૂ કરી ચૂકી છે. નવી ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તર પર ખાતર સપ્લાય, ઉપલબ્ધતા અને જરૂરી તપાસ હવે એક જ ડેશબોર્ડ પર મળશે.

ચિટફંડ બિલમાં શું ફેરફાર થશે?

ખરીદદારોને મળી તાકાત, મોદી સરકારે આપ્યા પાંચ નવા શક્તિશાળી અધિકાર

ચિંટફંડ બિલને પણ કેબિનેટની મીટિંગમાં મંજૂરી આપવામાં આવી છે. આ બિલના હિસાબથી ચિટફંડને રેગ્યુલર કરવામાં આવશે. જણાવી દઈએ કે, પહેલા પણ આ બિલને રજૂ કરવામાં આવ્યો હતો. સંસદીય સમિતિની કેટલીક ભલામણોને બિલમાં સામેલ કરવામાં આવી છે. અસલમાં પાછલી લોકસભાના ખાત્મા સાથે આ બિલ પણ લેપ્સ થઈ ગયો હતો. તેથી આ બિલને ફરીથી લાવવામાં આવ્યો છે. આ બિલની જોગવાઈને લઈને કેબિનેટનું કહેવું છે કે, આ બિલ કાનૂનનો રૂપ લેશે ત્યાર બાદ ગરીબોના પૈસા આવી સ્કીમમાં બર્બાદ થશે નહીં.

જમ્મુ-કાશ્મીરમાં અનામતનો નિર્ણય શું છે?

કેબિનેટે જમ્મુ અને કાશ્મીર અનામત (બીજું સંશોધન) બિલ, 2019ને મંજૂરી આફી. આ વર્તમાન સંસ્થાનો સાથે-સાથે શૈક્ષણિક સંસ્થાનો અને સાર્વજનિક રોજગારમાં આર્થિક રૂપથી કમજોર વર્ગો માટે 10 ટકા અનામતના લાભને વધારવાનો માર્ગ મોકળો કરશે. સંસદમાં આના માટે ટૂંક જ સમયમાં બિલ લાવવાની વાત કહેવામાં આવી છે.

નાના દુકાનદારોને મળશે મોટી ભેટ! મોદી સરકારે પૂરી કરી લીધી તૈયારી