Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદી વિષે એક જ લેખકે 9 વર્ષમાં 3 ભાષામાં 29 પુસ્તકોનું કર્યું સર્જન

PM મોદી વિષે એક જ લેખકે 9 વર્ષમાં 3 ભાષામાં 29 પુસ્તકોનું કર્યું સર્જન

0
102

PM Narendra Modi Books – વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક જ વ્યક્તિએ લખી નાંખી 29 પુસ્તક

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતી કાલે જન્મદિવસ

  • દેશ-વિદેશમાં જુદા જુદા લેખકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક-એક મળીને સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે, પરંતુ એક જ લેખકે ત્રણ ભાષામાં મોદી વિશે 29 પુસ્તકો લખ્યા હોવાનો વિક્રમ

અમદાવાદ: આવતીકાલે 17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ (PM Narendra Modi) છે. તેઓ જીવનના 70 વર્ષ પૂર્ણ કરી 71માં વર્ષમાં પ્રવેશ કરશે. તેમના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા તો દેશભરમાં સેવા સપ્તાહ ની ઉજવણી કરવાના છે. પરંતુ તેમના ચાહકો તરફથી પણ વિવિધ પ્રકારે આવતીકાલે ઉજવણી કરાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર વિશે આમ તો ઘણું બધું લખાયેલું છે. PM Narendra Modi Books Latest News:

પરંતુ અમદાવાદના સદાય યુવા દેખાતા અને નાની વયે જ અનેક પુસ્તકોનું (Books) સર્જન કરનારા લેખક, સાહિત્યકાર અને પત્રકાર તરીકે ફરજ બજાવી ચૂકેલા દિનેશ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક-બે નહિ બલ્કે 29 પુસ્તકોનું સર્જન કર્યું છે. જેમાં ગુજરાતીમાં 22, હિન્દીમાં 4 અને અંગ્રેજીમાં 3 પુસ્તકો મળીને 29 પુસ્તકોનું સર્જન કર્યું છે. જે સને 2011થી સને 2020 સુધીના 9 વર્ષમાં પ્રગટ થયા છે. PM Narendra Modi Books Latest News:

દેશ-વિદેશના જાણીતા પત્રકાર-લેખકોએ નરેન્દ્ર મોદી વિશે અંગ્રેજીમાં એક-એક પુસ્તક લખ્યું છે, જેના અનુવાદ પણ પ્રગટ થયા છે, પરંતુ લેખક દિનેશ દેસાઈના નરેન્દ્ર મોદી વિષયક ત્રણ ભાષામાં જુદી જુદી થીમ-બેઝ કુલ 29 પુસ્તકો છે, જે એક અનોખો વિક્રમ છે. PM Narendra Modi Books Latest News:

મહત્વનું છે કે નરેન્દ્ર મોદી વિષયક જુદા જુદા મહાનુભાવોના કથન અંગેના સંપાદનનું દિનેશ દેસાઈ કૃત પુસ્તક “અમારી નજરે નરેન્દ્રભાઈ” પુસ્તક (સને 2014) સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી વિશેના પુસ્તકોમાં સૌથી વધુ કિંમતનું પુસ્તક બન્યું છે. જેની કિંમત રૂપિયા 2,900 છે. PM Narendra Modi Books Latest News:

લેખક દિનેશ દેસાઈના 29 પુસ્તકોમાં જુદી જુદી થીમ હાઈલાઈટ થાય છે. જેમાં નરેન્દ્ર મોદીની જીવનકથાના પ્રસંગો, ગુજરાત રાજ્ય એક બ્રાન્ડ તરીકે, ગુજરાત મૉડલ વિશે, કિશોર-તરુણો યાને ટીનેજર્સ્ માટે નરેન્દ્ર મોદીના વિચારો, નરેન્દ્ર મોદીના બિનરાજકીય સુવાક્યો (ક્વૉટ્સ), નરેન્દ્ર મોદીની રાજકીય બાબતો તથા વિચારધારા વિશેના પુસ્તકોનો સમાવેશ થાય છે. PM Narendra Modi Books Latest News:

આ પણ વાંચો: 70 વર્ષના થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ એક સામાન્ય કાર્યકરની અસામાન્ય સફર

સમગ્ર દેશમાં એક જ લેખકે ત્રણ ભાષામાં સૌથી વધુ 29 પુસ્તક નરેન્દ્ર મોદી વિષયક લખ્યા હોય તેવા દિનેશ દેસાઈ એક જ લેખક છે. આગવો વિક્રમ એટલા માટે કે દેશ-વિદેશના જાણીતા પત્રકાર-લેખકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પુસ્તક લખ્યાં છે. જેમાં એક લેખકે એક અથવા બે-પાંચ પુસ્તક લખ્યા હોય પણ ગુજરાતના લેખક તરીકે ગૌરવરુપ બાબત એ છે કે લેખક દિનેશ દેસાઈના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ત્રણ ભાષામાં 29 પુસ્તકો છે. આ સાથે લેખક દિનેશ દેસાઈના કુલ 80 પુસ્તકો છે. તેમનું પહેલું પુસ્તક સને 1988માં પ્રગટ થયું હતું. PM Narendra Modi Books Latest News:

દેશ-વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચર્ચામાં રહ્યા છે, ત્યારે તેમના વિશે જાણવામાં પણ દુનિયાભરના લોકોની ઉસ્તુકતા વધતી જ રહી છે. સને 2011માં દિનેશ દેસાઈનું નરેન્દ્ર મોદી વિષયક પ્રથમ પુસ્તક “આપણા સૌના નરેન્દ્રભાઈ” પ્રગટ થયું. જેનો તેઓએ હિન્દી અનુવાદ કર્યો તે “હમારે નરેન્દ્રભાઈ” નામે પ્રગટ થયો. એ પછી આ જ પુસ્તક અંગ્રેજીમાં લેખક દિનેશ દેસાઈએ “અવર બિલવ્ડ નરેન્દ્રભાઈ” શીર્ષકથી પ્રગટ થયું. જેને વાચકોનો ભારે આવકાર મળ્યો. આ પૈકી હિન્દી પુસ્તકને “હિન્દી સાહિત્ય અકાદમી” (ગુજરાત)ના અકાદમી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યું છે.PM Narendra Modi Books Latest News:

આ પણ વાંચો: પપ્પા… પપ્પા મારે પણ રમવું છે? સાંભળતા જ શિક્ષક પિતાની આંખો ભરાઇ જાય છે

ક્યાં લેખકનું કયું સર્જન PM Narendra Modi Books Latest News:

જાણીતા પત્રકારો સર્વ (1) એમ.વી. કામથ (ધ મેન ઑફ ધ મૉમેન્ટઃ નરેન્દ્ર મોદી), (2) રાજદીપ સરદેસાઈ (ધ ઈલેક્શન ધેટ ચેન્જ્ડ ઈન્ડિયા), (3) ઉદય માહુરકર (સેન્ટરસ્ટેજઃ ઈનસાઈડ ધ નરેન્દ્ર મોદી). (4) ગીરિશ ડબકે (નરેન્દ્રાયન – સ્ટૉરી ઑફ નરેન્દ્ર મોદી), (5) નિરંજન મુખ્યોપાધ્યાય (નરેન્દ્ર મોદીઃ ધ મેન, ધ ટાઈમ્સ), (6) એન્ડી મરીનો (નરેન્દ્ર મોદીઃ એ પોલિટીકલ બાયોગ્રાફી), (7) લેન્સ પ્રિન્સ (ધ મોદી ઈફેક્ટઃ ઈનસાઈડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેઈન ટુ ટ્રાન્સફૉર્મ ઈન્ડિયા), (8) હિમાંશુ શેખર (મેનેજમેન્ટ ગુરુ નરેન્દ્ર મોદી), (9) આઝાદ રાય (ધ લિજેન્ડ ઑફ નરેન્દ્ર મોદીઃ ધ સાગા ઑફ એ સ્ટેટ્સમેન), PM Narendra Modi Books Latest News:
(10) પદ્મભૂષણથી સન્માનિત લેખક બિન્દેશ્વર પાઠક (નરેન્દ્ર મોદીઃ ધ મેકિંગ ઑફ એ લિજેન્ડ), (11) નિહાલ સિંઘ (ધ મોદી મિથ) અને (12) હરિશચંદ્ર બર્નવાલ (મોદી મંત્ર) સહિત અન્યોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અંગ્રેજીમાં એક-એક પુસ્તક લખ્યું છે. જેના અનુવાદ પણ પ્રગટ થયા છે પણ એક જ લેખકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ત્રણ ભાષામાં 29 પુસ્તકો લખ્યા હોય એ છે લેખક દિનેશ દેસાઈ. કે જેણે અનોખો વિક્રમ બનાવ્યો હોવાનો દાવો કર્યો છે.  PM Narendra Modi Books Latest News:

આ છે પુસ્તકો ? PM Narendra Modi Books Latest News:

(1) આપણા સૌના નરેન્દ્રભાઈ
(2) हमारे नरेन्द्रभाई
(3) Our Beloved Narendrabhai
(4) આપણા નરેન્દ્રભાઈ – (સંપાદન)
(5) વિકાસપુરુષ નરેન્દ્રભાઈ
(6) ગ્રેટ ગુજરાત, ગ્લૉબલ ગુજરાત
(7) નરેન્દ્ર મોદીનો વિચાર-વૈભવ
(8) ગાંધીમાર્ગે ગુજરાત
(9) માનવતાનો મંત્રઃ નરેન્દ્ર મોદી
(10) બ્રાન્ડ ગુજરાત
(11) ભવ્ય ગુજરાત, ભવ્ય ભારત
(12) આ છે નરેન્દ્ર મોદી
(13) Modi: The New Face For Indian Leadership
(14) નરેન્દ્ર મોદીઃ ભારત ભાગ્ય વિધાતા
(15) અમારી નજરે નરેન્દ્રભાઈ (સંપાદન)
(16) નરેન્દ્ર મોદી અને યંગિસ્તાન
(17) Modi: New Vision For India
(18) महानायक नरेन्द्र मोदी
(19) મોદી મૉડલઃ ગુજરાત
(20) સુરક્ષા વ્યવસ્થાપન
(21) ગતિ-પ્રગતિઃ ગુજરાત
(22) हमारे नरेन्द्रभाई – (સંપાદન)
(23) સરદાર પટેલઃ સ્ટૅચ્યુ ઑફ યુનિટી
(24) Modi vision – સ્ટૅચ્યુ ઑફ યુનિટી
(25) નરેન્દ્ર મોદીઃ વિચારધારા (સંપાદન)
(26) નરેન્દ્ર મોદી અને નવી પેઢી
(27) નમો & યુવા
(28) ફૉકસ ગુજરાત
(29) भव्य भारत के स्वप्नदृष्टाः नरेन्द्र मोदी