Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીએ બિહારમાં પેટ્રોલિયમ સેક્ટરના ત્રણ પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કર્યા

PM મોદીએ બિહારમાં પેટ્રોલિયમ સેક્ટરના ત્રણ પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કર્યા

0
36

નવી દિલ્હીઃ વડાપ્રધાન (PM)નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારમાં પેટ્રોલિયમ (Petrolium)સેક્ટરના ત્રણ પ્રોજેક્ટ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને અર્પણ કર્યા હતા.આ પ્રોજેક્ટમાં પારાદીપ-હલ્દિયા-દુર્ગાપૂર પાઇપલાઇન ઓગમેન્ટેશન પ્રોજેક્ટનુ દુર્ગાપુર-બાંકા સેક્શન અને બે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. તેનો પ્રારંભ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા કરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ કોરોના અંગે PM મોદીએ આપ્યો આ મંત્રઃ ‘ જબ તક દવાઇ નહીં, તબ તક…..’

બિહારમાં પ્રોજેક્ટ અર્પણઃ ચૂંટણીનું ટાર્ગેટ

છેલ્લા 15 વર્ષમાં બિહારે યોગ્ય સરકાર, નિર્ણયો અને નીતિઓ દ્વારા વિકાસ દર્શાવ્યો છે અને તેના ફળો દરેક સુધી પહોંચ્યા છે. અમે બિહારમાં બધા ક્ષેત્રમાં વિકાસ માટે કામ કરી રહ્યા છીએ, એમ મોદીએ જણાવ્યું હતું. બિહારમાં આ વર્ષે ચૂંટણી યોજાવવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટને રાજ્ય માટે મહત્ત્વના મનાય છે.

આ ત્રણેય પ્રોજેક્ટ રાજ્યની પ્રજાની જરૂરિયાતોને સંતોષવામાં મહદ અંશે સફળ થશે. તેના લીધે બિહારની પ્રજાને ઘણી બધી તકલીફોમાંથી રાહત મળશે. બિહાર હાલમાં પૂરનો ભોગ બનેલું છે ત્યારે આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કેટલાય માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તક લઈને આવશે. આ પ્રોજેક્ટના લીધે બિહારની પ્રજા તેની ઊર્જાલક્ષી જરૂરિયાતોમાં આત્મનિર્ભર બનવાની દિશામાં એક ડગલું આગળ વધશે.

આ પણ વાંચોઃ કોરોના અંગે PM મોદીએ આપ્યો આ મંત્રઃ ‘ જબ તક દવાઇ નહીં, તબ તક

નવુ બિહાર બનાવવામાં નીતિશ કુમારનો ફાળો મહત્ત્વનો

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પ્રશંસા કરતા મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વિકાસ માટે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એક સમય હતો જ્યારે રોડ કનેક્ટિવિટી, ઇન્ટરનેટ કનેક્ટિવિટીની ચર્ચા જ થતી ન હતી. એક રીતે લેન્ડલોક રાજ્ય તરીકે બિહારે ઘણા પડકારોનો સામનો કરવો પડતો તો. નીતિશ કુમારે નવા ભારત માટે અનુકૂળ એવું નવુ બિહાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચોઃ સમાજવાદનો વધુ એક ગઢ ધ્વસ્તઃ RJD નેતા રઘુવંશપ્રસાદ સિંહનું અવસાન

નોંધનીય વાત એ છે કે આ વર્ષે બિહારની ચૂંટણી થવાની છે અને સીએમ નીતિશકુમાર ભાજપની આગેવાની હેઠળની રાજ્યની યુતિ સરકારનો મુખ્ય ચહેરો છે. બાંકામાં એલપીજી બોટલિંગ પ્લાન્ટ બિહારમાં એલપીજી (રાંધણ ગેસની વધતી જતી માંગને પૂરી કરશે.

તેની એલપીજી સ્ટોરેજ ક્ષમતા 1,800 ટનની છે અને બોટલિંગ ક્ષમતા પ્રતિ દિન 40,000 સિલિન્ડરની છે. આ પ્લાન્ટ બિહારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ધોરણે રોજગારીની તકો સર્જશે.

એચપીસીએલે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં હરસિદ્ધિ ખાતે 136.4 કરોડના ખર્ચે એલપીજી બોટલિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે. આ બોટલિંગ પ્લાન્ટ પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, મુઝફ્ફરપુર, સિવન, ગોપાલગંજ અને સીતામારહી જિલ્લાની એલપીજીની જરૂરિયાતો પૂરી કરશે.