Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વીટર એકાઉન્ટ હૈક, હૈકર્સે બિટકૉઈન માંગ્યાં

PM મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વીટર એકાઉન્ટ હૈક, હૈકર્સે બિટકૉઈન માંગ્યાં

0
58

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પર્સનલ વેબસાઈટનું ટ્વીટર એકાઉન્ટ (Twitter Account) હૈક થઈ ગયું છે. હૈકર્સે COVID-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકૉઈન (Bitcoin)ની માંગ મૂકી છે. જો કે તરત જ બાદમાં બોગસ ટ્વીટ્સ ડિલીટ કરી દેવામાં આવ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી (Crypto Currency) સાથે સંકળાયેલા ટ્વીટ કરવામાં આવ્યા હતા. ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા એક મેસેજમાં લખ્યું હતું કે, “હું આપ સૌ લોકોને અપીલ કરું છું કે, COVID-19 માટે બનાવવામાં આવેલા PM મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો.”

અન્ય એક ટ્વીટમાં હેકર્સે લખ્યું હતું કે, આ એકાઉન્ટ જૉન વિક ([email protected])એ હેક કરી લીધુ છે. અમે PayTm મૉલ હેક નથી કર્યું. જો કે હવે આ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઈટનું જે વેરિફાઈટ ટ્વીટર એકાઉન્ટ છે, તેમાં તેમના 25 લાખથી વધુ ફૉલોવર્સ છે.

આ પણ વાંચો: સરળ શબ્દોમાં સમજો, શું હોય છે GDP; અને કેવી રીતે થાય છે કેલક્યૂલેટ?

હેકર્સ ગ્રુપનું નાન જૉન વિક છે. 30 ઓગસ્ટના સાઈબર સિક્યોરિટી ફર્મ સાઈબલે દાવો કર્યો હતો કે, Paytm મૉલના ડેટા ચોરીમાં જૉન વિક ગ્રુપનો જ હાથ હતો. PayTm Mall યુનિકૉર્ન PayTmની ઈ-કૉમર્સ કંપની છે. સાઈબલે દાવો કર્યો હતો કે, આ હેકર ગ્રુપે ખંડણી માંગી હતી. જો કે PayTmએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન ડેટા લીક જેવી કોઈ ઘટના નથી બની.

ઉલ્લેખનીય છે કે, માઈક્રોસૉફ્ટના બિલ ગેટ્સ, ટેસ્લાના CEO એલૉન મસ્ક, એમેઝોનના જેફ બેજોસ, અમેરિકન રૈપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને હાલ રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ જો બિડેન, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ, વૉરેન બફેટ, એપ્પલ અને ઉબેર સહિત અનેક ટ્વીટર એકાઉન્ટને હૈક કરી દેવામાં આવ્યા છે. આ તમામ લોકોના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી બિટકૉઈન સંદર્ભે પોસ્ટ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તે સમયે આ ટ્વીટ્સના પગલે અનેક લોકોએ અજાણતા થોડી જ ક્ષણોમાં હૈકરોને એક લાખ ડૉલરથી વધુ રકમ મોકલી પણ દીધી હતી. હૈક કરવામાં આવેલા ટ્વીટર એકાઉન્ટ્સના લાખો ફૉલોવર્સ પણ છે.