Gujarat Exclusive > દેશ-વિદેશ > PM Modi 2000ની નોટના પક્ષમાં નહતા, નિર્ણય બધાનો હતોઃ નૃપેન્દ્ર મિશ્ર

PM Modi 2000ની નોટના પક્ષમાં નહતા, નિર્ણય બધાનો હતોઃ નૃપેન્દ્ર મિશ્ર

0
99

PM Modiના 70મા જન્મદિને તેમના મુખ્ય સચિવે કરેલો ખુલાસો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi )નો આજે 70 જન્મ દિવસ છે. તેમણે 2016માં નોટબંધી કર્યા બાદ દેશમાં 500 અને 2000ની નોટ (2000 rupee note) ના નવr ચલણની શરૂઆત કરી હતી. તેમાંથી 2000ની નોટો છપાવવાનું બંધ થઇ ગયુ છે. હવે ચાર વર્ષ બાદ PM Modiના પૂર્વ સહયોગી નૃપેન્દ્ર મિશ્ર (Nrupendra Mishra)એ ખુલાસો કર્યો છે કે PM મોદી 2000ની નોટના પક્ષમાં નહતા, ત્યારે નિર્ણય સર્વસંમત્તિથી લેવાયો હતો.

2014થી 2019ના સમયમાં પીએમના મુખ્ય સચિવ રહેલા નૃપેન્દ્ર મિશ્રએ એક અંગ્રેજી અખબારને લખેલી કોલમમાં જણાવ્યું છે કે PM મોદીએ કઇ રીતે સમગ્ર મામલે માલિકી રાખી હતી અને નિર્ણય સાથે અસંમત હોવા છતાં પોતાના સલાહકારોને દોષ આપ્યો નહતો.

આ પણ વાંચોઃ Narendra Modi Birthday : 70માં જન્મદિને રાહુલ ગાંધી, રામનાથ કોવિંદ સહિતના દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી

નૃપેન્દ્ર સિંહે લખ્યું છે કે,

“2016માં નોટબંધીની તૈયારી દરમિયા પીએમ મોદી 2000 રૂપિયાની નવી નોટ ચલણમાં મૂકવાના વિચાર સાથે સંપૂર્ણપણે સંતુષ્ટ નહતા. પરંતુ ઉચ્ચ મુલ્યના ચલણની ઝડપી પ્રિન્ટિંગથી રોકડની ઉપલબ્ધતા વધી જવાના કેટલાક લોકોની સલાહને સ્વીકારી હતી.”

કરચોરી રોકવા 500-1000ની જૂની નોટો બંધ કરી

નોંધનીય છે તે મોદી સરકારે બ્લેકમની અને નકલી નોટો પર અંકુશ મૂકવા સાથે કરચોરી રોકવા માટે નવેમ્બર 2016માં 1000 અને 500 રૂપિયાની જૂની નોટોની માન્યતા રદ કરી નોટબંધી લાદી હતી. ત્યારે એવો તર્ક હતો કે ઉચ્ચ મુલ્યની નોટોનો કરચોરો અને સંગ્રહખોરો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

અહીં સવાલ એ થાય છે કે શું 2000ની નોટ ઉચ્ચ મુલ્યની નથી. કારણ કે ઉચ્ચ મુલ્યના તર્ક સાથે જ નોટબંધી લાદવામાં આવી હતી. વળી નોટબંધીના સમયમાં રોકડની ભારે અછત સર્જાતા સરકાર અને રિઝર્વ બેન્કને અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ PM મોદીના 7 વર્ષ જૂના ટ્વિટને રિટ્વિટ કરી ચિદમ્બરમના પ્રહાર, ‘હું એ જ કહેવા માંગુ છું’

જનતા ત્રાહીમામ, બેન્કોATM સામે લાઇનો લાગી હતી

એટલું જ નહીં દેશની જનતા પણ ત્રાહીમામ પોકારી ઊઠી હતી. કારણ કે તેને રોકડ ઉપાડવા માટે બેન્કો અને ATM પર લાંબી લાંબી લાઇનો લગાવવી પડી હતી. અનેક રાજકીય સવાલો પણ ઉઠ્યા હતા.

અછત દૂર કરવા મોદી સરકારે ત્યારે 2000ની નોટો ધડાદડ છાપવા માંડી હતી. તેથી ઘણા લોકોએ નોટબંધીની જરુરિયાત પર સવાલ ઊઠાવવા લાગ્યા હતા.
સરકારે 2000 અને 500ની નવી નોટોનો ઉપયોગ કરી અર્થતંત્રને ફરી બેઠુ કરવાનો પ્રયાસ કર્યો હતો. છતાં માર્ચ 2017ના અંત સુધી ચલણમાં એક વર્ષ પહેલાંની તુલનામાં 20 ટકા નોટોની અછત સર્જાઇ હતી.

પાછળથી સરકારને સંગ્રહખોરીનો અહેસાસ થયો

પાછળથી સરકારને અહેસાસ થયો કે 2000ની નવી નોટોનો ઉપયોગ સંગ્રહખોરી, મની લોન્ડરિંગ અને કરચોરી માટે કરવામાં આવી રહ્યો છે. તેથી 2018-19ના બીજા ત્રિમાસિકમાં 2000ની નોટોનું પ્રિન્ટિંગ સરકારે બંધ કરી દીધું. જ્યારે 2019-20માં 2000ની એક પણ નોટ છાપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ચીનની કથની અને કરણીમાં અંતર પણ ભારત તૈયારઃ રાજનાથસિંહ

2018માં ભારતામાં મોટાપાયે નોટોની અછત સર્જાઇ

નૃપેન્દ્ર મિશ્રે લખ્યું કે એપ્રિલ 2018માં દેશમાં મોટાપાયે ચલણી નોટોની અછત સર્જાઇ હતી. ત્યારે સરકાર અને બેન્કોએ 2000ની નોટોની સંગ્રહખોરીને જવાબદાર ગણાવી હતી. તેથી નોટોનું ચલણ ઓછું થવાનું દેખાતા સરકારે 2000ની નોટો છાપવાનું બંધ કર્યું હતું.

આરબીઆઇના આંકડાથી જાણવા મળે છે કે માર્ચ 2020 સુધી ચલણમાં 2000 રૂપિયાની 5.47 લાખ કરોડની નોટો હતી. જે માર્ચ 2019 સુધી 6.58 લાખ કરોડ અને માર્ચ 2018ની 6.72 લાખ કરોડની તુલનામાં ઓછી હતી.

આ પણ વાંચોઃ 70 વર્ષના થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ એક સામાન્ય કાર્યકરની અસામાન્ય સફર